કરવા ચોથ 2025: કેમ કરવામાં આવે છે આ વ્રત? જાણો કથા
પરણિત સ્ત્રી દ્વારા પતિના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે આ વ્રત કરવામાં આવે છે

કરવા ચોથ 2025

કરવા ચોથ 2025
કરવા ચોથનું પવિત્ર વ્રત આસો વદ ચોથના દિવસે આવે છે. આ વર્ષે આ વ્રત 10 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આ વ્રત પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરે છે. આ દિવસે સૌભાગ્યવંતી સ્ત્રીઓ સૂર્યોદયથી લઈને ચંદ્રદર્શન સુધી નકોરડો (નિર્જળા) ઉપવાસ કરે છે. વ્રતની વિધિ મુજબ, બપોર પછી ગૌરી માતાની માટીની મૂર્તિ બનાવીને તેની પૂજા કરવામાં આવે છે. રાત્રિના સમયે, શિવ-પાર્વતી, કાર્તિકેય અને ખાસ કરીને ચંદ્રની પૂજા કરવામાં આવે છે.
દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના
બહેનો આ પૂજામાં દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરે છે, તેમને ધોતી, ફળ, મીઠાઈ, જનોઈ વગેરે અર્પણ કરે છે, અને ઘણી જગ્યાએ ગણપતિજીની પૂજા પણ કરવામાં આવે છે. રાત્રે ચંદ્રમાના દર્શન ચારણીમાં કર્યા પછી જ વ્રત ખોલવામાં આવે છે અને ત્યારબાદ ભોજન કે ફળાહાર લેવામાં આવે છે. આ વ્રતથી લગ્ન જીવનમાં પ્રેમ, સ્નેહ અને શીતળતા વધે છે.
આ પણ વાંચો: જાણો! કયા અંકના લોકો પોતાના જીવનસાથી પ્રત્યે હોય છે વફાદાર
કરવા ચોથની વ્રત કથા
કરવા ચોથ વ્રતની કથા મુજબ, એક સમયે અર્જુન તપસ્યા કરવા માટે નીલગીરી પર્વત પર ગયા હતા અને આ બાજુ પાંડવો પર અનેક મુસીબતો આવી પડી. દુઃખી થયેલી દ્રોપદીએ ભગવાન શ્રીકૃષ્ણને આ સંકટમાંથી ઉગારવા માટે વિનંતી કરી. કૃષ્ણએ તેમને જણાવ્યું કે, એકવાર માતા પાર્વતી એ પણ આવી જ મુસીબતના નિવારણ માટે ભગવાન શંકરને પૂછ્યું હતું, ત્યારે ભગવાને કરવા ચોથનું વ્રત કરવાની સલાહ આપી હતી. આનાથી તમારી તમામ મુસીબતોનું નિવારણ થશે.
દ્રોપદીએ કરેલું આ વ્રત
શ્રીકૃષ્ણ ભગવાને દ્રોપદીને એક વાર્તા કહી, પ્રાચીન સમયમાં એક ધર્મપારાયણ બ્રાહ્મણની પુત્રીએ લગ્ન પછી પિયર આવીને ભાભીઓ સાથે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. આખા દિવસના ભૂખના કારણે તેની સ્થિતિ ખરાબ થઈ હતી. તેના ભાઈઓને દયા આવતાં તેમણે કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈને જમી લેવાનું કહ્યું. ત્યારે બહેને ચંદ્રને અર્ધ્ય આપ્યા વિના જ ભોજન કરી લીધું. ભોજન પત્યા પછી તરત જ તેના પતિનું મૃત્યુ થઈ ગયું. તેના વિલાપથી દુઃખી થઈને પૃથ્વી પર વિચરણ કરતાં ઈન્દ્રાણી એ તેને વ્રત અધૂરું છોડવાનું ફળ હોવાનું જણાવ્યું અને ફરીથી સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરવાનું કહ્યું. બહેને ફરીથી વિધિવત વ્રત કર્યું અને તેના પતિ જીવીત થયો. આ કથા કહીને કૃષ્ણએ દ્રોપદીને પણ ભક્તિપૂર્વક કરવા ચોથનું વ્રત કરવા જણાવ્યું, જેનાથી પાંડવો પર આવેલું સંકટ ટળી ગયું.
વ્રતનો મહિમા અને ફળ
આ વ્રત કરનારી સ્ત્રીનો ચૂડી-ચાદલો અખંડ રહે છે અને ઘરમાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. કરવા ચોથનું વ્રત પરણિત સ્ત્રી અને તેમના પતિના દીર્ઘાયુ માટેનું એક અત્યંત મહત્ત્વનું પર્વ છે. વ્રતની કથા સાંભળ્યા અને ચંદ્રના દર્શન કર્યા પછી જ વ્રત ખોલવું એ વિધિનું મુખ્ય અંગ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.