પશ્ચિમ બંગાળ: અભિષેક બેનર્જીના ઘરે દરોડા
પોલીસે કલાકો સુધી કરી તપાસ,TMCએ આરોપ લગાવ્યો કે પોલીસ ટીમે તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Kolkata: પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ સર્જનારા નાટકીય ઓપરેશનમાં,પોલીસ અને કેન્દ્રીય દળોની એક મોટી ટીમે શનિવારે સવારે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના કાલીઘાટ નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો,એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.રાજ્ય વિધાનસભા સંબંધિત કથિત બનાવટી સહી કેસના સંદર્ભમાં અને અનેક તપાસ એજન્સીઓ દ્વારા વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળ સીઆઈડી દ્વારા બેનર્જીની પૂછપરછ કરવામાં આવ્યાના બે દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ મિદનાપુરના શાલ્બોની પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કોલકાતા પોલીસ સહિતની પોલીસ ટીમો સવારે 3 વાગ્યા પછી બેનર્જીના પટુઆપારા નિવાસસ્થાનની બહાર પહોંચી હતી.કેન્દ્રીય દળના કર્મચારીઓ ઘરની બહાર તૈનાત હતા, જ્યારે પોલીસ અધિકારીઓએ પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ ટીમે તાળું તોડીને બેનર્જીના ઘરમાં પ્રવેશ કર્યો હતો.આ કામગીરી ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી, અને પોલીસકર્મીઓ વહેલી સવાર સુધી અંદર જ રહ્યા હતા. આજે સવારે ઘણા અધિકારીઓ ઘરની બહાર નીકળતા અને ફરીથી પ્રવેશતા પહેલા બહાર સલાહ લેતા જોવા મળ્યા. હતા.
તાળું તોડીને ઘરમાં પ્રવેશ
માહિતી મુજબ, આપદા વ્યવસ્થાપન ટીમના સભ્યોએ તાળું તોડીને અભિષેકના ઘરમાં પ્રવેશ કર્યો હતો. માનવામાં આવે છે કે તે સમયે અભિષેક બેનર્જી ઘરની અંદર હાજર હતા.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી પણ ઘરમાં હાજર હતા.તેમના ઉપયોગમાં લેવાતી એક VVIP કાર પણ ઘરની બહાર જોવા મળી હતી.પોલીસ જતી રહ્યા બાદ મમતા બેનર્જી પણ ત્યાંથી નીકળી ગયા હતા.
CID નોટિસ આપવા પહોંચી હતી
શુક્રવારે CIDની ટીમ કાલીઘાટના પટુઆપારા વિસ્તારમાં આવેલા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી હતી. CID ‘4 તારીખે DJ વાગશે’ જેવી ટિપ્પણી સંબંધિત કેસમાં નોટિસ આપવા આવી હતી. તે સમયે અભિષેક ઘરે હાજર ન હતા. CID અધિકારીઓએ લાંબી રાહ જોયા બાદ સ્થળ છોડ્યું, ત્યારબાદ અભિષેક ઘરે આવ્યા હતા. બાદમાં CID અધિકારીઓ ફરી આવ્યા, પરંતુ અભિષેકે નોટિસ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
મમતા બેનર્જી પણ પહોંચી સ્થળ પર
અભિષેક બેનર્જીના ઘરે પોલીસ પહોંચ્યાની માહિતી મળતાં જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને પહોંચી ગયા હતા. તેઓ થોડો સમય ત્યાં રોકાયા બાદ પરત ફર્યા હતા. મમતાની આ મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે તૃણમૂલ કોંગ્રેસ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
નકલી સહી કેસમાં CIDની તપાસ ચાલુ
અભિષેક બેનર્જી સામે ચાલી રહેલા કથિત નકલી સહી કેસમાં CID પહેલેથી જ તપાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં CID અને CBIના અધિકારીઓ અનેક વખત તેમના નિવાસસ્થાન અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયની મુલાકાત લઈ ચૂક્યા છે. આ કેસમાં કેટલાક ધારાસભ્યોના હસ્તાક્ષરોની નકલ કરવામાં આવી હોવાના આક્ષેપોની તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ આ મામલામાં વિવિધ દસ્તાવેજો અને સંબંધિત વ્યક્તિઓના નિવેદનો એકત્ર કરી રહી છે.
CIDએ 6 કલાક સુધી કરી પૂછપરછ
નકલી સહી કેસમાં CID પહેલેથી જ અભિષેક બેનર્જીની લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી ચૂકી છે. TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની ગુરુવારે કોલકાતામાં CID મુખ્યાલયમાં પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ સાંજે લગભગ 5:50 વાગ્યે CID મુખ્યાલય પહોંચ્યા હતા અને રાત્રે લગભગ 11:30 વાગ્યે બહાર નીકળ્યા હતા. પૂછપરછ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગી સાથે જોડાયેલા કથિત નકલી સહી કેસ અંગે કરવામાં આવી હતી.
માહિતી લીક થવાના આરોપ સાથે હાઈકોર્ટ જવાની ચેતવણી
CIDના સમન્સ બાદ અભિષેક બેનર્જીએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પૂછપરછ અને હાજરી સંબંધિત માહિતી મીડિયા સુધી પહોંચાડવામાં આવી રહી છે. તેમણે આ મામલે કાનૂની પગલાં લેવાની અને હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવાની ચેતવણી પણ આપી હતી. અભિષેકે તપાસ પ્રક્રિયા અંગે પારદર્શિતા અને ગોપનીયતાના પ્રશ્નો પણ ઉઠાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
હેટ સ્પીચ કેસમાં પણ CIDએ અભિષેક બેનર્જીને નોટિસ પાઠવી
નકલી સહી કેસ સિવાય હેટ સ્પીચ સંબંધિત એક અલગ કેસમાં પણ CIDએ અભિષેક બેનર્જીને નોટિસ પાઠવી છે. જેના કારણે તેમના પર કાનૂની દબાણ સતત વધી રહ્યું હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.વિપક્ષી પક્ષો આ સમગ્ર મામલાને લઈને રાજ્ય સરકાર અને તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યા છે, જ્યારે TMC તેને રાજકીય પ્રેરિત કાર્યવાહી ગણાવી રહી છે. બીજી તરફ,પશ્ચિમ બંગાળમાં અમલવારી નિર્દેશાલય (ED) પણ સક્રિય બન્યું છે. EDના અધિકારીઓએ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રાના દક્ષિણેશ્વર સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.માહિતી અનુસાર, આ કાર્યવાહી ભરતી કૌભાંડ સાથે જોડાયેલી તપાસના ભાગરૂપે કરવામાં આવી રહી છે. રાજ્યમાં વિવિધ તપાસ એજન્સીઓની સતત કાર્યવાહી વચ્ચે રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં તપાસના પરિણામો પર સૌની નજર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?