વાવ-થરાદ LCB PI ને MP ગેનીબેનની ખુલ્લી ચીમકી
LCB પીઆઈ A.P. ચૌધરી સામે ગંભીર આક્ષેપ, "પરિણામ ભોગવવા તૈયાર રહેજો"-ગેનીબેન ઠાકોર

AI જનરેટેડ

AI જનરેટેડ
સોશિયલ મીડિયામાં ગેનીબેનની પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ વાવ-થરાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ગેનીબેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર LCB પીઆઈ A.P. ચૌધરી અંગે કરેલી પોસ્ટમાં સીધી ચેતવણી આપતા લખ્યું છે કે, “પરિણામ ભોગવવા તૈયાર રહેજો” સોશિયલ મીડિયા પર આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
LCB PI એ.પી. ચૌધરી સામે ગંભીર આક્ષેપ
ગેનીબેન ઠાકોરે વાવ-થરાદ જિલ્લાના LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરી પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. પોસ્ટમાં જણાવ્યા મુજબ એ.પી. ચૌધરી અગાઉ 2017 દરમિયાન સુઈગામ વિસ્તારમાં ફરજ બજાવતા હતા તે સમયે પણ એકતરફી કાર્યવાહી માટે ચર્ચામાં રહ્યા હતા.
દિયોદર તાલુકા પંચાયત મુદ્દે ઉઠ્યાં સવાલ
સાંસદ ગેનીબેનના આક્ષેપ મુજબ દિયોદર તાલુકા પંચાયતના કોંગ્રેસ સભ્યોને રાજકીય દબાણ દ્વારા તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે કેટલાક સભ્યો પર દબાણ લાવવા તેમના પરિવારજનોને પણ ધમકી આપવામાં આવી રહી છે.
રાજકીય ખેંચતાણથી મામલો ગરમાયો
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ દિયોદર તાલુકા પંચાયતની રાજકીય ખેંચતાણ છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, LCB પીઆઈ એ.પી.ચૌધરી દિયોદર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને તોડવા માટે રાજકીય દબાણ કરી રહ્યા છે. એટલું જ નહીં કોંગ્રેસના સભ્યો પક્ષ બદલે તે માટે તેમના પરિવારોને પણ પોલીસ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો સાંસદે આરોપ લગાવ્યો છે. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી અને બહુમતી મુદ્દે કેટલાક દિવસોથી રાજકીય માહોલ તંગ બન્યો છે. કોંગ્રેસ સતત ભાજપ અને પોલીસ તંત્ર પર દબાણની રાજનીતિના આરોપો મૂકી રહી છે. હવે ગેનીબેન ઠાકોરની પોસ્ટ બાદ વિવાદ વધુ વકર્યો છે.
પોલીસ વિભાગની પ્રતિક્રિયા પર નજર
ગેનીબેન ઠાકોરે એલસીબી પીઆઈ પર ગંભીર આક્ષેપો કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમાં ડીજીપી અને વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ડીજીપીને ટેગ કર્યા છે. ગેનીબેનની જાહેર ચેતવણી બાદ હવે પોલીસ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર છે. આ મામલે વધુ ઘર્ષણ સર્જાય તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપમાં જિલ્લા પ્રમુખોથી લઈને IT, મીડિયા અને સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારીઓ...બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.