ઊંઝામાં જીરૂ-વરિયાળીમાં ભેળસેળનો ગંભીર આક્ષેપ!
પૂર્વ MLA નારાયણ પટેલે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી, ભેળસેળવાળા મસાલા પર કડક કાર્યવાહીની માંગ

જીરૂ-વરીયાળીમાં ભેળસેળ કરાતું હોવાનો પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ

જીરૂ-વરીયાળીમાં ભેળસેળ કરાતું હોવાનો પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ
મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં જીરૂ અને વરિયાળીમાં મોટાપાયે ભેળસેળના આરોપો લાગ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમણે ભેળસેળવાળી વસ્તુઓનો નાશ કરવા અને બજાર સમિતિમાં આવા વેપારીઓના નામ જાહેર કરવાની માંગ કરી છે.
પૂર્વ MLA નારાયણ પટેલે જણાવ્યું કે, ઊંઝામાં કેટલાક વેપારીઓ વરિયાળીને કેમિકલથી કલર કરીને નકલી જીરૂ બનાવે છે. આ ખાદ્ય સામગ્રીઓ માનવ આરોગ્ય માટે ગંભીર જોખમ સર્જે છે. તેમની રજૂઆત બાદ ઉંઝા મસાલા માર્કેટમાં હડકંપ મચી ગયો છે અને વેપારીઓમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે, ખાદ્ય વિભાગ દ્વારા ભેળસેળવાળા માલની જપ્તી પછી પણ તેનો નાશ કરવામાં આવતો નથી. જેના કારણે આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થાય છે. તેમણે FSSAIના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવી તાત્કાલિક તપાસની માંગ કરી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રજૂઆતને ગંભીરતાથી લઈને જણાવ્યું કે મહેસાણા જિલ્લો મસાલા ઉત્પાદન માટે જાણીતા છે અને ભેળસેળ સહન નહીં કરવામાં આવે. તેમણે FSSAI અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક તપાસ માટે સૂચના આપી છે. મંત્રીએ જણાવ્યું કે ભેળસેળવાળી વસ્તુઓનો નાશ કરવામાં આવશે અને ગુનેગારો સામે FIR નોંધાશે.
આ વર્ષે ગુજરાતમાં ખાદ્ય ભેળસેળના 250થી વધુ કેસો નોંધાયા છે. જેમાંથી મહેસાણાના 40 કેસો છે. તાજેતરમાં ઊંઝા માર્કેટમાંથી 500 કિલો ભેળસેળવાળું જીરૂ જપ્ત કરાયું હતું. જેનું બજાર મૂલ્ય આશરે 2 લાખ રૂપિયા હતું. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ પ્રકારના કેમિકલ્સ માનવ શરીર માટે અત્યંત હાનિકારક છે અને ત્વચા રોગ, પાચન તકલીફો તથા લાંબા ગાળાના આરોગ્ય જોખમો વધારી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!