પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર મતદાન
16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન, મુર્શિદાબાદમાં TMC અને હુમાયુ કબીરના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 152 બેઠકો ઉપર થઈ રહેલા મતદાનની તસવીર

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 152 બેઠકો ઉપર થઈ રહેલા મતદાનની તસવીર
પશ્ચિમબંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકોમાંથી 16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન છે. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવા માટે મહાયુદ્ધ શરૂ થઈ ગયું છે. આજે (23 એપ્રિલ) પશ્ચિમ બંગાળની વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો યોજાઈ રહ્યો છે. જેમાં 294 બેઠકોમાંથી 16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
ઉત્તર બંગાળના કૂચ બિહાર અને અલીપુરદુઆરથી લઈને દક્ષિણ બંગાળના મેદિનીપુર અને બાંકુરા સુધી દરેક જગ્યાએ, ચૂંટણીનો ગરમાવો પ્રસરેલો છે. બંગાળના ચૂંટણી જંગમાં મુખ્યત્વે શાસક તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ભાજપ, ડાબેરી મોરચો અને કોંગ્રેસ સાથે પણ કેટલાક મત વિસ્તારોમાં જોરદાર ટક્કર છે.
મતદાનના પહેલા તબક્કા દરમિયાન તમામની નજર નંદીગ્રામ પર રહેશે. રાજ્યના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી હાઈ-વોલ્ટેજ ચૂંટણી જંગનો સામનો કરી રહ્યા છે. પાછલી ચૂંટણીમાં, તેમણે આ મતવિસ્તારમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા હતા. આ વખતે તેમની સામે તૃણમૂલના દાવેદાર પવિત્રા કર છે.
આ ઉપરાંત આસનસોલમાં અગ્નિમિત્રા પોલ અને તૃણમૂલના તાપસ બેનર્જી વચ્ચેનો મુકાબલો પણ ખૂબ જ તીવ્ર બનવાની ધારણા છે. ખડગપુર સદરમાં દિલીપ ઘોષ ફરી એકવાર નસીબ અજમાવી રહ્યા છે. ઉત્તર બંગાળમાં ખાસ કરીને માથાભંગા (કૂચ બિહાર) અને દિનહાટામાં નિસિથ પ્રામાણિક અને ઉત્તર બંગાળ વિકાસ રાજ્યમંત્રી ઉદયન ગુહા જેવા ઉમેદવારો વિરોધીઓને પડકાર આપી રહ્યાં છે. બીજી તરફ, મતદાનનો પ્રથમ તબક્કો તૃણમૂલના દિગ્ગજ મંત્રીઓ અને જિલ્લા પ્રમુખો માટે કસોટી કરશે.
ચૂંટણી પંચે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય તે માટે તૈયારીઓ કરી છે. પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે કેન્દ્રીય દળોની 2,407 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર વેબકાસ્ટિંગ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને દેખરેખ રાખવામાં આવશે.
પંચે સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે કે મતદારોને ધાકધમકી આપવા અથવા બૂથ કેપ્ચર કરવા અંગેની કોઈપણ ફરિયાદ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સંવેદનશીલ મતવિસ્તારોમાં ક્વિક રિસ્પોન્સ ટીમો (QRTs) અને કેન્દ્રીય દળો દ્વારા ખાસ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. પશ્ચિમ બંગાળની સાથે તામિલનાડુ, કેરલમ, આસામ અને પુડ્ડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામ સાથે 4 મેના રોજ જાહેર થશે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.