વિજયની રેલી દુર્ઘટનામાં ફેરવાઈ..39નાં મોત!
રેલીમાં ભીડ નિયંત્રણ તૂટતાં મચ્યો કોહરામ, બાળકો- મહિલાઓ સહિત 39 લોકોના મોત, 95થી વધુ ઘાયલ
વિજયની રેલીમાં નાસભાગ, 39નાં મોત
વિજયની રેલીમાં નાસભાગ, 39નાં મોત
તમિલનાડુના કરુર ખાતે અભિનેતા અને રાજકારણી વિજય થલપતિની પાર્ટી TVKની રેલીમાં ગંભીર નાસભાગ મચી ગઈ હતી, જેમાં 39 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 95થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની ભીતિ છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફેલાવ્યું છે.
ઘટના અને તંત્રની પ્રતિક્રિયા
આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો વિજયના ભાષણ સાંભળવા માટે ઉમટી પડ્યા હતા. ભારે ભીડ અને ધક્કામુક્કીના કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા, જેમાં નાના બાળકો અને મહિલાઓ પણ સામેલ હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે વિજયે પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવીને એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે લોકોને અપીલ કરવી પડી.
ઘટનાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી ડી.એમ.કે. સ્ટાલિને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા. તેમણે હોસ્પિટલમાં દાખલ તમામ ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 95થી વધુ ઘાયલોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃત્યુઆંક અંગે વિસંગતતા અને રાજકીય પ્રતિક્રિયા
દુર્ઘટનાના પ્રારંભિક અહેવાલોમાં મૃત્યુઆંક અંગે વિસંગતતા જોવા મળી હતી. શરૂઆતમાં, વિપક્ષના નેતા પલાનીસ્વામીએ 29 લોકોના મોતની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ, આરોગ્ય મંત્રીએ 29 મૃત્યુ અને ૪૫થી વધુ ઘાયલોની પુષ્ટિ કરી. જોકે, મુખ્યમંત્રી સ્ટાલિને પાછળથી આ આંકડો વધીને 36 થયો હોવાનું જણાવ્યું, જેમાં 8 બાળકો અને 16 મહિલાઓનો સમાવેશ થાય છે. અંતિમ અહેવાલો અનુસાર, મૃત્યુઆંક હવે 39 પર પહોંચ્યો છે.
આ ગંભીર ઘટના બાદ કેન્દ્ર સરકારે પણ દખલગીરી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સ્ટાલિન અને રાજ્યપાલ સાથે ફોન પર વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી આ સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ પણ માંગ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કરતા X (ટ્વિટર) પર પોસ્ટ કરી હતી. મુખ્યમંત્રી સ્ટાલિન આવતીકાલે કરુરની મુલાકાત લઈને ઘાયલોની ખબર પૂછે તેવી શક્યતા છે.
સુરક્ષા વ્યવસ્થા પર સવાલો
આટલી મોટી રેલીમાં સુરક્ષા વ્યવસ્થાના અભાવ અને ભીડ નિયંત્રણમાં નિષ્ફળતાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તંત્ર દ્વારા ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આ દુર્ઘટનાએ ભવિષ્યમાં આવા મોટા કાર્યક્રમો માટે સુરક્ષા પ્રોટોકોલને વધુ કડક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા