સંસદમાં હંગામો રાહુલ ગાંધીએ સ્પીકર સામે કર્યા સવાલ
વડાપ્રધાન સંસદમાં આવતા ડરે છે, જો હુમલાની આશંકા હતી તો FIR કેમ ન થઈ? - રાહુલ ગાંધીની રજૂઆત

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી
સંસદના બજેટ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારે સવારે કાર્યવાહી શરૂ થતાની સાથે જ ભારે ઉહાપોહ મચ્યો હતો, જેના પરિણામે લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરવી પડી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂર્વ સેના પ્રમુખના મુદ્દે બોલવા માંગતા હતા, પરંતુ તેમને મંજૂરી ન મળતા વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
સ્પીકર સમક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવ્યા ત્રણ મુખ્ય મુદ્દા :
હંગામા બાદ રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મૂક્યો હતો. પ્રથમ, રાષ્ટ્રપતિના અભિભાષણ પર વિપક્ષને બોલવાની પૂરતી તક આપવામાં આવતી નથી. બીજું, સત્તાધારી પક્ષ દ્વારા પુસ્તકોના સંદર્ભ આપી વિપક્ષ પર આક્ષેપો થાય છે, પરંતુ જ્યારે વિપક્ષ પુસ્તકો ટાંકે છે ત્યારે તેને રોકવામાં આવે છે. ત્રીજો મુદ્દો આઠ સાંસદોના સસ્પેન્શન અંગેનો હતો, જેને લઈને રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી હતી.
વડાપ્રધાનની સુરક્ષા અને અપ્રિય ઘટનાના દાવા પર સવાલ :
રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલાના તે દાવાને નકારી કાઢ્યો હતો જેમાં કહેવાયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગૃહમાં અપ્રિય ઘટના ઘટી શકે છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે વિપક્ષના સભ્યો વડાપ્રધાનને ધમકાવવાના હતા તેવી વાતો ફેલાવીને સત્ય છુપાવવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ કર્યો કે જો ખરેખર વડાપ્રધાન પર હુમલો થવાની શક્યતા હતી, તો અત્યાર સુધી આ મામલે કોઈ ફરિયાદ કે એફઆઈઆર કેમ નોંધવામાં આવી નથી? તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન સત્યનો સામનો કરવાથી ડરે છે એટલે સંસદમાં આવવાનું ટાળે છે.
સ્પીકર ઓમ બિરલાની ગંભીર આશંકા :
ઉલ્લેખનીય છે કે, સ્પીકર ઓમ બિરલાએ અગાઉ જણાવ્યું હતું કે વિપક્ષના સભ્યોએ તેમની ચેમ્બરમાં કરેલો વ્યવહાર અશોભનીય હતો. તેમને એવી માહિતી મળી હતી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે ગેરવર્તન કરી શકે છે, જેના કારણે તેમણે વડાપ્રધાનને ગૃહમાં ન આવવા વિનંતી કરી હતી. સ્પીકરના આ નિવેદન બાદ જ સંસદમાં વિવાદ વધુ વકર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?