બહેન રોહિણીના અપમાન પર તેજ પ્રતાપ ગુસ્સે ભરાયો
રોહિણી આચાર્યએ પરિવાર અને પક્ષથી સંબંધો તોડ્યા, તેજ પ્રતાપે જયચંદો પર પ્રહાર કર્યા

બહેનના અપમાન પર ભાઈ ગુસ્સે ભરાયો

બહેનના અપમાન પર ભાઈ ગુસ્સે ભરાયો
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ ગઠબંધનના કારમા પરાજય બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ફરી એકવાર મોટી તિરાડ પડી છે. અગાઉ તેજ પ્રતાપ યાદવને ઘરમાંથી કાઢી મૂકાયા બાદ રાજકીય ખળભળાટ મચ્યો હતો, ત્યારે હવે લાલુની પુત્રી રોહિણી આચાર્યએ પરિવાર અને પક્ષ સાથેના સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ ઘટનાથી તેજ પ્રતાપ યાદવ ભડક્યા છે અને તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરીને પરિવાર પર આક્રોશ ઠાલવ્યો છે.
તેજ પ્રતાપની ભાવુક અને આક્રોશભરી પોસ્ટ
તેજ પ્રતાપ યાદવે (Tej Pratap Yadav) તેમની 'જન શક્તિ જનતાદળ' પાર્ટીના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, "રોહિણી આચાર્ય સાથે થયેલી ઘટનાએ મારા દિલને અંદર સુધી હચમચાવી દીધું છે. મારી સાથે જે થયું, તે હું સહન કરી ગયો... પરંતુ મારી બહેન સાથે જે અપમાન થયું, તે કોઈપણ સંજોગોમાં અસહનીય છે."
તેજ પ્રતાપે નાના ભાઈ તેજસ્વી યાદવ (Tejashwi Yadav)નું નામ લીધા વગર, તેમના સલાહકાર ગણાતા સંજય યાદવ અને રમીઝ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ બંનેને 'જયચંદો' ગણાવીને ચેતવણી આપી: "સાંભળી લો, જયચંદો... પરિવાર પર હુમલો કરશો તો બિહારની પ્રજા તમને ક્યારેય માફ નહીં કરે."
તેજ પ્રતાપે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, "જ્યારે મેં મારી બહેન પર ચપ્પલ ઉઠાવવાની વાત સાંભળી, ત્યારે મારા દિલની વેદના હવે આગમાં ફેરવાઈ ગઈ છે... આ થોડા ચહેરાઓએ તેજસ્વીની બુદ્ધિ પર પડદો ઢાંકી દીધો છે."
પિતા લાલુ યાદવને હસ્તક્ષેપની માંગ
તેજ પ્રતાપે આ અન્યાયનું પરિણામ ભયાનક આવવાની ચેતવણી આપી છે અને સીધા પિતા લાલુ યાદવને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેમણે લખ્યું, "પિતાજી, માત્ર એક સંકેત આપો... તમારો માત્ર એક ઈશારો... અને પછી જુઓ બિહારની પ્રજા આ જયચંદોને જમીનમાં દફનાવી દેશે. આ લડાઈ માત્ર પક્ષની નથી, પરિવારના સન્માનની છે. પુત્રીની ગરિમા અને બિહારના સ્વાભિમાનની લડાઈ છે."
રોહિણીએ પણ સંજય યાદવ પર મૂક્યો દોષ
આ પહેલાં રોહિણી આચાર્ય (Rohini Yadav)એ પોતે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, "હું રાજકારણ છોડી રહી છું અને પરિવાર સાથેના સંબંધ તોડી રહી છું. મને સંજય યાદવ અને રમીઝે આવું કરવાનું કહ્યું છે."
નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલાં તેજ પ્રતાપ યાદવને પણ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને તેમણે પણ પોતાના રાજકીય પક્ષની રચના કરી હતી. તે સમયે પણ તેમણે સંજય યાદવ પર જ આરોપો લગાવ્યા હતા. હવે રોહિણીએ પણ સંજય યાદવનું નામ લઈને પરિવારથી સંબંધ તોડતા, લાલુ પરિવારમાં આંતરિક સંઘર્ષની વાત વધુ સ્પષ્ટ બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!