શિવરાજ ઉતાવળે પત્નીને ભૂલ્યા, કાફલાએ લીધો યુ-ટર્ન!
જૂનાગઢ કૃષિ યુનવર્સિટી અને ગીરના જંગલની મુલાકાત બાદ ફ્લાઇટ પકડવાની ઉતાવળમાં...

રાજકોટ તરફ એકાદ કિલોમીટર દૂર ગયા પછી શિવરાજને યાદ આવ્યુ કે તેઓ પત્નીને લેવાનું ભૂલી ગયા..

રાજકોટ તરફ એકાદ કિલોમીટર દૂર ગયા પછી શિવરાજને યાદ આવ્યુ કે તેઓ પત્નીને લેવાનું ભૂલી ગયા..
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણની એક નાની ભૂલ હેડલાઈન બની ગઈ હતી. શ્રાવણ મહિનાને લઈ સોમનાથ મહાદેવના દર્શન કરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે ગયા હતા. જ્યાંથી ફ્લાઇટ પકડવાની ઉતાવળમાં તેઓ તેમની પત્ની સાધનાસિંહને ભૂલી ગયા અને 22 વાહનોના કાફલા સાથે રાજકોટ જવા રવાના થયા. એક કિલોમીટર ચાલ્યા બાદ, તેમને પોતાની ભૂલનો અહેસાસ થતાં કાફલાએ યુ-ટર્ન લઈ પરત ફર્યો હતો.
શિવરાજસિંહ ચૌહાણ શનિવારે ગુજરાતના ધાર્મિક અને સત્તાવાર પ્રવાસે હતા. સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન અને ગીરના જંગલમાં સિંહ દર્શન કરી તેઓ 'લખપતિ દીદી' યોજના સાથે સંકળાયેલા ખેડૂતો અને મહિલાઓ સાથે વાતચીત કરવા મગફળી સંશોધન કેન્દ્રમાં ગયા હતા. કાર્યક્રમ દરમિયાન, તેઓ રાત્રે 8 વાગ્યે રાજકોટથી ફ્લાઇટ પકડવાની ઉતાવળમાં હતા, કારણ કે રસ્તાની ખરાબ હાલતને કારણે સમય વધુ મુશ્કેલ બની ગયો હતો. સ્ટેજ પર પોતાની ઘડિયાળ વારંવાર જોતા, તેમણે કહ્યું, "રાજકોટનો રસ્તો ખરાબ છે, હું આગલી વખતે આરામથી આવીશ," અને પોતાનું ભાષણ ટૂંકાવીને કાફલા સાથે ચાલ્યા ગયા હતા.
પરંતુ આ સમયે ગિરનારના દર્શન કર્યા પછી વેઇટિંગ રૂમમાં બેઠેલા તેમના પત્ની સાધનાસિંહ તેમની સાથે નહોતા. એકાદ કિલોમીટર દૂર ગયા પછી, શિવરાજને અચાનક યાદ આવ્યું. તેમણે સાધનાસિંહને ફોન કરતાં તેઓ મગફળી સંશોધન કેન્દ્રના વેઈટીંગ રૂમમાં બેઠાં હોવાનું કહ્યું હતું. તેથી કાફલો તરત જ મગફળી સંશોધન કેન્દ્ર પાછો ફર્યો. ત્યારબાદ, સાધનાસિંહને સાથે લઈને તેઓ ફરીથી રાજકોટ જવા રવાના થયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં શિવરાજસિંહની સહજતા અને પારિવારિક સ્નેહની ઝલક જોવા મળી હતી.
શિવરાજસિંહે સાસણ-દેવળિયા સફારી પાર્કની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પ્રકૃતિના રાજા, એશિયાઈ સિંહને તેના કુદરતી નિવાસસ્થાનમાં જોયો હતો. તેમણે કહ્યું, "સાસણમાં, અમે પ્રકૃતિનું અદ્ભુત સ્વરૂપ જોયું. ગીરની સુંદરતા મનને મોહિત કરે છે, અને સફારીનો ખ્યાલ અનોખો છે." શ્રાવણ મહિનામાં સોમનાથ દર્શન અને જૂનાગઢના ખેતરોમાં ખેડૂતોને મળવાથી તેમનો પ્રવાસ ખાસ બન્યો હતો.
આ ઘટનામાં કોઈ કાનૂની ગૂંચવણ નહોતી. પરંતુ સ્થાનિક વહીવટીતંત્રે કાફલાની ગતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શિવરાજની ઉતાવળને ધ્યાનમાં રાખીને, રૂટ પર ટ્રાફિક વ્યવસ્થાપન સુધારવાની સલાહ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?