વિજય રુપાણી રાજસ્થાન અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના ચૂંટણી અધિકારી
ભાજપે તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની વરણી માટે કરી ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી

વિજય રુપાણી રાજસ્થાન અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના ચૂંટણી અધિકારી

વિજય રુપાણી રાજસ્થાન અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના ચૂંટણી અધિકારી
ભાજપે તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની વરણી માટે કરી ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને ફરી એક વાર મહત્વની જવાબદારી મળી છે. વિજય રુપાણીને રાજસ્થાનના ચૂંટણી અધિકારી બનાવાયા છે. ઉલ્લેખનિય છે કે રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પણ 15 જાન્યુઆરી સુધીમાં ચૂંટણી થવાની છે. આ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ભાજપમાં હાલ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને તેના ભાગરુપે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની નિમણૂક કરવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી રહી ચૂક્યા છે. તેઓ 8 જાન્યુઆરી બાદ ગુજરાત આવશે અને ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા કરી આગળ ધપાવશે.
બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાનના ચૂંટણી અધિકારી બનાવાયા છે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ભાજપ પ્રમુખની પસંદગી માટે ચૂંટણી અધિકારીની જવાબદારી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડો.રાધા મોહનદાસ અગ્રવાલને સોંપવામાં આવી છે.
બીજી તરફ પીયૂષ ગોયલ ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારી બન્યા છે,અને મનોહર લાલ ખટ્ટર બિહારના અને ધર્મેન્દ્ર પ્રધાન મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી બન્યા છે. સુનિલ બંસલને ગોવાના ચૂંટણી અધિકારી અને શિવરાજસિંહ ચૌહાણને કર્ણાટકના ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આંદામાન અને નિકોબાર માટે તમિલિસાઈ સુંદરરાજન, આંધ્રપ્રદેશ માટે પીસી મોહન, અરુણાચલ પ્રદેશ માટે સર્બાનંદ સોનોવાલ, આસામ માટે ગજેન્દ્ર સિંહ શેખાવત, ચંદીગઢ માટે સરદાર નરિંદર સિંહ રૈના, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી-દમણ અને દીવ માટે ડૉ હરિયાણા માટે દાસ અગ્રવાલ, હરિયાણા માટે ભૂપેન્દ્ર યાદવ, હિમાચલ પ્રદેશ માટે ડૉ.જિતેન્દ્ર સિંહ, જમ્મુ-કાશ્મીર માટે સંજય ભાટિયા, કેરળ માટે પ્રહલાદ જોશી, લદ્દાખ માટે જયરામ ઠાકુર, લક્ષદ્વીપ માટે પોન. રાધાકૃષ્ણન, મેઘાલય માટે જ્યોર્જ કુરિયન બનાવાયા છે તથા મિઝોરમ માટે વનાતિ શ્રીનિવાસન, નાગાલેન્ડ માટે વી. મુરલીધરન, ઓડિશા માટે સંજય જયસ્વાલ, પુડુચેરી માટે તરુણ ચુગ, રાજસ્થાન માટે વિજય રૂપાણી, સિક્કિમ માટે કિરણ રિજિજુ, તમિલનાડુ માટે જી. કિશન રેડ્ડી, તેલંગાણા માટે કુમારી શોભા કરંદલાજે અને ત્રિપુરા માટે જુઅલ ઓરામને રિટર્નિંગ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?