ISRO ના 100માં મિશનને લાગ્યો ધક્કો, સર્જાઇ ટેકનિકલ ખામી
નેવિગેશન સેટેલાઈટમાં આવી સમસ્યા

isroનું ટેન્શન વધ્યું વર્ષના પહેલા સ્પેસ મિશનમાં આવી મોટી સમસ્યા

isroનું ટેન્શન વધ્યું વર્ષના પહેલા સ્પેસ મિશનમાં આવી મોટી સમસ્યા
ISROએ હાલમાં જ પોતાનું 100મું મિશન લોન્ચ કર્યુ હતું. જો કે આ મિશન અંગે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મિશનમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ સામે આવી છે. મિશનમાં ઓર્બિટ વધારવા માટે સેટેલાઈટના એન્જિનમાં ઓક્સીડાઈઝર પહોંચાડનારો વાલ્વ ખુલી શક્યો નહીં, જેા કારણે તેની ઊંચાઈ વધી ગઈ અને આગળ થનારી કામગીરીમાં મુશ્કેલી પેદા થઈ. આ સેટેલાઈટ યુઆર રાવ સેટેલાઈટ સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેને જિયોસ્ટેશનરી કક્ષામાં સ્થાપિત કરવાનો હતો. જો કે તેના તરલ ઈંધણ એન્જિનમાં આવેલી ખરાબીના કારણે હવે તેને નિર્ધારિત કક્ષામાં મોકલવામાં મુશ્કેલી આવી રહી છે.
બુધવારે સવારે 6.23 વાગે ઈસરોએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી જીએસએલવી-એફ15 રોકેટ દ્વારા એનવીએસ-02ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ મિશન ઈસરોના નવા અધ્યક્ષ વી નારાયણન માટે પણ મહત્વપૂર્ણ હતું. કારણ કે તેમના નેતૃત્વમાં આ પહેલું લોન્ચિંગ હતું. આ મિશન ઈસરોનું આ વર્ષનું પ્રથમ પ્રમુખ મિશન પણ છે. જો કે ટેક્નિકલ ખરાબીના કારણે મિશનની સફળતા શંકાના ઘેરામાં આવી ગઈ છે.
ઇસરોના વૈજ્ઞાનિક આ સેટેલાઇટનો બીજો કોઈ ઉપયોગ શોધવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જે કામ માટે તેને મોકલવામાં આવ્યો હતો તે હવે થાય એવું શક્ય નથી. ઈસરોના જણાવ્યાં મુજબ સેટેલાઈટ સુરક્ષિત છે અને હાલ એક અંડાકાર કક્ષામાં ચક્કર લગાવી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.