28 દિવસનું રિચાર્જ હવે ભૂલી જશો? TRAIના નવા નિયમમાં શું છે ખાસ?
28 દિવસનું રિચાર્જ કરાવીને કંટાળી ગયા છો? હવે TRAIના નવા નિયમથી શું બદલાશે?

TRAIના નવા નિયમો બાદ 30 દિવસના મોબાઇલ રિચાર્જ અને વોઇસ-એસએમએસ પ્લાનનો વિકલ્પ મળશે

TRAIના નવા નિયમો બાદ 30 દિવસના મોબાઇલ રિચાર્જ અને વોઇસ-એસએમએસ પ્લાનનો વિકલ્પ મળશે
TRAI New Mobile Recharge Rules: મોબાઇલ રિચાર્જ કરાવતા ગ્રાહકો માટે TRAIના નવા નિયમો મહત્વના છે. Telecom Regulatory Authority of India એટલે કે TRAIએ 22 સપ્ટેમ્બર 2026ના રોજ Telecom Consumers Protection (13th Amendment) Regulations, 2026 જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકો માટે વધુ Voice અને SMS-only રિચાર્જ વિકલ્પો ઉપલબ્ધ કરાવવાના રહેશે. તેમાં 30 દિવસ અથવા તેનાથી ઓછી વેલિડિટી ધરાવતા પ્લાનનો પણ સમાવેશ થાય છે.
TRAIના નવા મોબાઇલ રિચાર્જ નિયમોમાં શું બદલાયું?
TRAIના નવા નિયમોનો મુખ્ય હેતુ એવા ગ્રાહકોને વધુ વિકલ્પ આપવાનો છે, જેમને મોબાઇલ ડેટાની જરૂરિયાત ઓછી હોય અથવા તેઓ મુખ્યત્વે કોલિંગ અને SMS માટે મોબાઇલનો ઉપયોગ કરતા હોય. નિયમો અનુસાર, ટેલિકોમ કંપનીઓએ Voice અને SMS-only Special Tariff Voucher એટલે કે STV ઉપલબ્ધ કરાવવાના રહેશે. ટૂંકી વેલિડિટી ધરાવતા Voice, SMS અને Data પ્લાન માટે સંબંધિત Voice અને SMS-only વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવાનો રહેશે. આવા પ્લાનના ટેરિફમાં યોગ્ય ઘટાડો કરવાની જોગવાઈ પણ છે.
30 દિવસનું રિચાર્જ કેવી રીતે કામ કરશે?
નવા નિયમોમાં 30 દિવસ અથવા તેનાથી ઓછી વેલિડિટી ધરાવતા Voice અને SMS-only પ્લાન માટે જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, ગ્રાહકો માટે એવો વિકલ્પ પણ રાખવાનો છે જે દર મહિને એક જ તારીખે રિન્યૂ થઈ શકે. જો કોઈ મહિનામાં રિન્યૂઅલની નિર્ધારિત તારીખ ઉપલબ્ધ ન હોય, તો તે મહિનાના છેલ્લા દિવસે રિન્યૂઅલ કરવામાં આવશે. અહીં ધ્યાનમાં રાખવાની મહત્વની બાબત એ છે કે દરેક હાલનો 28 દિવસનો રિચાર્જ પ્લાન આપમેળે 30 દિવસનો થઈ જશે એવું નથી. Jio, Airtel, Vi અને BSNL જેવી ટેલિકોમ કંપનીઓએ TRAIના નવા નિયમો અનુસાર યોગ્ય પ્લાન ઉપલબ્ધ કરાવવાના રહેશે.
28 દિવસના રિચાર્જનો મુદ્દો કેમ મહત્વનો છે?
ઘણા માસિક મોબાઇલ રિચાર્જ 28 દિવસની વેલિડિટી ધરાવતા હોવાથી સતત સેવા જાળવવા માટે 12 મહિનામાં 13 રિચાર્જ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ મુદ્દો રાજ્યસભામાં સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ ઉઠાવ્યો હતો. તેમણે 28 દિવસની રિચાર્જ વેલિડિટી અને ડેટાની જરૂરિયાત ન ધરાવતા ગ્રાહકો માટે વધુ સસ્તા વિકલ્પો અંગે સવાલો કર્યા હતા. નવા TRAI નિયમો બાદ તેમણે આ ફેરફારનું સ્વાગત કર્યું છે.
કોને મળશે Voice અને SMS-only રિચાર્જનો ફાયદો?
મોબાઇલ ડેટાનો ઓછો ઉપયોગ કરતા ગ્રાહકો માટે Voice અને SMS-only પ્લાન ઉપયોગી બની શકે છે. ખાસ કરીને ફીચર ફોન વપરાશકર્તા, વરિષ્ઠ નાગરિકો, સેકન્ડરી SIM રાખતા ગ્રાહકો અને માત્ર કોલિંગ માટે મોબાઇલનો ઉપયોગ કરતા લોકો માટે આવા વિકલ્પો મહત્વના બની શકે છે.
Jio, Airtel, Vi અને BSNLના રિચાર્જ પ્લાનમાં શું બદલાશે?
હવે ગ્રાહકોની નજર Jio, Airtel, Vi અને BSNLના નવા રિચાર્જ પ્લાન પર રહેશે. નવા નિયમો હેઠળ કંપનીઓએ વેલિડિટી, Voice અને SMS-only વિકલ્પો તથા સંબંધિત ટેરિફ અંગે TRAIની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. ગ્રાહકો માટે હવે રિચાર્જ કરાવતા સમયે માત્ર કિંમત નહીં, પરંતુ પ્લાનની વેલિડિટી, કોલિંગ, SMS અને ડેટાની જરૂરિયાત પણ તપાસવી મહત્વપૂર્ણ રહેશે. TRAIના નવા મોબાઇલ રિચાર્જ નિયમોથી ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે વધુ વિકલ્પો મળવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

OpenAIના AI એજન્ટની એવી હરકતો સામે આવી કે કંપનીએ તપાસ શરૂ કરવી પડી

એક અબજ લોકોના મોત? બિલ ગેટ્સે AI વિશે આવું કેમ કહ્યું?

Facebookના User Data, Privacy અને Misinformationને લઈને ચાલેલા કેસમાં જ્યુરીએ 43 મિલિયનથી વધુ ઉલ્લંઘન શોધી કાઢ્યા