વાઘ બારસ: આ તહેવારના છે અનેક મહત્વ
વાઘ બારસના દિવસે મહિલાઓ સંતાન સુખ અને લાંબી આયુષ્ય માટે ગાય અને વાછરડાની પૂજા કરે છે

વાઘ બારસ

વાઘ બારસ
ઘણા વિદ્વાનો અને ધાર્મિક નેતાઓ કહે છે કે, આ તહેવાર ખરેખર 'વાઘ બારસ' નહિ, પરંતુ 'વાક્ બારસ' છે. શબ્દકોશમાં વાક્નો અર્થ વાણી, વાચા કે ભાષા થાય છે. વેદના કેટલાક ભાગને પણ વાક્ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ એટલે વાચા કે ભાષાની દેવી માં સરસ્વતી, જેમને વાગ્દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
લક્ષ્મીની પૂજા પહેલાં સરસ્વતીની પૂજા
હિન્દુ સંસ્કૃતિની ફિલોસોફી મુજબ, લક્ષ્મી (ધન)ની પૂજા થાય તે પહેલાં સરસ્વતીની પૂજા થવી જોઈએ. તેથી, આપણા વડવાઓ ધનતેરસના આગલા દિવસે વાક્ બારસના દિને મા સરસ્વતીની પૂજા કરે છે, જેથી મા સરસ્વતી આપણી વાચા અને ભાષા સારી રાખે અને બુદ્ધિ ભ્રષ્ટ ન થતાં આપણા આચાર-વિચારો સારા રહે. વાક્નું અપભ્રંશ કરીને લોકોએ તેને વાઘ કરી નાંખ્યું છે. આ દિવસે માં સરસ્વતીના ચરણોમાં એ પ્રાર્થના થવી જોઈએ કે, "હે મા, અમારે ઘરે તું લક્ષ્મી થઈને આવે એ પહેલાં સરસ્વતી થઈને આવજે, અમને સદ્દબુદ્ધિ આપજે અને હંમેશાં અમારી વાણી પર વાસ કરજે."
આ પણ વાંચો: આજે વાઘબારસથી તહેવારો શરૂ,31 ઓક્ટોબરે બપોરે 15.53થી દિવાળી
ગૌવત્સ દ્વાદશી અને વેપારી પરંપરાનું ધાર્મિક મહત્વ
બીજી તરફ, હિંદુ ધર્મગ્રંથ 'ભવિષ્ય પુરાણ'માં વાઘ બારસનો ઉલ્લેખ ગૌવત્સ દ્વાદશી અથવા નંદની વ્રત તરીકે કરવામાં આવ્યો છે, જેમાં દિવ્ય ગાય નંદનીની કથા વર્ણવાઈ છે. આ ઉત્સવ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ એ ઉજવવામાં આવે છે અને તે દિવાળી ઉત્સવના પહેલા દિવસે આવે છે. આ દિવસે ગૌમાતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. મહિલાઓ સંતાન સુખની પ્રાપ્તિ અને તેમના બાળકોની લાંબી આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે અને ગાય અને વાછરડાની પૂજા કરે છે. જો ગૌ માતા ઉપલબ્ધ ન હોય તો માટીની ગાય અને વાછરડાની મૂર્તિ બનાવીને પૂજા કરવામાં આવે છે. આ પૂજા દ્વારા ભક્તો ભગવાનની દરેક મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે. આ દિવસે ભગવાન દત્તાત્રેયના અવતાર વલ્લભની પૂજા પણ કરવામાં આવે છે.
વેપારી વર્ગ માટે વાઘ બારસનો અનોખો અર્થ
વાઘ બારસનો ઉત્સવ માત્ર ધાર્મિક આસ્થા નહિ, પરંતુ વેપારી પરંપરાઓનું પણ મહત્વનું સ્તંભ છે. આ દિવસે વેપારી વર્ગ પોતાના જૂના ખાતા-બહી જોઈને ઉધારી ચૂકવવાનું કાર્ય કરે છે, એટલે કે, વિત્તીય કરજ ચૂકવે છે. ત્યારબાદ નવા લેવડ-દેવડની પ્રક્રિયા શરૂ કરવા માટે નવા બહી-ખાતાની શરૂઆત કરવામાં આવે છે. આ પરંપરા લક્ષ્મીના આગમન પહેલા વિત્તીય શુદ્ધિ અને પ્રમાણિકતાનો સંદેશ આપે છે. ગુજરાતમાં આ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે અને તેનું ખૂબ જ મહત્વ રહેલું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.