સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોમાં બળવાની પરિસ્થિતિ
આવતીકાલે નામાંકનપત્રોની ચકાસણી બાદ 4 ફેબ્રુઆરીએ હરીફ ઉમેદવારોની યાદી સ્પષ્ટ થશે

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોમાં બળવાની પરિસ્થિતિ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોમાં બળવાની પરિસ્થિતિ
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત નામાંકનપત્ર ભરવાની પ્રક્રિયા શનિવારે પૂર્ણ થઈ છે. મોટાભાગની સંસ્થાઓમાં તમામ રાજકીય પક્ષોમાં બળવાની સ્થિતિ જોવા મળી છે. પક્ષ દ્વારા ટિકિટ નહી આપતા ઉમેદવારોએ બળવો કરી અપક્ષ અથવા તો અન્ય પક્ષોમાં ઉમેદવારી કરીને પક્ષના નેતાઓનું ટેન્શન વધાર્યુ છે. ભાજપે બળવો થવાની શક્યતાએ ઉમેદવારોની યાદી મોડી જાહેર કરી હતી. જ્યારે કોંગ્રેસે સ્થાનિક નેતાઓને મેન્ડેટની જવાબદારી સોંપી યાદી જાહેર કરવાનું ટાળ્યુ હતુ.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત 1 ફેબ્રુઆરીને શનિવાર સુધી નામાંકન પત્રો ભરાયા હતા. ભાજપે બળવો થવાની આશંકાએ ઉમેદવારોની યાદી મોડી જાહેર કરી હતી. તેમ છતાં ઘણી સંસ્થાઓમાં બળવા જેવી સ્થિતિ જોવા મળી છે. ટિકિટ નહી મળતાં ઘણાં ઉમેદવારોએ પક્ષમાં અપક્ષ અથવા તો અન્ય પક્ષોમાં ઉમેદવારી કરી બળવો કર્યો છે. જ્યારે કોંગ્રેસે બળવો થવાની શક્યતાએ ઉમેદવારોની યાદી જાહેર કરવાનું ટાળ્યુ હતુ. કેટલીક નગરપાલિકાઓમાં કોંગ્રેસની નેતાગીરીનું મિસ મેનેજમેન્ટ જોવા મળ્યુ હતુ. કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો સમયસર ફોર્મ ભરવા નહી પહોંચતાં ભાજપને બેઠકો બિનહરીફ મળે તેવી શક્યતા છે. નામાંકનપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી હોવાથી તે દિવસે હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
બોટાદ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોમાં 89 ફોર્મ ભરાયા છે. જેમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારો સમયસર ફોર્મ નહી ભરી શકતાં ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. જામજોધપુર નગરપાલિકામાં ભાજપના પૂર્વ પ્રમુખને ટિકિટ નહી મળતાં બળવો કરી આપમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેવી જ રીતે ધ્રોલ, કરજણ, લુણાવાડા, કાલોલ અને માણસા નગરપાલિકામાં ભાજપના કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. જ્યારે વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકોની ચૂંટણીમાં 7 બેઠકો ભાજપને બિનહરીફ મળે તેવી શક્યતા છે. વોર્ડ નં-1માં ચાર બેઠકો અને વોર્ડ નં-5માં ત્રણ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ નહી ભરતાં 7 બેઠકો બિનહરીફ થશે.
મહેસાણા જિલ્લાની વડનગર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકોની ચૂંટણીમાં પાલિકાના પૂર્વ પ્રમુખને ટિકિટ નહી મળતાં તેમની પત્નીને અપક્ષ ઉમેદવારી કરાવી બળવો કર્યો છે. ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર-6માં કોઈપણ રાજકીય પક્ષને પ્રજાનું સમર્થન નહી મળતું હોવાથી ભાજપે ઉમેદવારો જાહેર નહી કરીને ચારેય અપક્ષ ઉમેદવારોને સમર્થન જાહેર કરવાની ફરજ પડી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ફાળવેલી ટિકિટોમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 13 ઉમેદવારોને રિપિટ કરીને ભાઈ-ભત્રીજા અને સગાઓને ટિકિટ ફાળવાયાનો આક્ષેપ થયો છે.
મહત્વપૂર્ણ છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ખાલી પડેલી મનપાની 3, નગરપાલિકાની 21, જિલ્લા પંચાયતની 9 અને તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી અંતર્ગ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મત ગણતરી થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?