ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઃ નંબર ગેમ વિરૂદ્ધ નૈતિક યુદ્ધ?
NDA ના રાધાકૃષ્ણનને 439 સાંસદો, I.N.D.I.A. ના સુદર્શન રેડ્ડીને 324 સાંસદોનું સમર્થન
NDAના રાધાકૃષ્ણને નંબર ગેમ ઉપર અને I.N.D.I.A. ના સુદર્શનનો 'અંતરાત્માનો અવાજ' પર આધાર
NDAના રાધાકૃષ્ણને નંબર ગેમ ઉપર અને I.N.D.I.A. ના સુદર્શનનો 'અંતરાત્માનો અવાજ' પર આધાર
આવતીકાલે(9 સપ્ટેમ્બર) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન છે. શાસક NDAના સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ I.N.D.I.A. બ્લોકના સુદર્શન રેડ્ડી વચ્ચે સ્પર્ધા છે. 'નંબર ગેમ' જોતાં NDA ના રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત છે. પરંતુ વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડી સાંસદોના 'અંતરાત્માનો અવાજ' પર આધાર રાખી રહ્યાં છે. તેના કારણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. આ વખતની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું અનોખું પાસું એ છે કે બંને ઉમેદવારો દક્ષિણ ભારતના છે.
સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરશે. સાંસદોની સંખ્યાની દ્રષ્ટિએ NDA ના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન I.N.D.I.A. બ્લોકના ઉમેદવાર બી.સુદર્શન રેડ્ડી કરતા આગળ છે. રાધાકૃષ્ણનને 439 સાંસદો અને સુદર્શનને 324 સાંસદોનું સમર્થન મળવાની ધારણા છે.
NDA અને 'ઇન્ડિયા' બ્લોકે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની બધી તાકાત લગાવી દીધી છે. ભાજપના નેતૃત્વ હેઠળનું NDA ગઠબંધન I.N.D.I.A. બ્લોકને મજબૂત લડાઈ આપશે. તેવી સ્થિતિમાં I.N.D.I.A. બ્લોકે 'અંતરાત્માનો અવાજ' નો આશરો લઈ પોતાની સંખ્યા વધારવાનું પગલું ભર્યું છે. સુદર્શન રેડ્ડીએ વીડિયો અપીલ જાહેર કરીને વિપક્ષી સાંસદોને આકર્ષવા માટે પ્રયાસ કર્યો છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 'નંબર ગેમ'ને સમજો
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરે છે. બંને ગૃહોના કુલ સાંસદોની સંખ્યા 781 છે. તેથી જીત માટે 392 સાંસદોનું સમર્થન જરૂરી છે. લોકસભામાં અધ્યક્ષ સિવાય 542 સાંસદો છે. જેમાં NDA પાસે 293 સાંસદો અને વિપક્ષ I.N.D.I.A. બ્લોક પાસે 234 સાંસદો છે. જ્યારે અન્ય 15 સાંસદો છે. રાજ્યસભામાં કુલ 245 પૈકી હાલમાં 239 સાંસદો છે. જેમાં NDA પાસે 132 સાંસદો અને વિપક્ષ I.N.D.I.A. બ્લોક પાસે 77 સાંસદો છે. જ્યારે અન્ય 30 સાંસદો છે.
'નંબર ગેમ' યુદ્ધ વિરુદ્ધ 'નૈતિક' યુદ્ધ?
NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને તમિલનાડુથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વિપક્ષ I.N.D.I.A. ગઠબંધને તેલંગાણાથી બી. સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતારી ચૂંટણીને સંખ્યાત્મક કરતાં વધુ પ્રતિકાત્મક બનાવી દીધી છે. I.N.D.I.A. બ્લોક તેના સાથી પક્ષોને એક રાખવાની સાથે કેટલીક વધારાની સંખ્યા મેળવવાની આશા જીવંત રાખી છે. કારણ કે તેલુગુ ઓળખ દ્વારા YSRCP જેવા પક્ષોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુદર્શન રેડ્ડી જગન મોહન રેડ્ડીને મળ્યા હતા, પરંતુ જગને તેમને ટેકો આપવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. કારણ કે જગન પહેલાથી જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને NDA ઉમેદવારને ટેકો આપવાનું વચન આપી ચૂક્યા છે. જો કે, તેમણે બંધારણ અને લોકશાહીની ભાવનાના રક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીની પ્રશંસા કરી હતી. જગને એવી પણ વિનંતી કરી હતી કે, સુદર્શનની ઉમેદવારીને ટેકો આપવાની તેમની અસમર્થતાને ગેરસમજ ન કરવી જોઈએ.
'અંતરાત્માના અવાજ' પર આધાર રાખવાનો વિરોધ
વિપક્ષ આશા રાખી રહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દેખાય છે તેટલી સ્વચ્છ નહીં હોય. ઘણા સાંસદો તેમના અંતરાત્માના અવાજ પર મતદાન કરી શકે છે. બી. સુદર્શન રેડ્ડીએ કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વ્હીપ નથી. તેવી સ્થિતિમાં ઘણાં વિપક્ષી સાંસદો તેમના અંતરાત્માના અવાજ પર મતદાન કરશે.
દારૂ કૌભાંડના આરોપી સાંસદ મિથુન રેડ્ડીની મુક્તિ અંગે ટીડીપી અને વાયએસઆરસી વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. તેનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે કહ્યું, "હવે તેઓ થોડા સમય માટે વચગાળાના જામીન પર મુક્ત છે. ન્યાય થયો હોવાથી નહીં પરંતુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે પોતાનો મત આપવાનો છે. વાસ્તવિક સસ્પેન્સ એ છે કે શું ટીડીપીના લોકો ભાજપના ઉમેદવારને મત આપશે. જેમણે તેમને જેલમાં મોકલ્યા હતા? કે પછી બંધારણના રક્ષણ માટે લડી રહેલા ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીને મત આપશે?"
શાસક પક્ષ NDA 'નંબર ગેમ' માટે આશાવાદી
સી.પી. રાધાકૃષ્ણને એનડીએના 'નંબર ગેમ' પર પોતાનો વિજય થવાનો દાવો કર્યો છે. એનડીએને લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132નો ટેકો છે. તે રીતે 425 સાંસદોનું સમર્થન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત, NDA ની જીત નિશ્ચિત માનવામાં આવે છે. પરંતુ તે 2022 માં NDA ઉમેદવાર જગદીપ ધનખડને મળેલા 528 મતો કરતાં સંખ્યા ઓછી છે.
ભાજપના નેતાઓ સીપી રાધાકૃષ્ણનની જીતનું માર્જિન વધારવા તમામ વિપક્ષી પક્ષોનો ટેકો મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રાજનાથસિંહે જગન મોહન રેડ્ડીની પાર્ટી સહિત તમામ વિપક્ષી પક્ષો સાથે વાતચીત કરી છે. આ ઉપરાંત, ભાજપે તેના સાંસદો માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કર્યું છે. જેમાં મતદાન પ્રક્રિયા અને ગુપ્ત મતદાનની તકનીકી ઘોંઘાટ વિશે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. NDA નેતૃત્વએ ભાર મૂક્યો હતો કે કોઈપણ બેદરકારી વિપક્ષને ફાયદો પહોંચાડી શકે છે. તેથી સાંસદોએ સાવચેત રહેવું જોઈએ.
BJD થી BRS સુધીના સાંસદો કોને સમર્થન આપશે?
BJD અને BRS સહિત 18 સાંસદોએ હજુ સુધી જાહેરાત કરી નથી કે તેઓ કયા ઉમેદવારને મત આપશે? જો કે, BJD ના 7 સાંસદો, BRS ના 4, અકાલી દળ, ZPM અને VOTTP ના એક-એક અને ત્રણ સ્વતંત્ર સાંસદોએ હજુ સુધી સ્પષ્ટ સંકેત આપ્યો નથી. તે રીતે, આ પક્ષોની રણનીતિ અંગે સસ્પેન્સ યથાવત છે. જેને બંને પક્ષો દ્વારા સંભાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યસભામાં બીજેડીના 4 સાંસદો છે. કોંગ્રેસે કેસીઆર સુધી પહોંચવા બહુ ઓછું કર્યું છે. અગાઉ, જ્યારે સુદર્શન રેડ્ડીએ તેલુગુ ગૌરવનો ઉલ્લેખ કર્યો હતો અને બીજેડીના વડા કેસીઆરનો ટેકો મળવા બદલ પ્રશંસા કરી હતી. તેઓ મતદાનથી અળગા રહી શકે છે અથવા એનડીએના સમર્થનમાં જઈ શકે છે.
રાજ્યસભામાં 7 સાંસદો ધરાવતા બીજુ જનતા દળ (બીજેડી) એ હજુ સુધી પોતાની રણનીતિ જાહેર કરી નથી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય બીજેડીના વડા નવીન પટનાયક લેશે. જે આકસ્મિક રીતે દિલ્હીમાં છે. બીજેડીના એક સાંસદે કહ્યું કે, "ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા ઉમેદવારને મત આપવો તે અમને હજુ સુધી કહેવામાં આવ્યું નથી. અમારા નેતા દિલ્હીમાં છે અને તેઓ જે પણ નિર્ણય લેશે તેનું અમે પાલન કરીશું."
ઉલ્લેખનીય છે કે, વક્ફ સુધારા બિલ પરના મતદાન વખતે બીજેડીએ કોઈ આદેશ આપ્યો ન હતો અને સાંસદોને તેમના 'અંતરાત્મા' પર મતદાન કરવા છોડી દીધા હતા. બીજેડી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ આ જ યુક્તિ અજમાવશે કે કોઈ આદેશ આવશે? બંને પક્ષો ક્રોસ વોટિંગની આશા રાખી રહ્યા છે. કારણ કે આ એક ગુપ્ત મતદાન છે. જે તેમના નિવેદનને મજબૂત બનાવશે.
ઓવૈસીથી ચંદ્રશેખર સુધી સુદર્શનની સાથે
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બંધારણના રક્ષણ માટે સુદર્શન રેડ્ડીને સમર્થન આપ્યું છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તેમનો સંપર્ક કર્યો હતો. આઝાદ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે પણ બંધારણના મુદ્દા પર સમર્થન જાહેર કર્યું છે. સુદર્શન રેડ્ડી જેવા બિનરાજકીય ચહેરાને આગળ ધરી I.N.D.I.A. ગઠબંધને રાજકીય ચાલ ચાલી છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, AAP, DMK, SP, RJD, ડાબેરી પક્ષો અને અન્ય વિપક્ષોએ સુદર્શન રેડ્ડીના સમર્થનમાં સક્રિયપણે પ્રચાર કર્યો છે. ત્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ જીતે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા