વિકિપીડિયા જેવી હવે એલોન મસ્કની 'ગ્રોકિપીડિયા'!
'ગ્રોકિપીડિયા' લોન્ચ: મસ્કનો દાવો – આ પ્લેટફોર્મ વિકિપીડિયા કરતાં 10 ગણું સારું!

એલોન મસ્કની 'ગ્રોકિપીડિયા' લોન્ચ

એલોન મસ્કની 'ગ્રોકિપીડિયા' લોન્ચ
ટેક જગતના દિગ્ગજ એલોન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની xAIએ આખરે પોતાનો ઓનલાઈન જ્ઞાનકોષ 'ગ્રોકિપીડિયા' લોન્ચ કર્યો છે. મસ્કે દાવો કર્યો છે કે આ 'ઓપન સોર્સ નોલેજ રિપોઝિટરી' માહિતીના ક્ષેત્રમાં વિકિપીડિયા કરતાં પણ શ્રેષ્ઠ સાબિત થશે.
મુખ્ય ઉદ્દેશ શું?
એલોન મસ્કે વર્ષોથી વિકિપીડિયાની ટીકા કરી છે. તેમનો આક્ષેપ છે કે આ પ્લેટફોર્મ "far-left activists દ્વારા નિયંત્રિત" છે અને તે "વૉક માઇન્ડ વાયરસ" ફેલાવી રહ્યું છે. આ પક્ષપાતનો સામનો કરવા માટે, મસ્કે AI-સંચાલિત ગ્રોકિપીડિયા બનાવવાનો નિર્ણય લીધો.
વિકિપીડિયાના માનવ સંપાદકો દ્વારા થતા કથિત વૈચારિક પક્ષપાતથી મુક્ત રહીને "સત્ય, સંપૂર્ણ સત્ય અને માત્ર સત્ય" રજૂ કરવું, એ ગ્રોકિપીડિયાનો મુખ્ય ધ્યેય છે, જેવું મસ્કે 'X' પર જણાવ્યું છે. આ પ્લેટફોર્મ હાલમાં 8,85,000 કરતાં વધુ એન્ટ્રીઓ સાથે 'વર્ઝન 0.1' માં લાઇવ છે અને મસ્કનો દાવો છે કે 'વર્ઝન 1.0' 10 ગણું વધુ સારું હશે.
AI-ડ્રિવન પ્લેટફોર્મ
ગ્રોકિપીડિયાનું સંચાલન સંપૂર્ણપણે xAIના ગ્રોક AI ચેટબોટ દ્વારા થાય છે. ગ્રોક AI માહિતીની શોધ કરે છે, તેનું વિશ્લેષણ કરે છે, અને પછી અંતિમ પૃષ્ઠ બનાવે છે. આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે ઓપન સોર્સ છે.
જોકે, મસ્ક માટે આ માત્ર વિકિપીડિયા સાથેની સ્પર્ધા નથી. તેમણે 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ગ્રોકિપીડિયા "બ્રહ્માંડને સમજવાના xAI ના લક્ષ્ય તરફનું એક આવશ્યક પગલું" છે. AI દ્વારા ફેક્ટ-ચેકિંગ અને માહિતીનું વર્ગીકરણ કરવાની આ પહેલ, AI ટેક્નોલોજીના ભવિષ્ય માટે એક મોટો પડકાર અને પ્રયોગ છે. મસ્કે સ્વીકાર્યું છે કે "અમે ક્યારેય સંપૂર્ણ નહીં હોઈએ, પરંતુ અમે તેમ છતાં તે લક્ષ્ય તરફ પ્રયત્નશીલ રહીશું."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.

OpenAIએ વકીલો અને Law Firms માટે Astra for Law લોન્ચ કર્યું છે. GPT-6 Astra આધારિત આ Legal AI કાનૂની સંશોધન, કેસ વિશ્લેષણ અને Legal Draftingમાં કેવી રીતે મદદ કરશે? જાણો તેના ખાસ ફીચર્સ અને સંપૂર્ણ માહિતી.