નવા અપડેટ પછી ઇન્સ્ટાગ્રામમાં હેશટેગ્સ નહીં??
મેટાએ ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી, હેશટેગનો વપરાશ ધટશે..

ઇન્સ્ટાગ્રામનું નવું અપડેટ

ઇન્સ્ટાગ્રામનું નવું અપડેટ
સોશિયલ મીડિયા જાયન્ટ ઇન્સ્ટાગ્રામે શુક્રવારે તેના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ડિસ્કવરી એટલે કે પોસ્ટ વધુ લોકો સુધી પહોંચાડવાની રીતમાં મોટો ફેરફાર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ હવે પોસ્ટ કે રીલ્સમાં વાપરવામાં આવતા હેશટેગને લઈને એક અપડેટ જાહેર કર્યું છે. હવે ઇન્સ્ટાગ્રામ તેના હેશટેગ્સની સંખ્યા મર્યાદિત કરી રહ્યું છે.
અત્યાર સુધી યુઝર્સ એક પોસ્ટમાં 30 હેશટેગનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે આ મર્યાદા ઘટાડીને માત્ર 5 કરી દેવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામનું માનવું છે કે અપ્રસ્તુત અને અસંખ્ય હેશટેગ વાપરવાથી પોસ્ટની ગુણવત્તા ઘટે છે અને તે સ્પામ જેવું લાગે છે.
શા માટે લેવાયો આ નિર્ણય? મેટાની માલિકી ધરાવતી કંપનીએ તેના સત્તાવાર 'ક્રિએટર્સ' એકાઉન્ટ દ્વારા જણાવ્યું હતું કે, "અમારા સર્વેમાં જાણવા મળ્યું છે કે 30 સામાન્ય હેશટેગ કરતા ૫ ચોક્કસ અને વિષયને અનુરૂપ હેશટેગ વાપરવાથી કન્ટેન્ટનું પરફોર્મન્સ સુધરે છે."
ઇન્સ્ટાગ્રામ ઇચ્છે છે કે ક્રિએટર્સ તેમના કન્ટેન્ટને વધુ ગંભીરતાથી લે અને માત્ર તે જ હેશટેગનો ઉપયોગ કરે જે ખરેખર વિષય સાથે સંબંધિત હોય. ઉદાહરણ તરીકે, જો કોઈ બ્યુટી ટિપ્સની રીલ હોય, તો તેમાં માત્ર સુંદરતા સંબંધિત ૫ હેશટેગ વાપરવાથી તે સાચા ઓડિયન્સ સુધી ઝડપથી પહોંચશે.
સામાન્ય હેશટેગ હવે નકામા મોટાભાગના યુઝર્સ પોતાની રીલ્સ વાયરલ કરવા માટે #reels, #explore અથવા #trending જેવા જેનરિક હેશટેગનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. ઇન્સ્ટાગ્રામના મતે, આવા હેશટેગ વાપરવાથી પોસ્ટ એક્સપ્લોર ફીડમાં આવવામાં કોઈ મદદ મળતી નથી, ઉલટું તે અલ્ગોરિધમને મૂંઝવણમાં મૂકી શકે છે અને કન્ટેન્ટની રીચ ઘટાડી શકે છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે હેશટેગનો દુરુપયોગ રોકવા માટે આ કડક મર્યાદા આજથી જ લાગુ કરી દેવામાં આવી છે.
ક્રિએટર્સ પર શું અસર પડશે? વર્ષ ૨૦૧૧માં શરૂ થયેલું હેશટેગ ફીચર અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામની ઓળખ રહ્યું છે. અગાઉ એવા અહેવાલ હતા કે કંપની માત્ર ૩ હેશટેગની મર્યાદા રાખશે, પરંતુ હાલમાં ૫ હેશટેગ નક્કી કરવામાં આવ્યા છે.
આ નિર્ણયથી નાના ક્રિએટર્સને ફાયદો થઈ શકે છે કારણ કે હવે સ્પામ કન્ટેન્ટને બદલે ગુણવત્તાસભર કન્ટેન્ટને પ્રાધાન્ય મળશે. જો તમે પણ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ હોવ, તો હવેથી લાંબી હેશટેગ લિસ્ટને બદલે માત્ર ૫ મહત્વના શબ્દો પસંદ કરવા અનિવાર્ય બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.