ડિજિટલ સુરક્ષા: આજથી 'સિમ બાઈન્ડિંગ' નિયમ લાગુ
વોટ્સએપ અને ટેલિગ્રામના કરોડો એકાઉન્ટ્સ પર ખતરો; ફોનમાં એક્ટિવ સિમ કાર્ડ હોવું હવે અનિવાર્

જાણો આજથી શુ બદલાશે નિયમ

જાણો આજથી શુ બદલાશે નિયમ
ભારત સરકાર દ્વારા ડિજિટલ સુરક્ષા અને સાયબર ક્રાઈમ પર અંકુશ મેળવવા માટે એક ઐતિહાસિક અને અત્યંત કડક પગલું ભરવામાં આવ્યું છે. આજથી દેશભરમાં કરોડો વોટ્સએપ યુઝર્સ માટેના નિયમો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. 'સિમ બાઈન્ડિંગ' નામના આ નવા કાયદાના અમલ સાથે જ, જો તમે સાવધ નહીં રહો તો તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ ક્ષણવારમાં બંધ થઈ શકે છે.
કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આદેશ મુજબ, હવે વોટ્સએપ (WhatsApp), ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરવા માટે તે જે-તે મોબાઈલ નંબરમાં એક્ટિવ સિમ કાર્ડ હોવું ફરજિયાત છે. અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, એકવાર OTP દ્વારા લોગિન કર્યા પછી જો ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લેવામાં આવે અથવા સિમ બંધ થઈ જાય, તો પણ વાઈ-ફાઈની મદદથી વોટ્સએપ ચાલતું રહેતું હતું. પરંતુ ૧ માર્ચથી આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે.
હવે જો તમારા મોબાઈલમાં તે સિમ કાર્ડ ફિઝિકલી હાજર નહીં હોય અથવા નંબર રિચાર્જ ન હોવાને કારણે બંધ હશે, તો તમારું વોટ્સએપ એકાઉન્ટ પણ આપોઆપ 'ઇન-એક્ટિવ' થઈ જશે.
કેમ લેવાયો આ ક્રાંતિકારી નિર્ણય?ભારતમાં હાલમાં અંદાજે ૮૫.૩ કરોડ વોટ્સએપ યુઝર્સ છે. આટલી મોટી સંખ્યાનો ફાયદો ઉઠાવીને સાયબર ગુનેગારો ફેક એકાઉન્ટ્સ અને ડમી સિમ કાર્ડ્સ દ્વારા લોકોને છેતરે છે. સરકારના આ નિર્ણય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
ઓનલાઈન છેતરપિંડી પર રોક: સાયબર સ્કેમર્સ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ કરીને લોકોને જાળમાં ફસાવે છે. હવે સિમ બાઈન્ડિંગને કારણે દરેક એકાઉન્ટ વેરિફાઈડ સિમ સાથે જોડાયેલું રહેશે, જેથી ગુનેગારોને ટ્રેસ કરવા સરળ બનશે.
ડિજિટલ અરેસ્ટના કેસો: છેલ્લા કેટલાક સમયથી 'ડિજિટલ અરેસ્ટ'ના નામે થતી છેતરપિંડીમાં મોટો ઉછાળો આવ્યો છે. આ નવા નિયમથી આવા બોગસ કોલ્સ પર લગામ લાગશે.
સુરક્ષા વેરિફિકેશન: UPI એપ્સ (જેમ કે Google Pay, PhonePe) માં સિમ બાઈન્ડિંગ નિયમ પહેલેથી જ સફળતાપૂર્વક કાર્યરત છે, જે મોડેલ હવે મેસેજિંગ એપ્સમાં અપનાવવામાં આવ્યું છે.
માત્ર મોબાઈલ જ નહીં, પણ જે લોકો ઓફિસ કે ઘરે કોમ્પ્યુટર/લેપટોપ પર વોટ્સએપ વાપરે છે તેમના માટે પણ મોટા ફેરફારો આવ્યા છે:
ઓટો લોગ-આઉટ: હવે વોટ્સએપ વેબ કે ડેસ્કટોપ એપ્લિકેશન પર દર ૬ કલાકે 'ઓટો લોગ-આઉટ' થઈ જશે. એટલે કે સુરક્ષા ખાતર તમારે દર ૬ કલાકે ફરીથી QR કોડ સ્કેન કરીને લોગિન કરવું પડશે.
સિમ ટ્રાન્સફર: જો તમે તમારું સિમ કાર્ડ એક ફોનમાંથી બીજા ફોનમાં નાખશો, તો જૂના ડિવાઈસ (જેમાં સિમ નથી) પરથી વોટ્સએપ તરત જ લોગ-આઉટ થઈ જશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ૨૮ નવેમ્બર ૨૦૨૫ ના રોજ આ માર્ગદર્શિકા બહાર પાડી હતી અને તમામ ટેક કંપનીઓને તેમની સિસ્ટમ અપડેટ કરવા માટે ૯૦ દિવસનો સમય આપ્યો હતો. આ ૯૦ દિવસની ડેડલાઈન ૨૮ ફેબ્રુઆરી ના રોજ પૂર્ણ થઈ છે, પરિણામે આજથી આ કાયદો દેશભરમાં કડક રીતે અમલી બન્યો છે.
યુઝર્સે શું ધ્યાન રાખવું જોઈએ?૧. ખાતરી કરો કે જે નંબર પર તમારું વોટ્સએપ છે, તે સિમ કાર્ડ તે જ ફોનમાં હોય. ૨. તમારો મોબાઈલ નંબર હંમેશા રિચાર્જ રાખો, જો નંબર બંધ થશે તો સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બ્લોક થઈ શકે છે. ૩. લિંક્ડ ડિવાઇસનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો, કારણ કે મુખ્ય ફોનનું સિમ એક્ટિવ હોવું અનિવાર્ય છે.
સરકારનો આ નિર્ણય સામાન્ય નાગરિકોની પ્રાઇવસી અને નાણાકીય સુરક્ષા માટે વરદાન સાબિત થઈ શકે છે. શરૂઆતમાં થોડી અસુવિધા જણાય શકે છે, પરંતુ સાયબર અપરાધ મુક્ત ભારત બનાવવા માટે 'સિમ બાઈન્ડિંગ' એક અત્યંત જરૂરી કદમ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.