સાતમા નોરતે માતા કાલરાત્રીની કરો પૂજા, જાણો વિધી
કાલરાત્રીની પૂજાથી ભયનો નાશ થાય છે અને રોગનો નાશ કરે છે
માતા કાલરાત્રી
માતા કાલરાત્રી
નવરાત્રીના પવિત્ર તહેવારમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા-આરાધના થાય છે, અને સાતમા દિવસે 9 દુર્ગાના સાતમા સ્વરૂપ માતા કાલરાત્રીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ભાગવત પુરાણ અનુસાર, મા કાલરાત્રીની પૂજા કરવાથી કાળનો નાશ થાય છે અને ભક્તોને શૌર્ય અને સાહસ પ્રાપ્ત થાય છે. માતાનું આ સ્વરૂપ ભલે વિકરાળ હોય, પરંતુ તે અત્યંત શુભદાયી અને ફળદાયી છે. તેમના શરીરનો વર્ણ કાળો હોવાથી તેમને કાલરાત્રી કહેવામાં આવે છે. તેઓ ગદર્ભ (ગધેડા) પર સવાર હોય છે, તેમની 3 આંખો છે અને 4 ભુજાઓ છે. તેમના ડાબા હાથમાં ખડગ તલવાર અને હથિયાર ધારણ કરેલા છે, જ્યારે જમણો હાથ અભય અને આશીર્વાદની મુદ્રામાં છે. મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગ દૂર થાય છે અને અભય વરદાન પ્રાપ્ત થાય છે.

આ રીતે કરો કાલરાત્રીની પૂજા
માતા કાલરાત્રીની પૂજા માટે વિધિપૂર્વક તૈયારી કરવી જોઈએ. નવરાત્રીના સાતમા દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ પૂજા માટે ગણેશજીનું સ્મરણ કરીને દીપ અને ધૂપ પ્રગટાવો. જો તમારી પાસે માતા કાલરાત્રીની મૂર્તિ કે ફોટો ન હોય તો મા દુર્ગાના ફોટાની સ્થાપના કરી શકાય છે. પૂજામાં માતાને અક્ષત, ધૂપ, રાતરાણીના પુષ્પો અને ચંદન અર્પણ કરવા જોઈએ. માતા કાલરાત્રીને ગોળ અને ગોળમાંથી બનેલી વસ્તુઓ અત્યંત પ્રિય છે, તેથી પ્રસાદમાં ગોળનો હલવો, ગોળની ખીર અથવા માલપુઆ જેવી મીઠાઈઓ અર્પણ કરવી શુભ મનાય છે. પૂજાના અંતે માતાની આરતી ઉતારી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો શ્રેષ્ઠ ફળદાયી છે.

કાલરાત્રીની કથા
દુર્ગા સપ્તસતીમાં માતા કાલરાત્રીની કથાનું વર્ણન આવે છે. તેમને કાળકા માતાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ કળિયુગમાં કાલી, ભૈરવ અને હનુમાનજી એવા દેવી-દેવતા છે જે ભક્તોની મનોકામના ઝડપથી પૂર્ણ કરે છે. મહિષાસુરના વધ સમયે, ભયાનક રાક્ષસ સેનાએ જ્યારે દેવી પર તીર વડે આક્રમણ કર્યું, ત્યારે દેવીએ પોતાના ત્રિશૂળ અને અન્ય હથિયારો વડે તે રાક્ષસોનો નાશ કર્યો. તેમણે અસંખ્ય તીરો અને રાક્ષસોના ધનુષ તોડી નાખ્યા અને અંતે દૈત્યોનો સંહાર કરી ભક્તોને ભયમુક્ત કર્યા. માતા કાલરાત્રીનું આ સ્વરૂપ અસત્ય અને અંધકારનો નાશ કરીને સત્ત્ય અને પ્રકાશનો માર્ગ દર્શાવે છે.

કાલરાત્રીનો મંત્ર
માતા કાલરાત્રીની પૂજા માટે કેટલાક પ્રભાવશાળી મંત્રો છે, જેના જાપ કરવાથી માતા પ્રસન્ન થાય છે. આ મંત્રોમાં "दंया देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।। અને "ॐ कालरात्र्यै नम:" મુખ્ય છે. ધ્યાન મંત્ર "करालवंदना धोरां मुक्तकेशी चतुर्भुजाम्। कालरात्रिं करालिंका दिव्यां विद्युतमाला विभूषिताम॥" પણ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. આ તમામ મંત્રોના જાપથી ભક્તોને માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનના તમામ દુઃખો, ભય અને રોગોથી મુક્તિ મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.