ગૂગલે ઇન્ડિયામાં એન્ડ્રોઇડ માટે ELSની જાહેરાત કરી
112 પર કોલ કરતા જ પોલીસને મળશે તમારું સચોટ લોકેશન, યુપી બન્યું પ્રથમ રાજ્ય

ગૂગલની ઇન્ડિયામાં ELSની જાહેરાત

ગૂગલની ઇન્ડિયામાં ELSની જાહેરાત
ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સની સુરક્ષા માટે ગૂગલે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. ગૂગલે સત્તાવાર રીતે ‘ઇમરજન્સી લોકેશન સર્વિસ’ (ELS) સક્રિય કરવાની જાહેરાત કરી છે.
આ ટેકનોલોજીનો હેતુ કટોકટીના સમયે મદદ મેળવવા ઈચ્છતી વ્યક્તિનું સચોટ લોકેશન તંત્ર સુધી પહોંચાડવાનો છે. ઉત્તર પ્રદેશ ભારતનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે આ ટેકનોલોજીને પોતાની '112' ઇમરજન્સી સેવા સાથે સંપૂર્ણપણે જોડી દીધી છે. ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ રોલ આઉટ થશે.
કેવી રીતે કામ કરશે?
ઇમરજન્સી લોકેશન સર્વિસ એ એન્ડ્રોઇડ ફોનમાં પહેલેથી જ ઉપલબ્ધ એક ઇન-બિલ્ટ ફીચર છે. જ્યારે કોઈ વ્યક્તિ 112 નંબર પર ઇમરજન્સી કોલ કરે છે અથવા એસએમએસ મોકલે છે, ત્યારે આ સિસ્ટમ આપમેળે ફોનનું ચોક્કસ લોકેશન કંટ્રોલ રૂમને મોકલી આપે છે.
આ માટે જીપીએસ (GPS), વાઈ-ફાઈ (Wi-Fi) અને મોબાઈલ નેટવર્ક સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી 50 મીટરની અંદરનું સચોટ લોકેશન જાણી શકાય છે.
પ્રાઈવસી અને સુરક્ષાનું પૂરતું ધ્યાન ગૂગલે સ્પષ્ટતા કરી છે કે આ સેવા સંપૂર્ણપણે મફત છે અને તેના માટે કોઈ વધારાની એપ કે હાર્ડવેરની જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે, આ સર્વિસ માત્ર ઇમરજન્સી કોલ દરમિયાન જ સક્રિય થાય છે. યુઝરની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને, ગૂગલ આ ડેટા પોતાની પાસે સ્ટોર કરતું નથી કે એકત્રિત કરતું નથી; લોકેશન ડાયરેક્ટ ઇમરજન્સી રિસ્પોન્ડર્સ સુધી પહોંચાડવામાં આવે છે.
સફળ ટ્રાયલ અને ઉપલબ્ધતા ભારતમાં લોન્ચિંગ પહેલા ઉત્તર પ્રદેશમાં આ ટેકનોલોજીનું લાંબુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ દરમિયાન અંદાજે 2 કરોડથી વધુ ઈમરજન્સી કોલ્સ અને મેસેજ હેન્ડલ કરવામાં આવ્યા હતા.
ઘણી વખત કોલ ડિસ્કનેક્ટ થઈ જવા છતાં, સિસ્ટમે સફળતાપૂર્વક લોકેશન ટ્રેક કર્યું હતું. આ સુવિધા એન્ડ્રોઇડ 6.0 કે તેનાથી ઉપરના તમામ વર્ઝન ધરાવતા ફોનમાં ઉપલબ્ધ રહેશે.
આ ટેકનોલોજી આવવાથી હવે દુર્ગમ વિસ્તારોમાં અથવા અજાણ્યા સ્થળોએ ફસાયેલા લોકો સુધી પોલીસ, એમ્બ્યુલન્સ કે ફાયર સર્વિસ વધુ ઝડપથી પહોંચી શકશે, જે અનેક લોકોના જીવ બચાવવામાં મદદરૂપ સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.