UPIમાં ફેરફાર કરવામાં આવ્યો, પ્રોસેસ વધુ ઝડપથી થશે
PhonePe, Google Pay, Paytm અને અન્ય UPI એપ્સ ઉપર ટ્રાન્ઝેક્શનનો ઘટાડવામાં આવ્યો સમય

ટ્રાન્ઝેક્શન વધુ ઝડપી થશે

ટ્રાન્ઝેક્શન વધુ ઝડપી થશે
UPIમાં આજે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારથી UPI ટ્રાન્ઝેક્શન બમણી ઝડપથી કાર્ય કરશે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા પહેલાથી જ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે જેમાં UPI ટ્રાન્ઝેક્શનનો સમય ઘટાડવામાં આવ્યો છે. તારીખ 16 જૂનથી UPI ટ્રાન્ઝેક્શનનો સમય ઘટાડવામાં આવ્યો છે. UPI ટ્રાન્ઝેક્શનની લિમિટને પહેલાની તુલનામાં અડધી કરવામાં આવી છે. હવે UPI દ્વારા પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં પહેલા કરતા ઓછો સમય લાગશે.
પહેલા UPI ટ્રાન્ઝેક્શનમાં 30 સેકન્ડ જેટલો સમય લાગતો હતો જે હવે અડધો થઈને માત્ર 15 સેકન્ડ સુધીનો સમય લાગશે. જેથી પૈસા મોકલવા અને રિસીવ કરવામાં ઓછો સમય લાગશે.
તમામ UPI પ્લેટફોર્મ જેવા કે PhonePe, Google Pay, Paytm અને અન્ય UPI એપ્સ ઉપર ફેરફાર જોવા મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.