તામિલનાડુમાં હિન્દી પર પ્રતિબંધ મૂકતું બિલ થશે રજૂ
આ બિલમાં હિન્દી હોર્ડિંગ્સ અને હિન્દી ભાષાની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ

તમિલનાડુ CM સ્ટાલિન

તમિલનાડુ CM સ્ટાલિન
તામિલનાડુ સરકાર રાજ્યમાં હિન્દી પર પ્રતિબંધ મૂકતો એક મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન વિધાનસભા સત્રના અંતિમ દિવસે આ કાયદો રજૂ કરશે, જેનો હેતુ સમગ્ર તામિલનાડુમાં હિન્દી હોર્ડિંગ્સ અને હિન્દી ભાષાની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનો છે. આ પગલું DMK દ્વારા પ્રાદેશિક ભાષાઓ પર હિન્દી લાદવાના વિરોધમાં ઉઠાવવામાં આવ્યું છે.
DMK સ્થાનિક ભાષાઓ પર હિન્દી લાદવા સામે અવાજ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં રાજ્ય સરકારે તેના રાજ્ય બજેટના લોગો તરીકે સત્તાવાર ભારતીય રૂપિયાનું પ્રતીક '₹' બદલીને તમિલ અક્ષર 'ரூ' નો ઉપયોગ કર્યો હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે સત્તાવાર સંચાર અને દસ્તાવેજી કરણમાં પ્રાદેશિક ભાષાઓના ઉપયોગનો મુદ્દો વિવાદનો વિષય રહ્યો છે, જેમાં DMK સ્થાનિક ભાષાઓ પર હિન્દી લાદવા સામે સતત અવાજ ઉઠાવી રહી છે.
આ પણ વાંચો: તમિલનાડુથી આવ્યો હતો '₹' નો સિમ્બોલ!, એમ.કે સ્ટાલિનને કદાચ યાદ નહીં હોય...
ભાષાના આક્રમણ આત્મસન્માન સાથે ખિલવાડ
CM સ્ટાલિને અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, જો હિન્દી તામિલનાડુ પર 'લાદવામાં' નહિ આવે તો DMK તેનો વિરોધ નહિ કરે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તમિલ લોકો પર બળજબરીથી હિન્દી ભાષા લાદવી એ તેમના આત્મસન્માન સાથે ખિલવાડ કરવા સમાન છે. સ્ટાલિને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ભાજપના 'ત્રિ-ભાષા ફોર્મ્યુલા'ના નામે પહેલા હિન્દી અને પછી સંસ્કૃત લાદવાના પ્રયાસોની સખત વિરુદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યની 2-ભાષા નીતિ (તમિલ અને અંગ્રેજી)ના કારણે રાજ્યે શાળાકીય શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે ભાજપ પર દક્ષિણના રાજ્ય સાથે 'વિશ્વાસઘાત' કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ તમિલ ભાષા અને લોકોના રક્ષણ માટે કોઈ કસર છોડશે નહિ.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં હિન્દી લાદવાનો આરોપ
DMK એ કેન્દ્રની ભાજપની આગેવાની હેઠળના NDA સરકાર પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ત્રિ-ભાષા ફોર્મ્યુલા દ્વારા હિન્દી લાદ વાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે આ આરોપોને નકારી કાઢ્યા છે. તામિલનાડુ સરકાર દ્વારા આ બિલ રજૂ કરવો એ પ્રાદેશિક ઓળખ અને ભાષાકીય અધિકારોને બચાવવાના તેના રાજકીય સ્ટેન્ડનું વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રદર્શન છે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં જ્યાં હિન્દી લાદવાનો વિરોધ એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. આ બિલ તામિલનાડુની રાજનીતિમાં ભાષા આધારિત વિવાદને ફરી એકવાર કેન્દ્રમાં લાવી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?