ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ

ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ

ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ
ગુજરાતના રાજકારણમાં અણધાર્યો અને મોટો વળાંક આવ્યો છે. ગઈકાલે, ગુરુવાર, 16 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા હતા. બાદ આજે, શુક્રવાર, 17 ઓક્ટોબર, 2025ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે 11:30 કલાકે 'દાદા સરકાર 2.0'નું નવું મંત્રીમંડળ શપથ લેવા જઈ રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શપથગ્રહણ સમારોહ માટે મહાત્મા મંદિરમાં સ્ટેજની સજાવટ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
જૂના-નવા ચહેરાઓનું સંતુલન: કોને લાગશે લોટરી, કોનું કપાશે પત્તુ?
બંધારણીય નિયમ મુજબ ગુજરાત વિધાનસભામાં મહત્તમ 27 મંત્રીઓ હોઈ શકે છે અને હાલ મુખ્યમંત્રી સહિત 17 મંત્રી હતા. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ, નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 27 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. પહેલા 75 ટકા મંત્રીઓની બાદબાકીની અટકળો હતી, પરંતુ હવે અનેક જૂના મંત્રીઓને રિપીટ કરીને નવા ચહેરાઓ સાથે સમાવવાની સંભાવના છે. 16 જૂના મંત્રીઓના રાજીનામા બાદ આશરે 27 નવા મંત્રીઓની એન્ટ્રીની શક્યતા દેખાઈ રહી છે. 10 જેટલા જૂના ચહેરા ફરી આવશે અને 16 નવા ચહેરાઓને તક મળશે, જેથી મંત્રીમંડળનું કદ વધે.
કુંવરજી બાવળીયા, હર્ષ સંઘવી, કનુ દેસાઈ, પરષોત્તમ સોલંકી, ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા જેવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવા અંગેના ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચા છે. નાયબ મુખ્યમંત્રી પદની ચર્ચા પણ જોર પકડી રહી છે.
મોટા ફેરફાર પાછળની રાજકીય વ્યૂહરચના: સંગઠન અને શાસનમાં નવી ઊર્જા
ભાજપ હાઈકમાન્ડનું આ પગલું ગુજરાતમાં આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે. આ મોટા ફેરફાર દ્વારા ભાજપ સત્તાવિરોધી લહેર ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજીનામું આપનારા જૂના મંત્રીઓએ સરકારી કારો જમા કરાવી દીધી છે, જ્યારે નવા મંત્રીઓ માટે કેબિનોમાં સાફસફાઈ અને રંગરોગાન તેમજ PA અને PSની નિમણૂકો પણ કરી દેવાઈ છે.
CM અને રાજ્યપાલની બેઠક આજે સવારે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગઈકાલે રાજ્યપાલ સાથેની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થઈ હતી. જોકે, આજે સવારે 9:30 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે. હાલ ભુપ્રેન્દ્ર પટેલ રાજ ભવન પહોંચી ચુક્યા છે. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી જૂના મંત્રીમંડળના રાજીનામાં સત્તાવાર રીતે સુપરત કરશે અને નવા મંત્રીઓ અંગેની માહિતી આપશે. પ્રાપ્ત માહિતી મુજબ, મુખ્યમંત્રીએ ગઈકાલે મોડી રાત સુધી ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે ત્રણ કલાક લાંબી બેઠક યોજી હતી, જેના પછી જ મંત્રીમંડળના આ મોટા ફેરફારનો માર્ગ મોકળો થયો છે.
62 વર્ષમાં 28માંથી 12 મંત્રીમંડળ વિસ્તરણ નવરાત્રિથી દિવાળી વચ્ચે
અમદાવાદ 11962માં ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી થઇ ત્યારથી લઇ આજ દિન સુધી કુલ 28 વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમાં ચૂંટણી જીત્યા બાદ જે નવું મંત્રીમંડળ બને છે તે સામેલ નથી. રસપ્રદ વાત એ છે કે સરકારની રચના થયા બાદ 16 વખત મંત્રીમંડળનું વિસ્તરણ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં જ થયું છે.
1962-1994: 12 વખત
1965ના સપ્ટેમ્બરમાં બળવંતરાયની જગ્યાએ હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું. ઓગસ્ટ 1973માં ચીમનભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે, ઓગસ્ટ 1985 અને ઓક્ટોબર 1990માં પણ વિસ્તરણ થયું હતું.
1995-2007:7 વખત
ઓક્ટોબર 1995માં કેશુભાઈની જગ્યાએ સુરેશ મહેતા અને ઓક્ટોબર 1996માં શંકરસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે, ઓક્ટોબર 1997માં દિલીપ પરીખ, ઓક્ટોબર 2001માં મોદી આવ્યા ત્યારે, 2003 અને 2006માં પણ મંત્રીમંડળ બદલાયું હતું.
2008-2025: 9 વખત
ઓગસ્ટ 2010માં, સપ્ટેમ્બર 2011માં મોદી વખતે, ઓગસ્ટ 2016માં આનંદીબેને રાજીનામું આપતા રૂપાણી આવ્યા ત્યારે, સપ્ટેમ્બર 2021માં રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે અને હવે ઓક્ટોબર 2025માં વિસ્તરણ થઇ રહ્યું
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?