કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાશે? શશી થરુરે આપ્યો સ્પષ્ટ જવાબ
અમેરિકાની સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના નેતા અને કોંગ્રેસ સાંસદ શશી થરુરે પક્ષ છોડવાના અફવાઓને નકારી.

શશી થરુર

શશી થરુર
પાકિસ્તાન અને આતંકવાદના મુદ્દા પર અન્ય દેશોની મુલાકાતમાં વ્યસ્ત કોંગ્રેસના સાંસદ શશી થરુરના રાજકીય ભવિષ્ય અંગે અનેક અટકળો ચાલી રહી છે. આ વચ્ચે શશી થરુરે પોતાના રાજકીય પક્ષ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, "જો કોઈને લાગે કે દેશના હિતમાં બોલવું પક્ષ વિરોધી છે, તો તેમને પોતાને સવાલ કરવો જોઈએ."
શશી થરુર હાલ અમેરિકાના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર આવી રહેલી અટકળો વિશે પૂછવામાં આવ્યા ત્યારે તેમણે જવાબ આપ્યો કે, "હું સંસદનો ચૂંટાયેલો સભ્ય છું અને મારા કાર્યકાળમાં 4 વર્ષ બાકી છે. મને સમજાતું નથી કે, આવી પૂછપરછ કેમ થાય છે."
પ્રતિનિધિમંડળની અમેરિકા મુલાકાતને લગતી ટીકા અંગે શશી થરુરે કહ્યું કે, "સાચું કહું તો, જ્યારે કોઈ દેશની સેવા કરી રહ્યો હોય ત્યારે કોઈને આ બાબતોની ચિંતા કરવાની જરૂર નથી. મેં મારા મિત્ર સલમાન ખુર્ષીદને પૂછ્યું કે, આજકાલ આપણા દેશમાં દેશભક્ત બનવું એ એટલું મુશ્કેલ કેમ થઈ ગયું છે."
આથી સ્પષ્ટ છે કે, શશી થરુર હજુ પણ કોંગ્રેસમાં જ છે અને તેમના રાજકીય ભવિષ્ય અંગેના પ્રશ્નો માટે તેમણે સ્પષ્ટતા કરી છે કે, તેઓ પોતાના કાર્યકાળ પૂરું કરશે અને કોઈપણ અન્ય પક્ષમાં જોડાશે તે વાત ખરેખર સમજણથી દૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.