સેમસંગ લાવી રહ્યું છે નવો વાઇડ-ફોલ્ડ સ્માર્ટફોન
એપલ આઇફોન ફોલ્ડને ટક્કર આપવા સેમસંગે શરૂ કરી તૈયારી

સેમસંગ વાઇડ ફોલ્ડ સ્માર્ટફોન

સેમસંગ વાઇડ ફોલ્ડ સ્માર્ટફોન
સ્માર્ટફોન માર્કેટમાં ફોલ્ડેબલ ડિવાઇસનો ક્રેઝ વધી રહ્યો છે. ટેક જાયન્ટ સેમસંગ હવે તેના આગામી ફોલ્ડેબલ ફોન માટે એક નવો અભિગમ અપનાવી રહ્યું છે, જેને ‘વાઇડ-ફોલ્ડ’ કોડનેમ આપવામાં આવ્યું છે. આ ફોન બજારમાં ઉપલબ્ધ વર્તમાન મોડલ્સ કરતા અલગ હશે, કારણ કે તેની ડિઝાઇન પહોળાઈમાં વધુ અને ઊંચાઈમાં ઓછી રાખવામાં આવી છે.
શું છે આ વાઇડ-ફોલ્ડની વિશેષતા?
સેમસંગના આ નવા મોડલની ખાસિયત તેની ડિસ્પ્લે સાઈઝ અને રેશિયો છે. રિપોર્ટ્સ મુજબ, આ ફોનની અંદરની મુખ્ય સ્ક્રીન 7.6 ઇંચની હશે, જ્યારે બહારની કવર સ્ક્રીન 5.4 ઇંચની હોઈ શકે છે. આ ફોનનો લુક અને ફીલ એક નાનકડા પાસપોર્ટ જેવો હશે. તેનો એસ્પેક્ટ રેશિયો 4:3 રાખવામાં આવ્યો છે, જે વેબ બ્રાઉઝિંગ, રીડિંગ અને વીડિયો જોવાનો અનુભવ વધુ બહેતર બનાવશે. સેમસંગ આ ડિવાઇસને 2026માં એપલના ફોલ્ડેબલ આઇફોનની આસપાસ જ લોન્ચ કરે તેવી શક્યતા છે.
એપ ડેવલપર્સ માટે ખુશખબર :
અત્યાર સુધી ફોલ્ડેબલ ફોન માટે એપ્સ બનાવવી ડેવલપર્સ માટે પડકારજનક હતી, કારણ કે અલગ-અલગ સ્ક્રીન સાઈઝ મુજબ એપને ઓપ્ટિમાઈઝ કરવી પડતી હતી. જોકે, સેમસંગના 4:3 એસ્પેક્ટ રેશિયોને કારણે ડેવલપર્સ માટે એપ ડિઝાઇન કરવાનું કામ સરળ બનશે. આ રેશિયો સ્ટાન્ડર્ડ હોવાથી યુઝર્સને તમામ એપ્સમાં એકસરખો અને સ્મૂધ અનુભવ મળશે. આ સાથે જ કંપની 'વાઇડ-ફ્લિપ' મોડલ પર પણ વિચાર કરી રહી હોવાની ચર્ચા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.