સંતાન સુખ અને આરોગ્ય માટે કરો સ્કંદમાતાની આરાધના
માતા સ્કંદમાતાની પૂજાથી સંતાન સુખ, આરોગ્ય અને બુદ્ધિમત્તાની પ્રાપ્તિ થાય છે.
સ્કંદમાતાની આરાધના
સ્કંદમાતાની આરાધના
નવરાત્રિના 9 દિવસોમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે ત્રીજની તિથિ 2 હોવાથી કુલ 10 નોરતા છે, અને આજે પાંચમું નોરતું છે. નવરાત્રિની પાંચમી તિથિએ દુર્ગાના પાંચમા સ્વરૂપ, માં સ્કંદમાતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન સ્કંદ (કાર્તિકેય)ના માતા હોવાને કારણે તેમને આ નામ મળ્યું છે. શાસ્ત્રો અનુસાર, તેમના પૂજનથી માત્ર સાંસારિક સુખ-સમૃદ્ધિ જ નહિ, પરંતુ દિવ્ય જ્ઞાન અને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભક્તોનું મન ‘વિશુદ્ધ ચક્ર’માં સ્થિર થાય છે, જેનાથી લૌકિક અને સાંસારિક વૃત્તિઓ શાંત થઈ પરમ ચૈતન્ય તરફ આગળ વધવાનો માર્ગ મળે છે.

સ્કંદમાતાનું સ્વરૂપ
દેવી સ્કંદમાતા સિંહ પર સવાર અને 4 ભુજાઓવાળા છે. તેમના ખોળામાં બાળ સ્વરૂપ ભગવાન કાર્તિકેય બિરાજમાન છે. દેવી એક હાથથી વરદ મુદ્રામાં આશીર્વાદ આપે છે, જ્યારે બીજા 2 હાથમાં કમળ ધારણ કરે છે. તેમનો રંગ શ્વેત છે અને તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે, તેથી તેમને ‘પદ્માસના દેવી’ પણ કહેવાય છે. સ્કંદમાતાની ઉપાસના કરવાથી સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવીની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ભક્તમાં દિવ્ય કાંતિ અને તેજનો સંચાર થાય છે. આ પૂજાથી ભગવાન કાર્તિકેયની પણ આપોઆપ ઉપાસના થઈ જાય છે અને બુદ્ધ ગ્રહ સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે.

સંતાન સુખ અને આરોગ્ય માટે વિશેષ પૂજા
સ્કંદમાતાની પૂજા કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને સુખ-શાંતિ મળે છે. ખાસ કરીને, સંતાન સુખ અને રોગમુક્તિ માટે તેમની પૂજા અત્યંત ફળદાયી માનવામાં આવે છે. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે, તેમણે નવરાત્રિની પાંચમી તિથિએ માતાના ખોળામાં સિંદૂર, લાલ બંગડી, લાલ બિંદી, લાલ ફૂલ અને લાલ ચોખા અર્પણ કરવા જોઈએ.
સ્કંદમાતાના નામથી સ્તુતિ કરવી
એવી માન્યતા છે કે, આ વિધિથી માતા પ્રસન્ન થઈને સંતાનનું સુખ આપે છે. પુરાણો અનુસાર, જ્યારે કાર્તિકેય (સ્કંદ)ની રક્ષા માટે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા, ત્યારે દેવોએ તેમને સ્કંદમાતા નામથી સ્તુતિ કરીને પ્રસન્ન કર્યા, અને આ દિવસથી નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજાનો નિયમ શરૂ થયો.

પૂજા વિધિ અને ફળદાયી મંત્ર
સ્કંદમાતાની પૂજા માટે કુંડલીની જાગરણના ઉદ્દેશ્યથી સાધકોએ વિશુદ્ધ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પૂજા માટે કુશ અથવા કામળાના આસન પર બેસીને માતાની વિધિવત પૂજા કરવી. શ્રૃંગારમાં સુંદર રંગોનો ઉપયોગ કરવો જોઈએ. પૂજનમાં કુમકુમ, અક્ષત, પુષ્પ, ફળ અને ચંદનનો ઉપયોગ કરો અને ઘીનો દીવો પ્રગટાવો જોઈએ. આ દિવસે માં દુર્ગાને કેળાનો ભોગ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ભોગનો પ્રસાદ બ્રાહ્મણને દાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. સ્કંદમાતાની પૂજા માટે નીચેના ફળદાયી મંત્રનો જાપ કરવો:
ૐ એં હ્રીં ક્લીં સ્કંદમાતાયૈ નમ: ||
આ મંત્રનો અનુષ્ઠાન કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતા પોતાના પુત્રના નામ સાથેના સંબોધનથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પુત્રની જેમ જ સ્નેહ વરસાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.