પાટીદાર સમાજને લોલીપોપ બાદ ચ્યૂંગમ કોણે આપી?
વરૂણ પટેલના આક્ષેપોને અલ્પેશ કથીરિયા, લાલજી પટેલનું સમર્થન, ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયુ

વરૂણ પટેલના નિવેદનને અલ્પેશ કથીરિયા અને લાલજી પટેલે સમર્થન કરતાં રાજકીય ગરમાવો

વરૂણ પટેલના નિવેદનને અલ્પેશ કથીરિયા અને લાલજી પટેલે સમર્થન કરતાં રાજકીય ગરમાવો
દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં તમામ બેઠકો બિનહરીફ થતાં સમરસ જાહેર થઈ છે. જો કે, ચૂંટણી સંપન્ન થયા બાદ જ્ઞાતિવાદી રાજકારણ શરૂ થયુ છે. અગાઉ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ઠાકોર સમાજના પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે પાટીદાર નેતા વરૂણ પટેલે પાટીદાર સમાજના પ્રતિનિધિત્વને લઈ સવાલો કર્યા છે. પાટીદાર સમાજને ચ્યૂંગમ આપી તેનો લાભ અન્ય જ્ઞાતિઓ લઈ રહી હોવાનું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાયો છે. વરૂણના નિવેદનને અલ્પેશ કથીરિયા અને લાલજી પટેલે સમર્થન જાહેર કરતાં ઉત્તર ગુજરાતના દૂધિયા રાજકારણમાં ઉભરો આવ્યો છે.
દૂધસાગર ડેરીની ચૂંટણીનું ઉદાહરણ રજૂ કરીને વરૂણ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS લાગૂ કરવા માંગ કરી છે. EWS લાગુ નહીં થાય તો પાટીદારોનું રાજકીય પતન થવાની વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે કે, દૂરબીનથી જોશો તો પણ રાજકારણમાં પાટીદારો નહીં દેખાય. વરૂણ પટેલના નિવેદન બાદ અલ્પેશ કથીરિયા અને લાલજી પટેલે સમર્થન જાહેર કર્યુ છે.
પાટીદાર નેતા વરૂણ પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટથી વિવાદ શરૂ થયો છે. તેમણે લખ્યું કે, મહેસાણાની દૂધસાગર ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવવામાં આવી છે. સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાસ છે. તેમણે આક્રોશ સાથે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાનાર ચૂંટણી પહેલાં EWS લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થઈ જશે અને દૂરબીન લઈને જોશો તોય ક્યાંય નહીં દેખાય. આવું દેખીતી રીતે રાજકીય અનબેલેન્સ સર્જાશે તો દરેક સમાજમાં આક્રોશ જોવા મળશે.
વરુણ પટેલે કહ્યું કે, આ ચિંતા માત્ર એક ડેરીની ચૂંટણી પૂરતી સીમિત નથી. પરંતુ સહકારી ક્ષેત્ર અને રાજકારણમાં પાટીદાર સમાજના ભાવિ પર સવાલ ઉઠાવે છે. તેમણે દાવો કર્યો છે કે, સહકારી ક્ષેત્રે જે રીતે પાટીદારના રાજકીય રકાસની શરૂઆત થઈ છે. આગામી સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે.
વરૂણના નિવેદનને સમર્થન આપી અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, EWS અનામત મળવી જોઈએ. આ મામલે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરાઈ છે. EWS લાગુ થશે તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં લાભ મળશે. વહેલી તકે રાજકારણમાં અનામત મળવી જોઈએ.
વરૂણના નિવેદનથી ઉત્તર ગુજરાતની સાથે સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. સરદાર પટેલ ગૃપના પ્રમુખ લાલજી પટેલે પણ વરૂણ પટેલના નિવેદનને સમર્થન જાહેર કરી રાજકારણમાં પાટીદાર સમાજના પ્રતિનિધિત્વને લઈ જરૂર પડે ત્યારે પોતે આગળ આવશે તેમ કહેતાં આગામી દિવસોમાં પાટીદાર પોલિટિક્સ શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પરિવારવાદ છવાયો
દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં પાટીદાર સમાજની અવગણનાનો મુદ્દો ગરમાયો છે. ત્યારે અલ્પેશ ઠાકોરે અગાઉ ઠાકોર સમાજની અવગણનાનો સૂર છેડ્યો હતો. તેવામાં ખેરાલુના ભાજપના ધારાસભ્ય સરદાર ચૌધરીના પરિવારવાદને લઈ વિવાદ થયો છે. દૂધસાગર ડેરીની ગત ટર્મમાં સરદાર ચૌધરી ડિરેક્ટર હતા. આ વખતે તેઓ ધારાસભ્ય બની જતાં તેમના પત્ની ડિરેક્ટર બની ગયા છે. કોંગ્રેસ સામે હંમેશા પરિવારવાદનો મુદ્દો છેડતાં ભાજપના ધારાસભ્ય સરદાર ચૌધરીના પત્ની બિનહરિફ ડિરેક્ટર બની ગયા છે. સરદાર ચૌધરીના પત્ની ડિરેક્ટર બનતાં ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ પણ વિસરાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!