ટાટા ઇલેક્ટ્રોનિક્સ પર મોટો સાયબર હુમલો
630GB થી વધુ ડેટા ડાર્ક વેબ પર લીક, એપલ-ટેસ્લાના દસ્તાવેજો સામેલ હોવાની આશંકા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
Cyber Attack On Tata Electronics System: ભારતની અગ્રણી સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ એક મોટા સાયબર હુમલાનો ભોગ બની છે. કંપનીની આંતરિક સિસ્ટમમાંથી ચોરાયેલી કેટલીક અત્યંત સંવેદનશીલ ફાઇલો હેકર ફોરમ પર લિસ્ટ થયા બાદ કંપનીએ સત્તાવાર રીતે ડેટા બ્રીચની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હેકર્સ દ્વારા કંપનીનો આશરે 630GB થી વધુ ગુપ્ત ડેટા લીક કરવામાં આવ્યો છે, જેમાં 204,300 થી વધુ ફાઇલોનો સમાવેશ થાય છે.
એપલ અને ટેસ્લા જેવી વૈશ્વિક કંપનીઓના દસ્તાવેજો જોખમમાં
એક અહેવાલ મુજબ, લીક થયેલા ડેટાના નમૂનાઓની તપાસ કરતા માલૂમ પડ્યું છે કે તેમાં વૈશ્વિક ટેક જાયન્ટ એપલ (Apple) ના સપ્લાયર્સ અને પ્રતિષ્ઠિત ઓટોમેકર ટેસ્લા (Tesla) ના ઉત્પાદન દસ્તાવેજો સંબંધિત મહત્વપૂર્ણ વિગતો સામેલ છે. વર્ષ 2020 માં સ્થપાયેલી ટાટા ઇલેક્ટ્રોનિક્સ ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તે એપલ તથા ટેસ્લા જેવી દિગ્ગજ કંપનીઓ માટે મુખ્ય સપ્લાયર તરીકે કામ કરે છે. આ લીકને કારણે વૈશ્વિક ટેક જગતમાં ખળભળાટ મચી ગયો છે.
કામગીરી સુરક્ષિત, પરંતુ વિગતો જાહેર કરવાનો ઇનકાર
ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્રવક્તાએ સાયબર સુરક્ષાની આ ખામી સ્વીકારતા જણાવ્યું હતું કે, કંપનીને થોડા અઠવાડિયા પહેલા તેની સિસ્ટમમાં આ સમસ્યાની જાણ થઈ હતી. જોકે, કંપનીએ દાવો કર્યો છે કે આ ઘટનાથી તેમના વ્યવસાયિક કામકાજ કે ઓપરેશન્સ પર કોઈ પ્રતિકૂળ અસર પડી નથી. કંપનીએ સુરક્ષાના કારણોસર કયા પ્રકારનો ડેટા ચોરાયો છે અથવા તેનાથી કેટલા ગ્રાહકોને અસર થઈ છે તેની ચોક્કસ માહિતી જાહેર કરી નથી.
એપલ દ્વારા તપાસ શરૂ, હેકર્સ દ્વારા ખંડણીની માંગણી
અહેવાલો અનુસાર, ટાટા ઇલેક્ટ્રોનિક્સે ગયા અઠવાડિયે તેના iPhone એસેમ્બલી પ્લાન્ટના કેટલાક કર્મચારીઓને આ ડેટા લીક અંગે માહિતગાર કર્યા હતા. આ ગંભીર ઘટનાને પગલે એપલે પણ પોતાના સ્તરે સ્વતંત્ર તપાસ શરૂ કરી દીધી છે. મળેલી માહિતી મુજબ, ડેટા ચોરી કરનાર હેકર્સ ગ્રુપ દ્વારા ટાટા ઇલેક્ટ્રોનિક્સ પાસેથી ડેટા ડિલીટ કરવાના બદલામાં મોટી ખંડણીની માંગણી કરવામાં આવી રહી છે, જેને પગલે સાયબર એજન્સીઓ વધુ તપાસ ચલાવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.