મળી ગયા કોંગ્રેસના લંગડા અને લગનના ઘોડા..રાહુલ ગાંધી પણ ચોંકી ઉઠ્યા
આવા સિનીયર નેતાઓ ક્યારેય રાહુલ ગાંધીના સ્વપ્નને સાકાર કરી શકશે નહીં

આવા સિનીયર નેતાઓ ક્યારેય રાહુલ ગાંધીના સ્વપ્નને સાકાર કરી શકશે નહીં

આવા સિનીયર નેતાઓ ક્યારેય રાહુલ ગાંધીના સ્વપ્નને સાકાર કરી શકશે નહીં
કોંગ્રેસ નવસર્જનનો રાહુલ ગાંધીએ ગુજરાતથી પાયલોટ પ્રોજેક્ટ શરુ તો કરી દીધો છે પણ કોંગ્રેસના જ સિનીયર નેતાઓ હવે લગનના ઘોડા અથવા લંગડા ઘોડા સાબિત થઇ રહ્યા છે. રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખોની પસંદગી માટે જીપીસીસીના જે નેતાઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી છે તે નેતાઓ હવે તેમને જે જિલ્લો સોંપાયો છે તે જિલ્લો દૂર પડતો હોવાનું જણાવીને પોતાને જિલ્લો બદલી અપાય તેવી માગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
કોંગ્રેસના નવસર્જન પ્રક્રિયાને રાહુલ ગાંધીએ ગુજરાતથી એટલા માટે શરુ કરી છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, તળીયાથી નળીયા સુધી ભાજપનું શાસન હોવાથી કોંગ્રેસ લગભગ મૃતપાય સ્થિતિમાં આવી ગઇ છે અને તેથી જો વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને ટક્કર આપવી હોય તો તેમના ગૃહ રાજ્યમાં જ તેમને હરાવવા જોઇએ એવું રાહુલ ગાધીને લાગ્યું એટલે તેમણે ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા પર અત્યારથી ફોકસ કર્યું છે જેથી 2027ની ચૂંટણીમાં પરિણામ તેમની તરફમાં મેળવી શકાય. આ માટે તેમણે જિલ્લા પ્રમુખોને તમામ અધિકાર આપવાની વાત કરી છે અને જિલ્લા પસંદગી માટે એક કેન્દ્રીય નિરીક્ષક અને તેમની સાથે જીપીસીસીના ચાર નિરીક્ષક મળીને 5 નિરીક્ષકોની એક કમિટી જાહેર કરી છે અને આ કમિટી તેમને સોંપાયેલા જિલ્લામાં જઇને નેતાઓ અને કાર્યકરોને મળીને તેમની વાત અને રજૂઆતને સાંભળીને જિલ્લા પ્રમુખ તરીકે કોને નિમી શકાય તેના નામનૂ સૂચન કરશે.
પણ હવે ખાટલે મોટી ખોડ એ આવી છે કે જિલ્લાની ફાળવણીથી કેટલાક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કેટલાક નેતાઓને તેમને ફાળવેલા જિલ્લાઓ દૂર હોવાથી તેઓએ વાંધો ઉભો કર્યો છે. અને પોતાનો જિલ્લો બદલાય તેવી માગ કરી રહ્યા છે. પક્ષના કેટલાક સિનિયરો નેતાઓએ પોતાને જે જિલ્લા અપાયા છે, તે દૂર લાગતા હોવાથી જિલ્લો બદલવાની માંગ મૂકી છે.
હવે પક્ષના સિનીયર નેતાઓ જ જો અત્યારથી આ પ્રકારનો કકળાટ શરુ કરી દેતાં હોય તો રાહુલ ગાંધી જે ઇચ્છી રહ્યા છે તે કોઇ કાળે સંભવ નહીં થાય તે વાત ચોક્કસ છે. કોંગ્રેસનું નવસર્જન ક્યારેય થઇ શકશે નહીં. રાહુલ ગાંધીએ પોતે જ મોડાસામાં કહ્યું હતું કે કોંગ્રેસમાં ત્રણ પ્રકારના ઘોડા છે. રેસના ઘોડા..જેમને તે દોડાવશે, લગનના ઘોડા..તેમને તેઓ નચાવશે અને લંગડા ઘોડા..જેમને કોરાણે મુકી દેવાશે. હવે જિલ્લો બદલવાની માગ કરી રહેલા સિનીયર નેતાઓ લગનના ઘોડા જ સાબિત થયા છે કાંતો લંગડા ઘોડા સાબિત થયા છે જે દોડવાની ના પાડી રહ્યા છે. રાહુલ ગાંધી હવે શું એક્શ લેશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો---ગુજરાત કોંગ્રેસના વરઘોડાના ઘોડાઓની યાદી તૈયારઃ મોટી ઉથલપાથલની શક્યતા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!