કોઇ તમને whatsappમાં ફોટા ડાઉનલોડ કરવાનું કહે તો ચેતી જજો..
ફોટોમાં દેખાતો વ્યક્તિ ખોવાયેલ છે, શું આપ તેમને ક્યાં જોયા છે

ફોટોમાં દેખાતો વ્યક્તિ ખોવાયેલ છે, શું આપ તેમને ક્યાં જોયા છે

ફોટોમાં દેખાતો વ્યક્તિ ખોવાયેલ છે, શું આપ તેમને ક્યાં જોયા છે
છેલ્લા કેટલાય વર્ષોથી સાયબર અપરાધીઓ whatsapp ને હેક કરવા માટે અલગ અલગ યુક્તિઓ અજમાવતા આવ્યા છે, જેમાં whatsapp પર આવેલ 6 ડીઝીટ નો કોડ મેળવીને, whatsapp પર આમંત્રણ પત્રિકા એપીકે સ્વરૂપમાં મોકલીને, મોબાઈલ ક્લોન કરીને વગેરે, હવે જેમ લોકો તમામ મોડસ ઓપરેન્ડી થી જાગૃત થાય છે ,તો સાયબર અપરાધીઓ whatsapp ને હેક કરવાની, યુઝર ના મોબાઈલ પર નિયંત્રણ મેળવવા, સાથે બેંક બેલેન્સ ખાલી કરવા,નવી મોડસ ઓપરેન્ડી નો ઉપયોગ અત્યારના સમયમાં શરૂ કર્યો છે, જેને whatsapp મિસિંગ પર્સન whatsapp સ્કેમના નામથી ઓળખવામાં આવે છે.
મોડસ ઓપરેન્ડી
વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે સાયબર અપરાધીઓ whatsapp નો ઉપયોગ કરીને ફોટો મોકલી રહ્યા છે, અને ત્યારબાદ whatsapp ના માધ્યમથી જ કોલ કરીને જણાવવામાં આવી રહ્યું છે, કે ફોટોમાં દેખાતો વ્યક્તિ ખોવાયેલ છે, શું આપ તેમને ક્યાં જોયા છે, જો યુઝર ના પાડે, તો યુઝરને સાઇબર અપરાધીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે, જો આ વ્યક્તિ તમને ક્યાંક દેખાય તો અમને જાણ કરવા વિનંતી,
હવે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના whatsapp ઉપર સાયબર અપરાધી દ્વારા મોકલેલ ખોવાયેલ વ્યક્તિની ફોટો ડાઉનલોડ કરે છે, અથવા whatsapp પર મીડિયા ઓટો ડાઉનલોડ ઓપ્શન જો ઓન રાખ્યું હોય, તો સાઇબર અપરાધી દ્વારા મોકલેલ ફોટો ઓટો ડાઉનલોડ થઈ જાય છે.
જ્યારે આ ફોટો ડાઉનલોડ થાય છે, ત્યારે સાયબર અપરાધી મોબાઈલ ની અંદર "આર એ ટી" પ્રકારનો હુમલો કરે છે, એટલે કે રિમોટ એક્સેસ ટ્રોજન દાખલ કરી દે છે,રિમોટ એક્સેસ ટ્રોજન મોબાઇલમાં સ્થાપિત થઈ જાય તો તે યુઝર ના મોબાઈલ નું સમગ્ર નિયંત્રણ સાઇબર અપરાધીના હાથમાં આપી દેશે, અને ત્યારબાદ અપરાધી દુનિયાના કોઈપણ ખૂણા માંથી યુઝર ના મોબાઈલ ને નિયંત્રિત કરી શકે છે, બેન્કિંગ એપ્લિકેશનનોનો ઉપયોગ કરીને રૂપિયાની ઉઠામણી પણ કરી શકે છે, એસએમએસ પણ વાંચી શકે છે, નોટિફિકેશન પણ વાંચી શકે છે, ગેલેરી નો પણ એક્સેસ કરી શકે છે, યુઝરના ઓડિયો, વિડીયો અને ઈમેજ પણ મેળવી શકે છે, ટૂંકમાં સમગ્ર મોબાઈલ ઉપર સાઇબર અપરાધીનું નિયંત્રણ હોય છે,
કેસ સ્ટડી
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે 28 માર્ચ 2025 ના રોજ મધ્યપ્રદેશ જબલપુરના એક વ્યક્તિને આ જ રીતે whatsapp ઉપર એક અજ્ઞાત વ્યક્તિ તરફથી ફોટો આવ્યો અને ત્યારબાદ સાયબર અપરાધીએ એને કોલ કરીને જણાવ્યું કે તમને whatsapp પર એક જે ફોટો મોકલ્યો છે ,તે વ્યક્તિ ખોવાયેલ છે, શું તમે તે વ્યક્તિને ઓળખો છો? જ્યારે વ્યક્તિએ ના પાડી ત્યારે સાયબર અપરાધીએ તેને જણાવ્યું કે જો તેની કોઈ માહિતી મળે તો અમને આ નંબર પર કોલ કરીને જણાવજો, ફોટો ડાઉનલોડ થતા ની સાથે જ વ્યક્તિના મોબાઈલ ઉપર, કસ્ટમર સર્વિસ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય છે, અને તે એપ્લિકેશન થકી સાયબર અપરાધી ભોગ બનનારના મોબાઈલ નું નિયંત્રણ મેળવી લે છે, અરે ત્યારબાદ ભોગ બનનારના એકાઉન્ટમાં એક રૂપિયો જમા કરે છે ,અને ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટ માંથી લગભગ બે લાખ રૂપિયાની ઉચાપત કરે છે.
હવે પ્રશ્ન એ થાય કે whatsapp પર ફોટો મોકલવાથી મોબાઇલમાં કસ્ટમર સર્વિસ નામની એપ્લિકેશન કેવી રીતે ઇન્સ્ટોલ થઈ?
અત્યારના સમયમાં સાયબર અપરાધીઓ દ્વારા આ પ્રકારના સાઇબર એટેક માટે સ્ટેગનોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ફોટો ની અંદર મલેશિયસ પ્રકારની ફાઈલને દાખલ કરવામાં આવે છે, અને ત્યારબાદ તે ફોટોને કોઈ whatsapp યુઝરને મોકલવામાં આવે છે, અને જ્યારે તે whatsapp યુઝર તેને ડાઉનલોડ કરે તેના મોબાઈલ ની અંદર બેગ્રાઉન્ડમાં કસ્ટમર સર્વિસ નામની એપ્લિકેશન સ્થાપિત થઈ જાય છે, અને ત્યારબાદ તે એપ્લિકેશન સમગ્ર મોબાઇલ ઉપર નિયંત્રણ મેળવી લે છે, યુઝર ની તમામ એક્ટિવિટી ઉપર ધ્યાન રાખતી થઈ જાય છે.
કેમ whatsapp પર આવા પ્રકારના ફોટો ડાઉનલોડ થઈ શકે છે?
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે WhatsApp મીડિયા હેન્ડલિંગ પ્રમાણે જ્યારે WhatsApp પર કોઈ ફોટો કોઈપણ પ્રકારના યુઝર પાસેથી આવે છે, ત્યારે એપ તેને પ્રોસેસ કરે છે ,અને ઈમેજ તરીકે પ્રદર્શિત કરે છે. પરંતુ ઈમેજના બાયનરી ડેટાનું વિશ્લેષણ કરતું નથી કે તેમાં ગુપ્ત રીતે અન્ય ફાઇલ પ્રકારો શામેલ છે કે નહીં, પરિણામે આવા પ્રકારના ફોટા whatsapp પર ડાઉનલોડ થઈ શકે છે.
ધ્યાનમાં રાખવાના મુદ્દા:
Whatsapp પર ઓટો મીડિયા ડાઉનલોડ માટે "નો મીડિયા ઓપ્શન પસંદ" રાખવો જોઈએ.
Whatsapp પર આવેલ "સાયલેન્સ અનનોન કોલર ફીચર" લાક્ષણિકતા ઓન રાખવી જોઈએ, જેનાથી કોઈપણ યુઝર તમારો સીધો સંપર્ક સાદી શકાતો નથી,
"બ્લોક અનનોન એકાઉન્ટ મેસેજ" ફીચરને પણ ઓન રાખવું જોઈએ.
Whatsapp એપ્લિકેશન ને સતત અપડેટ રાખવી જોઈએ.
જો શક્ય હોય તો ડાઉનલોડ થતી તમામ વિગતને લાઇસન્સ પ્રકારના એન્ટિવાયરસ સોફ્ટવેરથી ચેક કરવી જોઈએ
જો યુઝર ની કોઈ ભૂલને કારણે જો કોઈ મીડિયા ફાઇલ ડાઉનલોડ થઈ જાય તો ઇન્ટરનેટ કનેક્શન બંધ કરી દેવું જોઈએ, અને જાણકાર પાસે મોબાઈલ ચેક કરાવો જોઈએ.
હંમેશા ડેબિટ લિમિટ સેટ રાખવી જોઈએ.
અને જો અનનોન યુઝર સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો એને સૌ પ્રથમ બ્લોક કરવો જોઈએ, ત્યારબાદ પણ તે અલગ અલગ રીતે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરે તો સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી જોઈએ.
જો નાણાકીય ફ્રોડ થાય છે, તો 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.