મોબાઈલ કે વાયફાઈ: કયું રેડિએશન વધુ ખતરનાક?
નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ ઉપયોગ કરવામાં આવે તો બંને રેડિએશનથી આરોગ્ય પર અસર નહી
હેડફોન અથવા સ્પીકર વાપરી મોબાઈલ માથાથી દૂર રાખવો, વાઈફાઈ રાઉટર રાત્રે બંધ કરવું હિતાવહ
હેડફોન અથવા સ્પીકર વાપરી મોબાઈલ માથાથી દૂર રાખવો, વાઈફાઈ રાઉટર રાત્રે બંધ કરવું હિતાવહ
વાઈફાઈ અને મોબાઈલ રેડિએશન બંનેની તુલના કરવી રસપ્રદ છે. કારણ કે બંનેના રેડિએશન અંગે ઘણી ગેર માન્યતાઓ પ્રવર્તે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ, બંનેમાંથી કયું વધુ ખતરનાક છે તે સમજવું જરૂરી છે.
વાઈફાઈ અને મોબાઈલ રેડિએશનની તુલના
વાઈફાઈ અને મોબાઈલ ફોન બંને બિન-આયોનાઇઝિંગ રેડિયેશન (non-ionizing radiation) નો ઉપયોગ કરે છે. જેનો અર્થ એ થાય કે તેમાં તેટલી ઊર્જા નથી કે તે DNA ને સીધું નુકસાન પહોંચાડી શકે. જો કે, તેમની શક્તિ અને સંપર્કના સમયમાં ઘણો મોટો તફાવત છે:
મોબાઈલ ફોન
આપણે જ્યારે ફોન પર વાત કરીએ છીએ, ત્યારે તે આપણા કાન અને માથાની ખૂબ નજીક હોય છે. ફોન ટાવરથી સિગ્નલ મેળવવા માટે વધુ શક્તિનો ઉપયોગ કરે છે. ખાસ કરીને જ્યારે સિગ્નલ નબળું હોય ત્યારે સિગ્નલ આપણા શરીરના નજીકના ભાગો દ્વારા સીધા શોષાઈ શકે છે.
વાઈફાઈ રાઉટર
વાઈફાઈ રાઉટર સામાન્ય રીતે આપણાથી થોડા અંતરે મૂકવામાં આવે છે. મોબાઈલ ફોન કરતાં તેની રેડિએશનની શક્તિ ખૂબ ઓછી હોય છે. જેમ જેમ તમે રાઉટરથી દૂર જાઓ તેમ રેડિએશનની શક્તિ ઝડપથી ઘટી જાય છે.
કયું વધુ ખતરનાક?
સામાન્ય રીતે મોબાઈલ ફોનનું રેડિએશન વાઈફાઈ કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે. તેના મુખ્ય કારણો આ મુજબ છે:
નજીકનો સંપર્ક: આપણે મોબાઈલ ફોનને કલાકો સુધી આપણા કાન, માથા અથવા ખિસ્સામાં શરીરની ખૂબ નજીક રાખીએ છીએ, જેના કારણે રેડિએશનનો સીધો સંપર્ક થાય છે.
ઊંચી શક્તિ: મોબાઈલ ફોન ખાસ કરીને જ્યારે સિગ્નલ નબળું હોય ત્યારે ટાવર સાથે જોડાવા માટે વધુ શક્તિનો ઉપયોગ કરે છે. તેનાથી રેડિએશનનું પ્રમાણ વધી જાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને અન્ય સંસ્થાઓના અભ્યાસ દર્શાવે છે કે, હાલના વૈજ્ઞાનિક પુરાવાઓ મુજબ બંને પ્રકારના રેડિયેશનથી આરોગ્ય પર કોઈ ગંભીર અસર થતી નથી. જ્યાં સુધી તેનો ઉપયોગ નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ કરવામાં આવે.
તેમ છતાં મોબાઈલ ફોન કે વાઈફાઈના ઉપયોગની સાવચેતી રાખવી હંમેશા સારી છે. તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે હેડફોન અથવા સ્પીકરનો ઉપયોગ કરીને માથાથી દૂર રાખી શકો છો. વાઈફાઈ રાઉટરને રાત્રે બંધ કરી દેવું અથવા તેને બેડરૂમથી દૂર રાખવું પણ હિતાવહ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.