Airtelની સ્ટ્રેટેજી, AI Perplexity સાથે જોડાણ
એરટેલ ભારતીય યૂઝર્સને આપશે ફ્રી AI ટૂલ્સ, GPT-4.1 સહિત ઑલ-ઇન-વન AI ઍક્સેસ

Airtel-Perplexity જોડાણ

Airtel-Perplexity જોડાણ
ભારતી એરટેલે ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કંપનીએ USની AI આધારિત આન્સર એન્જિન Perplexity સાથે ભાગીદારી કરી છે, જેમાં એરટેલના તમામ મોબાઇલ, બ્રોડબેન્ડ અને DTH વપરાશકર્તાઓને ‘Perplexity Pro’નું વાર્ષિક સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં ઉપલબ્ધ કરાવાશે. આ પ્રીમિયમ સેવાનું સામાન્ય મૂલ્ય રૂ. 17,000 હોય છે.
Perplexity Proનું સબ્સ્ક્રિપ્શન વપરાશકર્તાઓને GPT-4.1, Claude, Gemini અને અન્ય AI મોડલ્સ પર ઍક્સેસ આપશે, જે અત્યાધુનિક શોધ, જવાબ આપવાની અને સંશોધન કરવાની ક્ષમતા ધરાવે છે. યુઝર્સ પ્રો સર્ચ, ઈમેજ જનરેશન અને ફાઇલો અપલોડ કરી શકશે અને તેમની વિચારોને દસ્તાવેજો, કોડ કે વિઝ્યુલાઇઝેશનમાં રૂપાંતરિત કરી શકશે.
Perplexityનું સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મેળવવું?
આ ઓફર 17 જુલાઈ, 2025થી 17 જાન્યુઆરી, 2026 સુધી એટલે કે આવતા 6 મહિના માટે ઉપલબ્ધ રહેશે અને તેનો લાભ Airtel Thanks એપ મારફતે લઈ શકાય છે. વપરાશકર્તાઓએ એપ ખોલીને "Rewards and OTT" વિભાગમાં જઈ "Perplexity Pro" પસંદ કરવાનું રહેશે અને Gmail અથવા Apple IDથી સાઇન ઇન કરીને સબ્સ્ક્રિપ્શન એક્ટિવેટ કરવું પડશે.
આ પહેલું કોલેબરેશન છે જેમાં Perplexityની કોઈ ભારતીય ટેલિકોમ કંપની સાથે ભાગીદારી થઇ છે. Airtelના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ વિઠ્ઠલે આ પગલાને "ગેમ ચેન્જર" ગણાવતા જણાવ્યું કે, "આ ભાગીદારી જનરલ-AI આધારિત સાધનોનો ઉપયોગ ભારતીય વપરાશકર્તાઓ સુધી પહોચાડવાની દિશામાં મજબૂત પગલું છે." Perplexityના સહ-સ્થાપક અને CEO અરવિંદ શ્રીનિવાસે પણ આ ભાગીદારીને ભારતના કરોડો લોકોને વ્યાવસાયિક ગ્રેડ AI ટૂલ્સ ઉપલબ્ધ કરાવવાની તક ગણાવી છે.
અગાઉ વિશ્વના મોટા બ્રાન્ડ્સ જેમ કે નેટફ્લિક્સ ભારત જેવા વિશાળ બજારમાં પ્રવેશ મેળવવા સ્થાનિક કંપનીઓ સાથે સહયોગ કરવાનું પસંદ કરે છે. નેટફ્લિક્સે ભારતમાં પોતાનું સ્થાન બનાવવા માટે એરટેલ સાથે ભાગીદારી કરી હતી. એરટેલે પોતાના પોસ્ટપેઇડ તથા અમુક નિર્ધારિત પ્રીપેઇડ પ્લાન્સ ધરાવતા યુઝર્સને ફ્રી નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન આપી નેટફ્લિક્સને ઝડપી ગતીએ ભારતીય બજારમાં સ્વીકૃતિ મળે તેવો પ્રયાસ કર્યો હતો. આ સ્ટ્રેટેજીથી બંને કંપનીઓને પારસ્પરિક લાભ મળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.

OpenAIએ વકીલો અને Law Firms માટે Astra for Law લોન્ચ કર્યું છે. GPT-6 Astra આધારિત આ Legal AI કાનૂની સંશોધન, કેસ વિશ્લેષણ અને Legal Draftingમાં કેવી રીતે મદદ કરશે? જાણો તેના ખાસ ફીચર્સ અને સંપૂર્ણ માહિતી.