કેશુબાપાની જમીન ઉપર શંકરસિંહની એન્ટ્રીઃ વિસાવદરમાં થશે ચતુષ્કોણિય જંગ
પેટા ચૂંટણીની જાહેરાત અગાઉ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી રાજકીય સમરાંગણમાં ફેરવાય તેવા એંધાણ

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી રાજકીય સમરાંગણમાં ફેરવાય તેવા એંધાણ
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે. તેથી આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બીજી તરફ કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહી કરવાનો નિર્ણય કરતાં વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે ચતુષ્કોણિય જંગ જામે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયા અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે.
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટી બાદ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ જાંબુડીના સરપંચ લાલજી કોટડિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી પેટા ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી પીટિશન પરત ખેંચી લેતાં ગમે ત્યારે પેટાચૂંટણી જાહેર થઈ શકે તેમ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી વિસાવદરમાં સક્રિય બની છે. કેશુભાઈ પટેલના ગઢમાં પેટાચૂંટણી પૂર્વે શંકરસિંહ વાઘેલાએ સંમેલન યોજ્યુ હતું. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલાએ વિસાવદર બેઠકના ઉમેદવારની જાહેરાત કરી હતી. વિસાવદર વિધાનસભા હાંસલ કરવા ઉમેદવારની જાહેરાત કરી સંમેલન યોજ્યુ હતુ. વિસાવદરના સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી લાલજી કોટડિયાને ઉમેદવાર જાહેર કર્યા હતા.
કેશુભાઈ પટેલની બેઠક ઉપર શંકરસિંહની એન્ટ્રી
વિસાવદરની પેટા ચૂંટણીને લઈ ભાજપ, આમ આદમી પાર્ટી બાદ હવે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની ગતિવિધિ તેજ બની છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જૂનાગઢની મુલાકાત લઈ વિસાવદરમાં સંમેલન યોજી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. વિસાવદરની મુલાકાત પહેલાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીને જીતાડવા લોકોને અપીલ કરી હતી.
પેટા ચૂંટણી પહેલા વિસાવદર વિધાનસભા રાજકીય સમરાંગણમાં ફેરવાઈ ગઈ છે. કોંગ્રેસે ગઠબંધન કરવાની ના પાડી દેતાં આમ આદમી પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પેટા ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપ ઉમેદવાર જાહેર નહીં કરે. તેવામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સક્રિય થતાં આગામી દિવસોમાં રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા છે. શંકરસિંહ વાઘેલાએ સંમેલન યોજીને વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાના ગામડાઓમાં પક્ષનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.
સવા વર્ષથી વિસાવદર બેઠક ખાલી
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયા અને AAPના ભૂપત ભાયાણી વચ્ચેના ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. ડિસેમ્બર-2023માં તેમણે AAPના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દીધું હતું. તેથી વિસાવદર બેઠક ખાલી પડી હતી. ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા છે. 2022ની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારોએ ભાયાણીની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. હરેશ ડોબરિયા, મોહિત માલવિયા અને હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાંથી મોહિત માલવિયા અને હર્ષદ રીબડિયાએ અરજી પરત ખેંચી છે.
લેઉવા પાટીદાર સમાજના મતદારો નિર્ણાયક
વિસાવદર બેઠક પર લેઉવા પાટીદાર સમાજના મતદારો નિર્ણાયક છે. કુલ 2.70 લાખ મતદારોમાંથી 50 ટકા લેઉવા પટેલ મતદારો છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં 170 થી વધુ ગામોનો આ બેઠકમાં સમાવેશ થાય છે. વિસાવદર બેઠક પર છેલ્લાં 10 વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામા આપી દીધા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!