સાયબર હુમલા સામે ગૂગલ ક્રોમે જાહેર કરી વોર્નિંગ
હેકર્સ તમારા સિસ્ટમને ટાર્ગેટ કરે તે પહેલા આટલું કરી લો અને મેલિશિયસ કોડથી દૂર રહો

સાયબર હુમલા સામે ગૂગલ ક્રોમે જાહેર કરી વોર્નિંગ

સાયબર હુમલા સામે ગૂગલ ક્રોમે જાહેર કરી વોર્નિંગ
દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વેબ બ્રાઉઝર ગૂગલ ક્રોમ છે જેમાં એક ગંભીર સુરક્ષા અભાવ મળી આવ્યો છે, જેના પગલે ગૂગલે યુઝર્સ માટે તાત્કાલિક સુરક્ષા વોર્નિંગ જાહેર કરી છે. આ ખામીને 'ઝીરો-ડે ફ્લો' તરીકે લેબલ કરવામાં આવી છે અને તેનો કોડ CVE-2025-13223 છે.
'ઝીરો-ડે ફ્લો'નો અર્થ છે કે આ ખામી વિશે ગૂગલને જાણ થાય તે પહેલાં જ હેકર્સ તેનો ફાયદો ઉઠાવીને હુમલાઓ શરૂ કરી ચૂક્યા હતા. ગૂગલના થ્રેટ એનાલિસિસ ગ્રુપે 12 નવેમ્બરે આ બગની ઓળખ કરી હતી અને આ વર્ષનો આ સાતમો 'ઝીરો-ડે ફ્લો' છે.
V8 જાવાસ્ક્રિપ્ટ એન્જિનમાં મળી ખામી
સુરક્ષા ખામી ક્રોમના V8 જાવાસ્ક્રિપ્ટ એન્જિનમાં મળી છે. આ એન્જિન બ્રાઉઝર એક્ઝિક્યુશન દરમિયાન અમુક પ્રકારના ડેટાને ખોટી રીતે વાંચે છે. આનાથી મેમરી કરપ્ટ થઈ શકે છે, જેનો ફાયદો ઉઠાવીને અટેકર્સ ટાર્ગેટ કરેલા ડિવાઇસમાં મેલિશિયસ કોડ રન કરી શકે છે. ગૂગલે પુષ્ટિ કરી છે કે આ ખામી જૂના ક્રોમ વર્ઝનને અસર કરી રહી છે અને હેકર્સ આ ખામીનો સક્રિયપણે લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
યુઝર્સ માટે તાત્કાલિક અપડેટ જરૂરી
વધતા સાઇબર હુમલાઓ અને આ ગંભીર સુરક્ષા ખામીથી બચવા માટે ગૂગલે તાત્કાલિક સિક્યોરિટી પેચ જાહેર કરી દીધો છે. ગૂગલ સતત ક્રોમની સુરક્ષાને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યું છે અને આ નવા અપડેટને યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે.
તમામ ક્રોમ યુઝર્સને ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે કે જો તેમને ક્રોમમાં કોઈ અપડેટ પેન્ડિંગ દેખાઈ રહી હોય, તો તેને તરત જ ઇન્સ્ટોલ કરી લે અને બ્રાઉઝરને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરી લે. નિયમિતપણે એપ્સ અને બ્રાઉઝરને અપડેટ કરવું એ સાઇબર સુરક્ષા માટે અનિવાર્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.