કયા પગલાં લેવાય તો કોંગ્રેસ ફરી ગુજરાતમાં ઊભી થાય ?, શક્તિસિંહે કર્યો ખુલાસો...!
કેવું હશે ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન ?

કેવું ચાલે છે કોંગ્રેસનું સફાઇ અભિયાન ?

કેવું ચાલે છે કોંગ્રેસનું સફાઇ અભિયાન ?
મંથન કુસુમકર, બેનીફિટ ન્યૂઝ, અમદાવાદ
અમદાવાદના સાબરમતી નદીના કિનારે તાજેતરમાં કોંગ્રેસનું 64 મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું. આ અધિવેશન બાદ ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ ફરીથી બેઠી થવાની વાતોએ જોર પકડ્યું છે. રાહુલ ગાંધીના કહેવા મુજબ પાર્ટીમાં સફાઈ અભિયાન પણ ચાલી રહ્યું છે અને પક્ષને ફરીથી મજબૂત કરવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંગે બેનિફિટ ન્યૂઝના પ્રતિનિધિએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે વિગતવાર વાતચીત કરી, જે આ અહેવાલમાં પ્રસ્તુત છે.
કેવું હશે ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન ?
શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જન અંગે વાત કરતાં જણાવ્યું કે, દુનિયામાં જેનું પણ સર્જન થાય છે તે શ્રેષ્ઠ જ હોય છે, પરંતુ સમયની સાથે તેનું નવસર્જન પણ અત્યંત જરૂરી છે. સમય બદલાય છે અને એ જ રીતે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નજીવા ખર્ચે શિક્ષણ મળતું હતું અને નશા જેવા દૂષણો જોવા મળતા નહોતા. જ્યારે આજની સરકારમાં દેશમાં શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે અને યુવાનોમાં નશાખોરી ચરમસીમાએ પહોંચી ગઈ છે. સૌથી વધુ ડ્રગ્સ પણ ગુજરાતમાં પકડાય છે અને હપ્તાખોરીના કારણે યુવા વર્ગ બરબાદીના આરે પહોંચ્યો છે. શક્તિસિંહ ગોહિલે આશા વ્યક્ત કરી કે ગાંધી અને સરદારની આ જન્મભૂમિને તેની વાસ્તવિક ઓળખ પાછી મળે અને કોંગ્રેસ પાર્ટી સત્તા પડાવવાની નહીં, પરંતુ લોકસેવાની ભાવના સાથે પોતાનું નવસર્જન કરશે અને સકારાત્મકતા સાથે આગળ વધશે.
કેવું ચાલે છે કોંગ્રેસનું સફાઇ અભિયાન ?
કોંગ્રેસમાં ચાલી રહેલા સફાઈ અભિયાન વિશે તેમણે જણાવ્યું કે, જિલ્લા કોંગ્રેસ કમિટીઓને પાર્ટીને નુકસાન કરનારા લોકોને દૂર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને ઘણા લોકોને દૂર પણ કરવામાં આવ્યા છે. દૂર કરાયેલા લોકો દ્વારા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી હોવા છતાં, જિલ્લા પ્રમુખ દ્વારા લેવામાં આવેલા પગલાંને માન્ય ગણવામાં આવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓની પણ ફરિયાદો મળી છે અને તેમને પણ નોટિસ આપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કર્યું કે, પાર્ટીને નુકસાન કરનારને દૂર કરવાની પ્રક્રિયા સતત ચાલતી રહેશે, જે અગાઉથી ચાલતી આવી છે અને ચાલતી રહેશે.

કયા પગલાં લેવાય તો કોંગ્રેસ ફરી ગુજરાતમાં ઊભી થાય ?
ગુજરાતમાં કોંગ્રેસ ફરીથી કેવી રીતે ઊભી થઈ શકે તે અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ત્રણ દાયકાથી કોંગ્રેસની સત્તા ન હોવા છતાં કોંગ્રેસનો કાર્યકર અડીખમ ઊભો છે અને પોતાની વિચારધારાને વળગી રહ્યો છે. ગ્રાસરૂટ સ્તરનું સંગઠન મજબૂત કરવા માટે દરેક બૂથ પર બેઠેલા કાર્યકર સુધી સંવાદ જરૂરી છે અને કોંગ્રેસ પાર્ટી તેમના સુધી પહોંચીને એક સકારાત્મક વાત કરશે અને તે માટે પ્રયત્નો ચાલુ છે. તેમણે સ્વીકાર્યું કે, કેટલાક નેતાઓ સ્વાર્થ અથવા ડરના કારણે આમતેમ થયા હશે, પણ કોંગ્રેસનો કાર્યકર્તા પાર્ટી સાથે અડગ ઊભો છે અને એ જ કોંગ્રેસની તાકાત છે. આવા કાર્યકરોના કારણે જ કોંગ્રેસ ફરીથી મજબૂત સત્તા બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
જુઓ વીડિયો...
આ પણ વાંચો : અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ ઉપર શા માટે હર્ષ સંઘવી ભડક્યા?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!