ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ અને વાગરા તાલુકામાં DAP ખાતરની ભારે અછત
તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાવવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો

વિસાવદર અને કડી વિસ્તારમાં પેટાચૂંટણી હોવાથી પૂરતી માત્રામાં DAP ખાતર હોવાનો કોંગ્રેસનો દાવો

વિસાવદર અને કડી વિસ્તારમાં પેટાચૂંટણી હોવાથી પૂરતી માત્રામાં DAP ખાતર હોવાનો કોંગ્રેસનો દાવો
ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ અને વાગરા તાલુકાના આદિવાસી વિસ્તારની પૂર્વ પટ્ટી વિસ્તારના ખેડૂતો DAP ખાતરની અછતથી ભારે પરેશાન થઈ રહ્યાં છે. ખરીફ પાકની વાવણી શરૂ થવાની તૈયારી વચ્ચે ખાતર ન મળતાં ખેડૂતોને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે.
DAP ખાતર વિના ખરીફ પાકની વાવણી કરવી મુશ્કેલ છે. ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ અને વાગરા તાલુકાના આદિવાસી વિસ્તારની પૂર્વ પટ્ટી વિસ્તારમાં ખેડૂતોએ ખરીફ પાકની વાવણી માટે ખેતરો તૈયાર કરી દીધા છે. જો કે, DAP ખાતર નહી હોવાથી વાવણી મુશ્કેલ બને તેમ હોવાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ખેડૂતોની રજૂઆત મળતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોળાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.
સંદીપ માંગરોળાએ પત્રમાં જણાવ્યું છે કે વિધાનસભાની પેટા ચૂંટણીના કારણે વિસાવદર અને કડી વિસ્તારમાં ખાતરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ભરૂચ જેવા પ્રદેશોમાં સહેજ પણ ધ્યાન આપવામાં આવતું નથી. રાજ્ય સરકારે ખેડૂતોને રાજકીય લાભ માટે નહીં પરંતુ સમગ્ર રાજ્યના હિતમાં જોઈને યોગ્ય પગલાં લેવું જરૂરી છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆતની નકલ મોકલી છે અને રાજ્યના તમામ ખેડૂતો માટે ખાતરની સમાન ઉપલબ્ધિની માંગ ઉઠાવી છે.
ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના ખેતીવાડી કેન્દ્રો ઉપર પૂરતી માત્રામાં DAP ખાતર મોકલવા, ખેડૂતોને અન્ય તાલુકા કે વિસ્તારમાં ભટકવું ન પડે તે રીતે વિતરણ વ્યવસ્થા કરવા તેમજ DAP ખાતરના વેચાણ અને નિયંત્રણ માટે સ્થાનિક ખેતીવાડી વિભાગ દ્વારા મોનિટરીંગ કરવા માંગરોળાએ માંગ કરી છે. ત્યારે ખેડૂતોને સમયસર DAP ખાતર મળે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરવી જોઈએ તેવી ખેડૂતોમાં પણ માંગ ઉઠી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવતર પ્રયોગથી ખીલી ઉઠી હરિયાળી,1 વર્ષમાં છોડ બન્યા 12 ફૂટ ઊંચા

જાણો કેવી રીતે બન્યા દેશના 'રોલ મોડેલ'

હવે ગુજરાતના ખેડૂતો કમાશે ડૉલર અને પાઉન્ડ