Air India : રાજકોટ-મુંબઈ ફ્લાઇટ બંધ, હિરાસર એરપોર્ટનો 'વિકાસ' કે પતનનો પ્રારંભ?
નવા એરપોર્ટ બન્યા પછી કનેક્ટિવિટી ઘટવાને બદલે વધવી જોઈએ, ત્યારે આ નિર્ણયથી રાજકોટના હવાઈ કનેક્શન પર ગંભીર પ્રશ્નાર્થ...

હિરાસરનો વિકાસ કે વિનાશ?

હિરાસરનો વિકાસ કે વિનાશ?
રાજકોટ (Rajkot) અને સૌરાષ્ટ્ર માટે કરોડોના ખર્ચે બનેલા હિરાસર એરપોર્ટના (Hirasar Airport) ઉદ્ઘાટન બાદ "વિકાસ"ના મોટા દાવા કરાયા હતા. પરંતુ, આ એરપોર્ટ શરૂ થતાની સાથે જ વિવાદોમાં ઘેરાયું છે, અને હવે તો રાજકોટ-મુંબઈ વચ્ચેની એર ઈન્ડિયાની (Air India) સવારની ફ્લાઇટ 27 જૂનથી કાયમી બંધ (Rajkot-Mumbai flight permanently closed from June 27) થવાના સમાચારથી પ્રવાસીઓ અને ઉદ્યોગ જગતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ કેવો વિકાસ, જ્યાં નવા એરપોર્ટ પરથી સેવાઓ ઘટવા માંડે?
'મેઈન્ટેનન્સ'ના બહાના હેઠળ પ્રવાસીઓ પર આફત...
એર ઇન્ડિયા (Air India) દ્વારા ફ્લાઇટ બંધ કરવા પાછળ મેઈન્ટેનન્સ સહિતના કારણો (maintenance and other reasons cited) જણાવાઈ રહ્યા છે. પરંતુ, શું આ માત્ર એક બહાનું છે? આ નિર્ણયે ઉદ્યોગકારો અને સામાન્ય મુસાફરોમાં (industrialists and common passengers) ભારે ચિંતાનો માહોલ સર્જ્યો છે. સૌરાષ્ટ્રના વેપારીઓ, નોકરી-ધંધા અર્થે મુંબઈ જતા લોકો, અને મેડિકલ સેવાઓ માટે આવતા-જતા દર્દીઓ માટે આ ભારે ફટકો સાબિત થશે. સવારની ફ્લાઇટ બંધ થવાથી સમયની બચત થતી હતી, જે હવે નહીં થાય. શું સરકારી વિમાન કંપનીઓ માત્ર પોતાના નફાનો જ વિચાર કરશે અને પ્રજાની સુવિધાનું નહીં?
આ પણ વાંચો : ઓછી EMIમાં ઘર ખરીદવા માંગો છો? આ સરકારી બેંકો સૌથી ઓછા વ્યાજ દરે આપી રહી છે લોન
રાજકોટના હવાઈ કનેક્શન પર પ્રશ્નાર્થ...
એર ઇન્ડિયા (Air India)ના આ નિર્ણયથી રાજકોટના હવાઈ કનેક્શન પર પણ ગંભીર પ્રશ્નાર્થ (questions on Rajkot's air connectivity) ઊભો થયો છે. નવા એરપોર્ટ બન્યા પછી કનેક્ટિવિટી વધવાને બદલે ઘટી રહી છે, તે કેવા વિકાસની નિશાની છે? શું રાજકોટનું હિરાસર એરપોર્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેશે? કે પછી સરકાર અને એરલાઇન્સ કંપનીઓ પ્રવાસીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય પર પુનર્વિચાર કરશે? રાજકોટના સાંસદો અને નેતાઓ આ બાબતે ક્યારે સક્રિય થશે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, રોકાણકારોને થશે ફાયદો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.