ડિજિટલ ઈન્ડિયાનો દશકો પૂરો પણ મોંઘા બનેલા ઈન્ટરનેટના વાંધા..
ડિજિટલ ઈન્ડિયાના 10 વર્ષ પૂર્ણ પરંતુ મોંઘા બનેલા ઇન્ટરનેટ પેક બની રહ્યા છે મુશ્કેલી

ડિજિટલ ઈન્ડિયાનો દસમાં વર્ષમાં પ્રવેશ

ડિજિટલ ઈન્ડિયાનો દસમાં વર્ષમાં પ્રવેશ
આજે 1 જુલાઇના રોજ ભારત ડિજિટલ ઈન્ડિયા મુહિમના 10 વર્ષ ઉજવી રહ્યું છે. આ દશકામાં નાગરિકોના અનેક કામો ઝડપી અને હાથવગા થયા છે. દરેક ક્ષેત્રમાં હવે ડિજિટલાઈઝેશને પગપેસારો કર્યો છે. કામના ધક્કા ઓછા થયા અને અડચણ વગર કામ ટાઈમે પૂર્ણ થાય તેના માટે આપણે ડિજિટલાઈઝેશનને આભારી છીએ.
ડિજિટલાઇઝેશન વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તન લાવી રહ્યું છે અને તેની પ્રક્રિયા ક્રમશઃ ચાલુ છે. વિવિધ ક્ષેત્રો જેવા કે રિટેલ, આરોગ્યસંભાળ, નાણાકીય, ઉત્પાદન, ખેતી, શિક્ષણ, મીડિયા અને એન્ટરટેનમેન્ટ જેવા દરેક ઉદ્યોગોમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આમાં ઇ-કોમર્સ, ડિજિટલ આરોગ્ય રેકોર્ડ, ઓનલાઇન બેંકિંગ અને સ્માર્ટ ફેક્ટરીઓનો ઉદય શામેલ છે, જે બધા ડિજિટલ તકનીકોના એકીકરણ દ્વારા પ્રેરિત છે. આ ફેરફારો કાર્યક્ષમતામાં વધારો, નવા વ્યવસાયિક મોડેલો અને તમામ ક્ષેત્રોમાં ગ્રાહક અનુભવોમાં વધારો તરફ દોરી જાય છે.
હવે બધી જ વસ્તુઓ ઓનલાઇન રૂપે તેના એપ્લિકેશન અને વેબસાઈટ પર ઉપલબ્ધ જોવા મળે છે. ડીજીલોકર, ઇ-આધાર, કિસાન સારથી, પોષણ ટ્રેકર, માય ગવર્નમેન્ટ, દીક્ષા, ઇસંજીવની, આરોગ્ય સેતુ વગેરેએ ઘણા ક્ષેત્રમાં પરિવર્તન લાવી ઓનલાઈન પ્લેટફોર્મ પર હાજરાહજૂર કરી દીધું છે.
એપ્લિકેશન અને તેના ફાયદા તો ઘણા પણ શું તેનો વપરાશ સરળ છે?
આ બધા એપ્લિકેશનના વપરાશ માટે ઇન્ટરનેટની જરૂર પડે છે. હાલ દેશમાં તળ કક્ષાનું મૂળભૂત માસિક ઇન્ટરનેટ પેક ખાસ કરીને બ્રોડબેન્ડ, સામાન્ય રીતે ₹399 થી ₹699 સુધીના હોય છે, જે 30 Mbpsથી 100 Mbps સુધીની સ્પીડ ઓફર કરે છે. JioFiber અને Airtel Xstream Fiber આ કિંમત શ્રેણીમાં લોકપ્રિય પ્લાન ઓફર કરે છે. આ ઉપરાંત જીઓ અને આઇડિયા- વોડાફોનના સીમકાર્ડમાં માસિક ઈન્ટરનેટ પેક રૂ. 300થી ચાલુ થાય છે.
ભારતના મધ્યમવર્ગીય લોકો તેમના દરરોજના જીવનમાં ડિજિટલ સેવાનો ઉપયોગ વધારી શકે તે માટે દેશમાં સસ્તા ઇન્ટરનેટની જરૂર જણાઈ રહી છે. જો ઇન્ટરનેટના ડેટા પેક વધુ ભારતીયોના ખિસ્સાને પરવડી શકે તેમ બને તો દેશમાં ડિજિટલાઇઝેશન વધુ વેગવંતું બની શકે તેમ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.

OpenAIએ વકીલો અને Law Firms માટે Astra for Law લોન્ચ કર્યું છે. GPT-6 Astra આધારિત આ Legal AI કાનૂની સંશોધન, કેસ વિશ્લેષણ અને Legal Draftingમાં કેવી રીતે મદદ કરશે? જાણો તેના ખાસ ફીચર્સ અને સંપૂર્ણ માહિતી.