ફેસબુક માર્કેટપ્લેસમાં Meta AI: હવે ખરીદ-વેચાણ સરળ
મેટાએ માર્કેટપ્લેસ માટે લોન્ચ કર્યું નવું AI ફીચર,ઓટો-રિપ્લાય અને પ્રાઈસ સજેશન જેવી સુવિધા

ફેસબુક માર્કેટપ્લેસ AI ફીચર્સ

ફેસબુક માર્કેટપ્લેસ AI ફીચર્સ
સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) તેના પ્લેટફોર્મ્સને વધુ સ્માર્ટ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ફેસબુક માર્કેટપ્લેસનો ઉપયોગ કરતા કરોડો વપરાશકર્તાઓ માટે હવે એક મોટા સમાચાર આવ્યા છે. મેટાએ માર્કેટપ્લેસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવા ફીચર્સ ઉમેરવાની જાહેરાત કરી છે, જે વેચનાર (Sellers) અને ખરીદનાર (Buyers) બંનેનો અનુભવ બદલી નાખશે.
ઓટો-રિપ્લાય: વેચનારનો સમય બચશે
માર્કેટપ્લેસ પર જ્યારે પણ કોઈ પ્રોડક્ટ લિસ્ટ થાય છે, ત્યારે વેચનારને સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છે, "શું આ વસ્તુ હજુ ઉપલબ્ધ છે?" હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે વેચનારે મેન્યુઅલી ટાઈપ કરવાની જરૂર નહીં પડે. Meta AI પ્રોડક્ટના વર્ણન, કિંમત અને ઉપલબ્ધતાના આધારે આપમેળે સચોટ જવાબ તૈયાર કરી દેશે. વેચનાર આ જવાબનો પ્રીવ્યુ જોઈ શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે. આનાથી ઝડપી પ્રતિસાદ મળશે અને વેચાણ થવાની શક્યતા વધશે.
ફોટો જોઈને કિંમત અને વિગતો નક્કી કરશે AI :
નવા ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારે વેચનાર કોઈ પ્રોડક્ટનો ફોટો અપલોડ કરશે, ત્યારે AI તે તસવીરનું વિશ્લેષણ કરીને પ્રોડક્ટ વિશેની પાયાની વિગતો આપમેળે ભરી દેશે. એટલું જ નહીં, આસપાસના વિસ્તારમાં તે જ પ્રકારની પ્રોડક્ટ્સ કઈ કિંમતે વેચાઈ રહી છે, તેના આધારે AI કિંમતનું સૂચન પણ આપશે. આ સુવિધાથી નવા વેચનારાઓને બજાર ભાવ સમજવામાં સરળતા રહેશે.
ખરીદદારો માટે વિશ્વાસ વધારતી સુવિધાઓ :
માર્કેટપ્લેસ પર છેતરપિંડી રોકવા અને પારદર્શકતા વધારવા માટે ખરીદદારોને હવે વેચનારની પ્રોફાઇલનો ટૂંકો સારાંશ ટોચ પર જ જોવા મળશે. જેમાં વેચનાર કેટલા સમયથી ફેસબુક પર છે, તેમના મિત્રોની સંખ્યા, ભૂતકાળની પ્રવૃત્તિ અને અન્ય યુઝર્સ દ્વારા આપવામાં આવેલી રેટિંગ જેવી વિગતો સામેલ હશે. આ માહિતીના આધારે ખરીદદારો નક્કી કરી શકશે કે વેચનાર કેટલા વિશ્વસનીય છે.
શિપિંગ અને ટ્રેકિંગ હવે વધુ સરળ :
વેચનારાઓ માટે હવે શિપિંગ પ્રક્રિયાને પણ ડિજિટલાઈઝ કરવામાં આવી છે. મેટાએ પ્રી-પેઇડ શિપિંગ લેબલ બનાવવાની અને ઓર્ડર ટ્રેકિંગ માટે ખાસ ડેશબોર્ડની સુવિધા આપી છે. આનાથી વેચનાર પોતાના ઓર્ડરની સ્થિતિ જાણી શકશે અને ખરીદનારને સમયસર ડિલિવરી મળી શકશે.
ફેસબુક માર્કેટપ્લેસમાં આવેલા આ ફેરફારો દર્શાવે છે કે મેટા હવે ઈ-કોમર્સ ક્ષેત્રે એમેઝોન અને ઓએલએક્સ (OLX) જેવા પ્લેટફોર્મ્સને ટક્કર આપવા માટે સજ્જ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.