મેટાની નવી પોલિસી: ફેસબુક પર કોપી કન્ટેન્ટ પર રોક
Facebook પર ઓરિજિનલ સર્જકોની સુરક્ષા માટે નવું ડેશબોર્ડ લોન્ચ

ફેસબુક નવું કન્ટેન્ટ ડેશબોર્ડ

ફેસબુક નવું કન્ટેન્ટ ડેશબોર્ડ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છેલ્લા કેટલાક સમયથી કોપી કરેલી સામગ્રી અને ખોટી માહિતીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આ સમસ્યાને ડામવા માટે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ ફેસબુક માટે નવા એડવાન્સ ટૂલ્સ અને અપડેટેડ કન્ટેન્ટ માર્ગદર્શિકા રજૂ કરી છે, જેનો મુખ્ય હેતુ અસલી સર્જકોના હિતોનું રક્ષણ કરવાનો છે.
સેન્ટ્રલાઇઝ્ડ ડેશબોર્ડ: રિપોર્ટિંગ બન્યું સરળ
મેટાએ ફેસબુક પર સર્જકો માટે એક ખાસ કેન્દ્રીયકૃત ડેશબોર્ડ લોન્ચ કર્યું છે. આ સુવિધા દ્વારા સર્જકો હવે તેમના નામ હેઠળ અથવા તેમની પરવાનગી વગર પોસ્ટ કરવામાં આવતી નકલ કરેલી સામગ્રીને સરળતાથી શોધી શકશે. અગાઉ, જો કોઈ સર્જકની સામગ્રી અનેક જગ્યાએ કોપી થઈ હોય, તો તેમણે દરેક પોસ્ટ માટે અલગથી રિપોર્ટ કરવો પડતો હતો. હવે આ નવા ડેશબોર્ડની મદદથી સર્જકો એક જ જગ્યાએથી ઘણી બધી ફરિયાદો એકસાથે નોંધી શકશે, જેનાથી રિપોર્ટિંગ પ્રક્રિયા ઝડપી અને વધુ અસરકારક બનશે.
ઓરિજિનલ કન્ટેન્ટની નવી વ્યાખ્યા :
કંપનીએ સાચું અને ઓરિજિનલ કન્ટેન્ટ કોને ગણવું તેની વ્યાખ્યામાં પણ ફેરફાર કર્યો છે. હવે માત્ર એ જ વીડિયો કે પોસ્ટને મૂળ ગણવામાં આવશે જે સર્જક દ્વારા સીધી રીતે શૂટ અથવા પ્રોડ્યુસ કરવામાં આવી હોય. જોકે, ફેસબુક એવા રીલ્સ કે વીડિયોને પ્રોત્સાહન આપશે જે કોઈ અન્ય કન્ટેન્ટનો ઉપયોગ કરીને તેમાં ચર્ચા, પ્રતિક્રિયા અથવા વધારાની મૂલ્યવાન માહિતી ઉમેરે છે (રિમિક્સ ફોર્મેટ). આ ફેરફાર પાછળનો હેતુ પ્લેટફોર્મ પર 'ક્રિએટિવિટી' વધારવાનો અને માત્ર 'કોપી-પેસ્ટ' ઘટાડવાનો છે.
AI અને ડીપફેકનો પડકાર :
જોકે આ નવા ટૂલ્સ ડુપ્લિકેટ સામગ્રીને પકડવામાં સક્ષમ છે, પરંતુ મેટા માટે AI-જનરેટેડ ડીપફેક વીડિયો હજુ પણ એક મોટો પડકાર છે. જો કોઈ સર્જકની ઓળખ ચોરીને AI દ્વારા ખોટી વિગતો ફેલાવવામાં આવે, તો તેને સંપૂર્ણપણે ઓળખવી હાલમાં મુશ્કેલ છે. તેમ છતાં, યુઝર્સની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને મેટાએ સ્પામ અને AI દ્વારા ફેલાવવામાં આવતા ખોટા કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે.
ફેસબુક માર્કેટપ્લેસમાં મેટા AI ની એન્ટ્રી :
માત્ર કન્ટેન્ટ જ નહીં, પણ વ્યાપારિક સુવિધા માટે પણ મેટાએ ફેરફારો કર્યા છે. Facebook Marketplace માં હવે વેચાણકર્તાઓ મેટા AI નો ઉપયોગ કરી શકશે. જ્યારે પણ કોઈ ગ્રાહક પ્રોડક્ટની ઉપલબ્ધતા વિશે પૂછશે, ત્યારે AI આપમેળે લિસ્ટિંગની વિગતો ચકાસીને જવાબ તૈયાર કરી આપશે. આમાં કિંમત, લોકેશન અને પિકઅપ પોઈન્ટ જેવી માહિતીનો સમાવેશ હશે, જે ખરીદ-વેચાણની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.