Gmailમાં હવે ID નામ સરળતાથી બદલી શકાશે.
ગૂગલની મોટી જાહેરાત: ડેટા ગુમાવ્યા વગર Gmail યુઝરનેમ બદલવાનું વર્ષો જૂનું સપનું થશે સાકાર

હવે ID નામ બદલી શકાશે

હવે ID નામ બદલી શકાશે
જો તમે વર્ષો પહેલા બનાવેલા તમારા જીમેલ આઈડી (Gmail ID)ના નામથી કંટાળી ગયા હોવ અથવા તે પ્રોફેશનલ ન લાગતું હોય, તો ગૂગલ હવે તમારા માટે એક બેસ્ટ સુવિધા લઈને આવ્યું છે. ગૂગલે સત્તાવાર રીતે એક નવું ફીચર ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે, જે અંતર્ગત યુઝર્સ પોતાનું જૂનું ઈમેલ એડ્રેસ બદલી શકશે.
આ અપડેટની સૌથી મોટી ખાસિયત એ છે કે ઈમેલ બદલવા છતાં તમારો જૂનો ડેટા, સબસ્ક્રિપ્શન અને ગૂગલ સર્વિસિસ અકબંધ રહેશે. ટૂંક સમયમાં તમે તમારા જીમેલનું નામ બદલવા યોગ્ય બનશો.
નવું એકાઉન્ટ બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ અત્યાર સુધી જો કોઈને નવું ઈમેલ એડ્રેસ જોઈતું હોય, તો તેણે નવું ગૂગલ એકાઉન્ટ બનાવવું પડતું હતું. આના કારણે જૂના ઈમેલના કોન્ટેક્ટ્સ, ગૂગલ ડ્રાઈવના ડોક્યુમેન્ટ્સ અને ફોટોઝ ટ્રાન્સફર કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી.
હવે ગૂગલના આ નવા અપડેટથી યુઝર્સ તેમના હાલના એકાઉન્ટમાં જ નવું યુઝરનેમ પસંદ કરી શકશે. જોકે, આ સુવિધા માત્ર વ્યક્તિગત (@gmail.com) એકાઉન્ટ્સ માટે જ ઉપલબ્ધ હશે, ઓફિસ કે સ્કૂલના કસ્ટમ ડોમેન એકાઉન્ટ્સમાં આ ફેરફાર કરી શકાશે નહીં.
કેવી રીતે કામ કરશે આ ફીચર? ગૂગલના સપોર્ટ ડોક્યુમેન્ટેશન મુજબ, યુઝર્સે ગૂગલ એકાઉન્ટના 'પર્સનલ ઇન્ફો' સેક્શનમાં જઈને ઈમેલ બદલવાનો વિકલ્પ તપાસવો પડશે. એકવાર એડ્રેસ બદલાઈ ગયા પછી, જૂના અને નવા બંને ઈમેલ આઈડી પર આવતા મેસેજ એક જ ઇનબોક્સમાં જમા થશે.
ખાસ વાત એ છે કે તમારું જૂનું ઈમેલ એડ્રેસ 'રિકવરી ઈમેલ' તરીકે સચવાયેલું રહેશે, જેથી કોઈ અન્ય વ્યક્તિ તે નામનો ઉપયોગ કરી શકશે નહીં.
નિયમો અને મર્યાદાઓ ગૂગલે આ સુવિધાનો દુરુપયોગ રોકવા માટે કેટલીક શરતો પણ રાખી છે. નોંધનીય છે કે એકવાર ઈમેલ એડ્રેસ બદલ્યા પછી યુઝરે બીજા ફેરફાર માટે 12 મહિના (1 વર્ષ) સુધી રાહ જોવી પડશે.
આ ઉપરાંત, એક ગૂગલ એકાઉન્ટમાં આખા જીવનકાળ દરમિયાન મહત્તમ 3 વખત જ ઈમેલ એડ્રેસ બદલવાની મંજૂરી આપવામાં આવશે. આ અપડેટ હાલમાં તબક્કાવાર રીતે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.