ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: 39 સાંસદોએ કોને મત આપ્યો?
ઈન્ડિયા ગઠબંધનના સુદર્શન રેડ્ડીને 315 માંથી 300 મત મળતાં 15 સાંસદોએ કોને મત આપ્યો?
15 મતોને અમાન્ય જાહેર કરવામાં આવ્યા તેમાંથી 10 NDA અને 5 ઈન્ડિયા ગઠબંધનના મત
15 મતોને અમાન્ય જાહેર કરવામાં આવ્યા તેમાંથી 10 NDA અને 5 ઈન્ડિયા ગઠબંધનના મત
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. દેશને સીપી રાધાકૃષ્ણનના રૂપમાં નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા. રાધાકૃષ્ણને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા. રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત મનાતો હતો, પરંતુ વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને અપેક્ષા કરતાં 15 મત ઓછા મળતાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, વિપક્ષ માટે આશ્વાસન એ રહ્યું કે, છેલ્લાં 11 વર્ષમાં યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ પદની ત્રણ ચૂંટણીમાં આ વખતે સૌથી ઓછા માર્જીનથી હાર થઈ છે.
NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 મતથી હરાવ્યા. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા જ્યારે સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યાં. રેડ્ડીને દાવા કરતા ઓછા મત મળ્યા. ઇન્ડિયા ગઠબંધનને અપેક્ષા કરતાં ઓછા મત મળ્યા. સંસદમાં ઈન્ડિયા ગઠબંધનના 315 સાંસદ છે. તેથી તેમને 15 મત ઓછા મળ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે X પર પોસ્ટ કરી વિપક્ષ એક હોવાનો દાવો કરી કહ્યું હતું કે, તમામ 315 સાંસદો મતદાન માટે હાજર હતા. આ એક અભૂતપૂર્વ 100 ટકા મતદાન છે. વિપક્ષને 15 મત ઓછા મળ્યા. દરેક પક્ષ દાવો કરવામાં વ્યસ્ત છે કે તેમની છાવણીમાં કોઈએ ક્રોસ વોટિંગ કર્યુ નથી. બીજી તરફ NDA પાસે 427 સાંસદો છે અને તેને 25 મત વધારે મળ્યા છે.
લોકસભા અને રાજ્યસભામાં કુલ 788 સાંસદો છે. તેમાંથી કુલ 781 સાંસદોએ મતદાન કરવાનું હતું. 7 બેઠકો ખાલી છે. 781 માંથી 427 સાંસદો NDAના છે. જ્યારે 354 સાંસદો ઈન્ડિયા ગઠબંધનના છે. તેમાંથી 315 સાંસદો ઈન્ડિયા ગઠબંધનના છે. 39 સાંસદો NDA કે ઈન્ડિયા ગઠબંધન સાથે નહોતા. તેવી સ્થિતિમાં, 39 સાંસદોએ કોને મત આપ્યો તે જાણવું મહત્વપૂર્ણ બની જાય છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વ્હીપ ન હોવા છતાં વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન તમામ સાંસદોને મતદાન માટે સમજાવવામાં સફળ રહ્યો. ચૂંટણીનું મહત્વ દર્શાવતા તૃણમૂલ કોંગ્રેસના 2 લોકસભા સાંસદો, સુદીપ બંદોપાધ્યાય અને સૌગત રોય બિમાર હોવા છતાં મતદાન કરવા આવ્યા હતા.
કોની સાથે 39 સાંસદો રહ્યાં?
39 વિપક્ષી સાંસદોમાંથી YSRCP ના 11 સાંસદોએ NDAની તરફેણમાં મતદાન કર્યું. હવે રહ્યો આંકડો 28 સાંસદોનો. તેમાંથી 7 બીજુ જનતા દળના, 4 BSRના, 1 અકાલીદળના, 1 અપક્ષ અને અમૃતપાલ છે. આ સાંસદોએ કોઈને મત આપ્યો નથી. અમૃતપાલ જેલમાં છે અને તેમણે પોસ્ટલ બેલેટ દ્વારા તેઓ કોઈને મત નહીં આપે તેમ જણાવ્યું હતું.
હવે 28 સાંસદોમાંથી 14 સભ્યોને દૂર બાદ કરીએ તો આંકડો 14 રહ્યો. આ 14 સાંસદોમાંથી કેટલાક અમાન્ય હશે અથવા NDA ને મત આપ્યો હશે. હકીકતમાં કુલ 15 મત અમાન્ય રહ્યા છે. આ મતો બંને તરફથી પડ્યા છે. તેવી સ્થિતિમાં ક્રોસ વોટિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ આંકડો લગભગ 10 સાંસદોનો હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે 15 મતોને અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી 10 NDAના અને 5 ઈન્ડિયા ગઠબંધનના છે.
11 વર્ષમાં સૌથી ઓછા માર્જિનથી હાર
ઉપરાષ્ટ્રપતિ પદ-2025ની ચૂંટણીમાં 152 મતોથી ઈન્ડિયા ગઠબંધનને હાર મળી છે. 2014માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી વિપક્ષ માટે સૌથી ઓછા માર્જીનથી આ હાર છે. વર્ષ 2022ની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડ 346 મતોના માર્જિનથી જીત્યા હતા. જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં વેંકૈયા નાયડુ 272 મતોથી જીત્યા હતા.
ક્રોસ વોટિંગ કરનાર સાંસદોની શોધખોળ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. જ્યારે તેઓએ ઓછામાં ઓછા 315 મતોની ગણતરી કરી હતી. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, વિપક્ષી નેતાઓ અપેક્ષા રાખતા હતા કે રેડ્ડીને 315 થી 324 મત મળશે. પરંતુ 15 મત NDAમાં ગચા. કેટલાક મતોને ઇરાદાપૂર્વક અમાન્ય જાહેર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પરિણામ પછી વિપક્ષી છાવણીમાં દેશદ્રોહીઓની શોધ શરૂ થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં AAP, શિવસેના(UBT) અને NCP(શરદ પવાર)ના કેમ્પ પર સૌથી વધુ આંગળી ચિંધાઈ રહી છે. રાજસ્થાન અને તમિલનાડુના એક સાંસદના મત અંગે પણ ચર્ચા થઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટી વ્હીપ લાગુ પડતો નથી. તેથી સાંસદો માટે ક્રોસ વોટિંગ સરળ બન્યું.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 781 હતી. જેમાંથી 767 મતદારોએ મતદાન કર્યુ. મત ગણતરીમાં 752 મત માન્ય અને 15 અમાન્ય રહ્યાં. તે રીતે જોઈએ તો જીત માટે ઓછામાં ઓછા 377 મત જરૂરી હતા. વિપક્ષી ઉમેદવાર વી.સુદર્શન રેડ્ડીને 300 મત પ્રથમ પસંદગીના મત મળ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા