AI બન્યું ભારતીય ગ્રાહકોનું શોપિંગ સાથી!
સર્વેમાં ખુલાસો: વિશ્વમાં સૌથી વધુ 41 ટકા ભારતીયો AI શોપિંગ ટૂલ્સનો કરે છે ઉપયોગ

AI બન્યું ભારતીય ગ્રાહકોનું શોપિંગ સાથી

AI બન્યું ભારતીય ગ્રાહકોનું શોપિંગ સાથી
AI હવે માત્ર ટેકનોલોજી પૂરતી સીમિત રહી નથી, પરંતુ ભારતીય ગ્રાહકો માટે શોપિંગનો વિશ્વસનીય ભાગ બની રહી છે. તાજેતરમાં Capgemini Research Institute દ્વારા જાહેર થયેલા અહેવાલ મુજબ, AI આધારિત શોપિંગ ટૂલ્સનો સૌથી વધુ ઉપયોગ ભારતના ગ્રાહકો કરી રહ્યા છે.
અહેવાલ અનુસાર, વર્ષ 2025 દરમિયાન દુનિયાભરમાં દર ચાર પૈકી એક ગ્રાહક જનરેટિવ AI આધારિત શોપિંગ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યો છે. જેમાં આ મામલે ભારત સૌથી આગળ છે. સર્વેમાં ભાગ લેનાર 41 ટકા ભારતીય ગ્રાહકો હાલમાં AI શોપિંગ ટૂલ્સનો ઉપયોગ કરે છે, જ્યારે 40 ટકા લોકો આવનાર સમયમાં તેનો ઉપયોગ કરવાની તૈયારી દર્શાવે છે.
પરંતુ AI માટેના સબસ્ક્રિપશન લેવા માટે ભારતીય ગ્રાહકો હજુ પણ સંકોચાય છે. ભારતમાં 23 ટકા લોકોએ સ્પષ્ટ કહ્યું કે તેઓ AI માટે ચૂકવણી કરવા તૈયાર નથી, જ્યારે એટલાં જ ટકા લોકો ડિસ્કાઉન્ટ અથવા રિવોર્ડ સાથે જોડાય તો જ ચુકવણી કરશે.
ડેટા પ્રાઇવસી પણ એક મોટો મુદ્દો બની રહ્યો છે. વૈશ્વિક સ્તરે 71 ટકા ગ્રાહકોને જનરેટિવ AI દ્વારા ડેટાના ઉપયોગ અંગે ચિંતા છે. ભારતમાં આ આંકડો વધુ ઊંચો છે. 72 ટકા ભારતીય ગ્રાહકોને પોતાની બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને ખરીદીની આદતો કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે અંગે સ્પષ્ટતા નથી. 74 ટકા લોકો માને છે કે AI દ્વારા તૈયાર થયેલી જાહેરાતો વિશે બ્રાન્ડ્સે સ્પષ્ટ માહિતી આપવી જોઈએ.
ગ્રાહકો હવે AI પાસેથી માત્ર સુવિધા જ નહીં, પરંતુ નિયંત્રણ પણ ઇચ્છે છે. સર્વેમાં 79 ટકા ભારતીયોએ કહ્યું કે તેઓ AI સહાયક માટે ખર્ચ મર્યાદા અને પ્રોડક્ટ કેટેગરી જેવી સખ્ત સીમાઓ નક્કી કરવા માંગે છે. લગભગ 80 ટકા લોકોએ એ પણ જણાવ્યું કે જો AI પોતાના સૂચનો પાછળનું કારણ સમજાવે, તો તેમના પર વિશ્વાસ વધે છે.
શોપિંગના માધ્યમ તરીકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ મહત્વ ધરાવે છે. ભારતમાં 42 ટકા ગ્રાહકો YouTubeને પસંદ કરે છે, જ્યારે 41 ટકા Instagram પર શોપિંગ સંબંધિત કન્ટેન્ટને મહત્વ આપે છે.
Capgeminiના નિષ્ણાતોના મતે, 2026માં ગ્રાહકો માટે મૂલ્યનો અર્થ માત્ર ભાવ અથવા ગુણવત્તા નથી રહ્યો. પારદર્શકતા અને ભાવનાત્મક જોડાણ હવે ખરીદીના નિર્ણયમાં મહત્વપૂર્ણ બની ગયા છે. AI જો આ મૂલ્યોને સમજીને કામ કરશે, તો તે ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.