'Operation Sindoor' બાદ દેશભરમાં એલર્ટ, 18 એરપોર્ટ્સ બંધ, 200 ર્થી વધુ ફ્લાઈટ્સ રદ
પહેલગામ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણાં પર હુમલો કરી તેને નષ્ટ કર્યા...

હેલગામનો બદલો, પાકિસ્તાનમાં પ્રલય...

હેલગામનો બદલો, પાકિસ્તાનમાં પ્રલય...
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબી કાર્યવાહી રૂપે 6-7 મેની રાત્રે પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણાં પર જોરદાર હુમલો કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાં પર 'ઓપરેશન સિંદૂર' હેઠળ મિસાઈલ હુમલા કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આને પગલે દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ઉત્તરી અને પશ્ચિમી ભારતના ઓછામાં ઓછા 18 એરપોર્ટ્સને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ બંધ એરપોર્ટ્સમાં શ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, શિમલા, ધર્મશાલા અને જામનગરનો સમાવેશ થાય છે.
200 થી વધુ ફ્લાઈટ્સ રદ...
ઓપરેશન સિંદૂર બાદ ફ્લાઈટ ઓપરેશન્સ પર ભારે અસર પડી છે. અત્યાર સુધીમાં 200 થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ ચૂકી છે. એકલા ઈન્ડિગોએ લગભગ 165 ફ્લાઈટ કેન્સલ કરી છે. દિલ્હી એરપોર્ટથી પણ 35 થી વધુ ફ્લાઈટ્સ (23 ડિપાર્ચર, 8 અરાઈવલ અને 4 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ) રદ કરવામાં આવી છે.
ઈન્ડિગોએ અનેક શહેરો માટે ફ્લાઈટ્સ રદ કરી...
હાલની પરિસ્થિતિને જોતા ઈન્ડિગો એરલાઈને મંગળવારે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાલા, બીકાનેર અને જોધપુર માટેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. આ અંગે માહિતી આપતા એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે દેશભરમાં ફ્લાઈટ્સના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. સાથે જ ઈન્ડિગોએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ જવા પહેલા પોતાની ફ્લાઈટની સ્થિતિ ચોક્કસ તપાસી લે, જેથી અસુવિધાથી બચી શકાય. જણાવી દઈએ કે કુલ મળીને ઈન્ડિગોએ 165 ફ્લાઈટ કેન્સલ કરી છે.
એરલાઈન્સે નિવેદન જાહેર કર્યું...
ફ્લાઈટ્સ રદ થયા બાદ અનેક એરલાઈન્સે નિવેદન જાહેર કરીને પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું હતું. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે એર ઈન્ડિયાએ જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટની ફ્લાઈટ્સ 10 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી રદ કરી દીધી છે. મુસાફરોને ટિકિટ રદ કરાવવા અથવા રી-શેડ્યૂલ કરવા પર કોઈ ચાર્જ લાગશે નહીં.
કતાર એરવેઝનું મોટું એક્શન...
તો સ્પાઈસજેટે પોતાનું નિવેદન જાહેર કરતા કહ્યું કે ઈન્ડિગો, આકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરી છે અને મુસાફરોને ફુલ રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઈટનો વિકલ્પ આપવાની વાત કહી છે. જ્યારે કતાર એરવેઝે પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાના કારણે પાકિસ્તાન માટેની ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે રોકી દીધી છે.
ઓપરેશન સિંદૂર, દહેલ ઉઠ્યું પાકિસ્તાન...
ઉલ્લેખનીય છે કે, 6 થી 7 મેની વચ્ચેની રાત્રે 1:05 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો. 25 મિનિટના આ ઓપરેશનમાં 24 મિસાઈલો દ્વારા નવ આતંકી શિબિરોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ નવ ઠેકાણાંમાંથી પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હતા, જ્યારે ચાર પાકિસ્તાનમાં હતા. આ ઠેકાણાંઓમાં આતંકવાદીઓની ભરતી કરવામાં આવતી હતી અને તેમને તાલીમ આપવામાં આવતી હતી. એટલું જ નહીં, ભારતીય સેનાની આ કાર્યવાહીમાં આતંકી મસૂદ અઝહરના પરિવારના દસ લોકો પણ માર્યા ગયા છે.
રડ્યો અઝહર...
હુમલા બાદ મસૂદ અઝહરે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, હુમલામાં તેના પરિજનો ઉપરાંત ચાર નજીકના સહયોગીઓ પણ માર્યા ગયા છે. બહાવલપુરમાં જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ પર થયેલા હુમલામાં જૈશ એ મોહમ્મદ ચીફ મસૂદ અઝહરની મોટી બહેન અને તેના પતિ, ભાણેજ અને તેની પત્ની અને અન્ય ભત્રીજાઓ અને પરિવારના પાંચ બાળકોના મોત થયા છે. હુમલામાં મસૂદ અઝહરના નજીકના સહયોગી અને તેની માતા અને બે અન્ય નજીકના સહયોગીઓનું પણ મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલામાં પોતાનાઓના મોતથી મસૂદ અઝહર રડી પડ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.