વડોદરાના એક સહકારી નેતા મોઢું છુપાવી કેમ ભાગ્યાં?
અડધી રાત્રે ધાબળો ઓઢી ધારાસભ્યના ભાઈની ગાડીમાં ભાગતાં નેતાજીનો વીડિયો થયો વાયરલ
શ્વેત વસ્ત્રો ધારણ કરી અડધી રાત્રે કાળા કામ કરવા નીકળેલા ભાજપના નેતા સામે નાગરિકોનો ફિટકાર
શ્વેત વસ્ત્રો ધારણ કરી અડધી રાત્રે કાળા કામ કરવા નીકળેલા ભાજપના નેતા સામે નાગરિકોનો ફિટકાર
વડોદરાના પાદરા પંથકના એક ગામમાં મોડી રાતે ચોર આવ્યા હોવાનો હોબાળો થયો હતો. તેના કારણે અડધી રાતે ગ્રામજનો એકઠાં થઈ ગયા હતા. ચાદર ઓઢેલી હાલતમાં ભાગી રહેલાં વ્યક્તિને લોકોએ પકડી લીધો હતો. જો કે, ચાદર ખેંચીને લઈ લેતાં તેમાંથી નેતાજી નીકળ્યા હતા.
પાદરા પંથકની સહકારી સંસ્થાના પૂર્વ ચેરમેન ધાબળો ઓઢી રાત્રે ગામના એક ક્લિનિકમાંથી નીકળ્યા હતા. સોશિયલ મીડિયામાં ધાબળો ઓઢીને ભાગતા નેતાજીનો વીડિયો વાયરલ થતાં નેતાજીની કરતૂત બહાર આવી છે. નેતાજી અડધી રાત્રે ચાદર ઓઢીને ક્લિનકમાંથી કેમ નીકળ્યા હતા તેવા અનેક સવાલ નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે.
આ નેતાજી જે ગાડીમાં બેસીને ભાગી ગયા હતા. તે ગાડી પણ ધારાસભ્યના ભાઈની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વડોદરા પંથકના નેતા શ્વેત વસ્ત્રો પહેરીને અડધી રાત્રે કાળા કામ કરતાં પકડાઈ જતાં આ મામલો વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે.
વાત એમ છે કે, પાદરા તાલુકાના સાધી ગામે લગ્નેતર સંબંધો ધરાવતી મહિલાને મળવા અડધી રાત્રે પહોંચ્યા હતા. મળવાનું સ્થળ એક ક્લિનિક હતું. ક્લિનિક સાંજે બંધ થઈ જાય છે. પરંતુ, ક્લિનિકમાં અડધી રાત્રે હલચલ થતાં ગ્રામજનો એકઠાં થઈ ગયા હતા.
ચોર આવ્યાની આશંકાએ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા પ્રેમી પંખીડાઓ અંગત પળો માણવા એકત્રિત થયા હોવાની માહિતી મળતા પોલીસ સ્થળ પરથી રવાના થઈ ગઈ હતી. તેમ છતાં ગ્રામજનો સ્થળ પર હાજર રહ્યા હતા. ક્લિનિકમાં રાત્રે કોણ પેઠું છે તે શોધવા ઉભા રહ્યા હતા.
વહેલી પરોઢે એક ચાદર ઓઢેલો વ્યક્તિ ચોરની જેમ લપાઈને ભાગવા લાગ્યો હતો. તેને લઈ જવા એક કાળા કાચવાળી ફોર્ચ્યુનર કાર ઉભી હતી. ગ્રામજનોએ ચાદર ખેંચીને જોતા પાદરા ભાજપના સહકારી અગ્રણી હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામજનોથી બચીને તેઓ ફોર્ચ્યુનરમાં બેસીને નાસી છૂટ્યા હતા.
કાળા કાચવાળી ધારાસભ્યના ભાઈની ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને ભાગી ગયા હતા. ગ્રામજનોએ બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પાદરા પંથકના મોટાભાગના લોકો આ સહકારી અગ્રણીને ઓળખતા હોવાથી કાળી કરતૂતને લઈ ફિટકાર વરસાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ નાગરિકો અનેક પ્રકારના સવાલો કરી રહ્યાં છે. તેઓ અડધી રાત્રે ક્લિનિકમાં શું કરી રહ્યા હતા. ગામલોકોને જવાબ આપવાના બદલે ભાગી કેમ ગયા. કાળી કરતૂત કરી રહેલાં નેતાજીને લેવા માટે ધારાસભ્યના ભાઈને કેમ આવવું પડ્યું.
જો કે, સાર્વજનિક જીવનમાં સ્વચ્છ છબી ધારણ કરનાર કેટલાક નેતાઓનું અસલી ચરિત્ર જાણવું હોય તો કાળી રાત્રે તેઓના કાળા કુકર્મોની જાણકારી રાખવી પડે. આવા કાળા કુકર્મો કરનાર નેતાઓને કોણ બચાવી જાય છે? તેઓની પણ ઓળખ જનતાને થવી જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!