બોલો,કૃષિ મંત્રીએ પોતાના મંત્રાલયમાંથી સબસિડી લીધી
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીને મળેલી સબસિડીથી દેશમાં શરૂ થયો રાજકીય વિવાદ

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીની ફાઈલ તસવીર

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીની ફાઈલ તસવીર
Union Minister of State for Agriculture subsidy controversy: કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીને પોતાના જ મંત્રાલય હેઠળ અમલમાં રહેલી કૃષિ યોજનામાંથી ₹99 લાખની સબસિડી મળવા મામલે વિવાદ થયો છે. આ સબસિડી નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ (NHB) દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જેમાં કૃષિ રાજ્ય મંત્રી ઉપાધ્યક્ષ તરીકે જોડાયેલા હોવાના કારણે હિતોના ટકરાવ અંગે સવાલો ઊભા થયા છે.
ખેતરમાં લાગેલા બોર્ડથી ખુલ્યો મામલો
મીડિયા અહેવાલો મુજબ, રાજસ્થાનના અજમેર જિલ્લાના પીહ ગામમાં આવેલા ભગીરથ ચૌધરીના ખેતરમાં લગાવવામાં આવેલા માહિતી બોર્ડ પરથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. બોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે કે, કાકડીની આધુનિક ખેતી માટે NHB યોજના હેઠળ લગભગ ₹99.60 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. યોજના હેઠળ 16,592 ચોરસ મીટરમાં ખેતી વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
સ્થળ નિરીક્ષણ પહેલાં જ મંજૂરી મળવાના પ્રશ્નો
માહિતી અનુસાર, આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે ₹1.99 કરોડ દર્શાવવામાં આવ્યો છે. તેમાં મંત્રીનો હિસ્સો અને બેંક લોનનો સમાવેશ થાય છે. આક્ષેપો મુજબ અરજી કર્યા બાદ ટૂંકા ગાળામાં પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ હતી અને સ્થળ નિરીક્ષણની પ્રક્રિયા અંગે સવાલો ઊભા થયા છે. બાદમાં સબસિડીની રકમ સીધી લોન ખાતામાં જમા કરવામાં આવી હોવાનું જણાવાય છે.
હિતોના ટકરાવ અંગે ચર્ચા તેજ
સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો મુદ્દો એ છે કે, જે બોર્ડ દ્વારા સબસિડી આપવામાં આવી, તેમાં ભગીરથ ચૌધરી ઉપાધ્યક્ષ તરીકે જોડાયેલા છે. જો કે, અંતિમ મંજૂરી આપતી સમિતિમાં તેઓ સામેલ નહોતા તેવી દલીલ સામે આવી છે. તેમ છતાં, પોતાના જ મંત્રાલયની યોજના હેઠળ લાભ મળતા પારદર્શિતા અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સબસિડી યોજના શું કહે છે?
નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા સંચાલિત આ યોજના હેઠળ આધુનિક બાગાયત અને વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે છે. કાકડી, શિમલા મરચાં, ટામેટાં સહિત વિવિધ શાકભાજી અને ફૂલોના ઉત્પાદન માટે પ્રોજેક્ટ ખર્ચના મહત્તમ 50 ટકા સુધી સબસિડી આપવામાં આવે છે. એક પરિવાર માટે સહાયની મહત્તમ મર્યાદા એક કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
સંપત્તિની વિગતો છુપાવવાનો આક્ષેપ
ભગીરથ ચૌધરી પોતે NHBના ઉપાધ્યક્ષ હોવાથી આ સબસિડી વિવાદમાં છે. જોકે આખરી મંજૂરી આપનારી કમિટીમાં તેઓ નહોતા. મંત્રીએ PMOને આપેલી સંપત્તિની જાહેરાતમાં જમીનનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ આ પેન્ડિંગ પ્રોજેક્ટની માહિતી છુપાવી હતી. જેનો હવે ખુલાસો કરાશે. અગાઉ વર્ષ 2018માં પણ તેમણે અરજી કરી હતી. પરંતુ હાર્ડ કોપી મોડી જમા થતાં તે રદ થઈ હતી.
હોર્ટિકલ્ચર બોર્ડમાં વાઇસ પ્રેસિડેન્ટ છે ભગીરથ ચૌધરી
એક રિપોર્ટમાં ખુલાસો થયો કે, કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીએ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા સંચાલિત મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર યોજના હેઠળ કાકડીની કમર્શિયલ ખેતી માટે રૂપિયા 99.03 લાખની સબસિડી મેળવી છે. ચોંકાવનારી બાબત એ છે કે, હોર્ટિકલ્ચર બોર્ડના નિયમો મુજબ કેન્દ્રીય કૃષિ મંત્રી તેના હોદ્દાની રૂએ પ્રમુખ હોય છે અને કૃષિ રાજ્ય મંત્રી તેના ઉપપ્રમુખ હોય છે. એટલે કે જે બોર્ડના તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે. તે જ બોર્ડમાંથી તેમને આ મોટી સબસિડી મળી છે.
#WATCH | Ajmer, Rajasthan: On a media report that his own ministry gave him Rs 99-lakh subsidy, under a scheme, for his cucumber farm, MoS Agriculture Bhagirath Choudhary says, "I am a farmer and have been in agriculture since my childhood days...I have not hidden anything.… pic.twitter.com/c8dk0f3D7h
— ANI (@ANI) June 27, 2026
કૃષિ રાજ્ય મંત્રીનો જવાબ
વિવાદ વધતા ભગીરથ ચૌધરીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ બાળપણથી ખેતી સાથે જોડાયેલા છે અને સબસિડી માટેની અરજી વર્ષ 2018માં કરી હતી. જ્યારે તેઓ મંત્રી નહોતા. તેમણે દાવો કર્યો કે તમામ પ્રક્રિયા નિયમો અનુસાર પૂર્ણ થઈ છે અને પ્રોજેક્ટનો ઉપયોગ અન્ય ખેડૂતોને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપવા માટે પણ કરવામાં આવે છે.
મંત્રી પોતે જ અરજદાર અને પોતે જ મંજૂરી આપી: કોંગ્રેસ
આ મામલે દેશભરના વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને ઘેરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ ભાજપના ભ્રષ્ટાચાર સામેના 'ઝીરો ટોલરન્સ' ના દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ માટે તો સબસિડી ઘરથી જ શરૂ થાય છે. મંત્રી પોતે જ અરજદાર છે, પોતે જ મંજૂરી આપનાર સત્તાધિકારી છે અને પોતે જ લાભાર્થી છ. જે સરકારી તિજોરીની લૂંટ છે.
હવે આગળ શું?
આ મામલે સરકાર તરફથી સત્તાવાર તપાસની જાહેરાત થઈ નથી. પરંતુ રાજકીય ચર્ચા તેજ બની છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ સ્પષ્ટતા થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?