X (ટ્વિટર)નું નવું ‘અબાઉટ ધીસ એકાઉન્ટ’ ફીચર
ઇલોન મસ્કે બોટ એકાઉન્ટ સામે લડવા લોન્ચ કર્યું ફીચર, જાણો કેવી રીતે કામ કરશે

X નું નવું ‘અબાઉટ ધીસ એકાઉન્ટ’ ફીચર

X નું નવું ‘અબાઉટ ધીસ એકાઉન્ટ’ ફીચર
ઇલોન મસ્કની માલિકીવાળું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) હવે બોટ એકાઉન્ટ્સની સમસ્યા સામે લડવા માટે એક મહત્ત્વપૂર્ણ નવું ફીચર લઈને આવ્યું છે. આ ફીચરનું નામ છે ‘અબાઉટ ધીસ એકાઉન્ટ’ (About This Account).
આ નવી સુવિધાની મદદથી યુઝર્સને અન્ય યુઝરની પ્રોફાઇલ વિશેની મુખ્ય માહિતી સરળતાથી મળી શકશે. તેમાં એકાઉન્ટનું લોકેશન, અત્યાર સુધી કેટલી વાર યુઝરનું નામ બદલવામાં આવ્યું છે, એકાઉન્ટ ક્યારે જોઈન કરવામાં આવ્યું તેની તારીખ અને યુઝરે X એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરી છે, તેની વિગતોનો સમાવેશ થાય છે.
યુઝર્સમાં વિશ્વાસ જગાડવા માટેનું પગલું :
Xના હેડ ઑફ પ્રોડક્ટ નિકિતા બીયર દ્વારા આ ફીચરની જાહેરાત ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે કંપનીનો પ્રાથમિક ઉદ્દેશ યુઝર્સમાં વિશ્વાસ ઊભો કરવાનો છે. આ માહિતી દ્વારા યુઝર્સએ નક્કી કરી શકશે કે તેઓ જે એકાઉન્ટ સાથે વાત કરી રહ્યા છે તે વિશ્વાસપાત્ર છે કે નહીં. જો કોઈ બોટ ખોટા નામનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું હશે, તો આ ફીચર દ્વારા તેની માહિતી પણ યુઝરને મળી જશે
ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?
વેબ અથવા એપ્લિકેશન પર આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે જે-તે પ્રોફાઇલ પર જઈને એકાઉન્ટ ખોલવાની જે તારીખ દર્શાવવામાં આવી હોય, તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતાની સાથે જ યુઝરે ક્યારે પ્લેટફોર્મ જોઈન કર્યું, તે એકાઉન્ટ ક્યાનું છે, અને અત્યાર સુધી યુઝરે કેટલી વાર પોતાનું નામ બદલ્યું છે તેની દરેક માહિતી દેખાશે. યુઝર દ્વારા છેલ્લું નામ ક્યારે બદલવામાં આવ્યું તે પણ જણાવાશે. એટલું જ નહીં, યુઝર એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ક્યારે કનેક્ટ થયા હતા તે પણ દેખાડવામાં આવશે
કસ્ટમાઇઝેશનનો વિકલ્પ :
X દ્વારા યુઝર્સને તેમની માહિતી શેર કરવા માટે કસ્ટમાઇઝેશનનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ વિકલ્પ દ્વારા યુઝર નક્કી કરી શકશે કે તેમણે પોતાનો દેશ બતાવવો છે કે માત્ર ભૌગોલિક લોકેશન. આ સુવિધા હવે દરેક દેશના યુઝર્સ માટે ઉપલબ્ધ છે. અમેરિકાના યુઝર્સ પણ હવે દેશ અથવા ખંડમાંથી કોઈ એકની પસંદગી કરી શકશે. આ પ્લેટફોર્મ એ પણ દર્શાવશે કે જો કોઈ યુઝર માહિતી છુપાવવા માટે VPNનો ઉપયોગ કરી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.