ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલને શો કોઝ નોટિસ
શહેર ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો કરવા કરી તાકીદ

શહેર ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો કરવા કરી તાકીદ

શહેર ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો કરવા કરી તાકીદ
ગાંધીનગરના ડેપ્યુટી મેયર અને હાલના કોર્પોરેટર પ્રેમલસિંહ ગોલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ તથા ગેરશિસ્ત બદલ ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ રુચિર ભટ્ટે કારણદર્શક નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી છે. સાત દિવસમાં ખુલાસો નહિ કરવામાં આવે તો તાત્કાલિક અસરથી બરતરફ કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભાજપના પ્રદેશ મહામંત્રી અને અધ્યક્ષની સૂચનાથી ગાંધીનગરના ડેપ્યુટી મેયર અને હાલના કોર્પોરેટર પ્રેમલસિંહ ગોલને પક્ષ વિરોધી પ્રવૃતિ અને ગેરશિસ્ત બદલ ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા શહેર અધ્યક્ષ રુચિર ભટ્ટે કારણદર્શક નોટિસ ફટકારી છે. જેમાં પૂર્વ ડેપ્યુટી મેયરને કહેવાયું છે કે, તમે ભારતીય જનતા પાર્ટી અને ગાંધીનગર શહેરના જવાબદાર સભ્ય છો. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન પર ચૂંટાયેલા ગાંધીનગર મહાનગરપાલિકાના વર્તમાન સભ્ય છો.
છેલ્લા ઘણા સમયથી આપ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ તથા અસહ્ય ગેરશિસ્ત આચરી રહ્યા છો. આપની જાહે૨માં ભાષા તથા જવાબદાર કાર્યકર્તા સાથેનો વ્યવહાર પક્ષના પાયાના સિદ્ધાંતોથી વિરૂદ્ધ છે. આપને આપના વ્યવહાર તથા ગેરશિસ્ત માટે વારંવાર ટકોર સંગઠનના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. તેમ છતાં પણ આપનો દુર્વ્યવહાર, ગેરશિસ્ત તથા વાણી-વિલાસ ચાલુ છે. આ નોટિસથી આપને દિન- 7માં ઉપરના કા૨ણો માટે આપને પક્ષમાંથી પક્ષના સભ્યપદેથી તેમજ પક્ષના તમામ હોદ્દાઓ પરથી દૂર કેમ ન કરવા તે અંગે કારણદર્શક નોટીસ આપવામાં આવે છે. ઉપરોકત સમયમાં યોગ્ય જવાબ નહીં મળે તો આપને આ પત્ર અંગે કાંઈ કહેવાનું નથી તેમ માની પક્ષમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?