સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં કકળાટઃ સાબરકાંઠામાં કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી
વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખના જૂથ વચ્ચેની મારામારીનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

સાબરકાંઠામાં કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી

સાબરકાંઠામાં કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. સાબરકાંઠામાં કોંગ્રેસના બે જૂથો વચ્ચેનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ સમયે વર્તમાન જિલ્લા પ્રમુખ અને પૂર્વ જિલ્લા પ્રમુખના સમર્થકો વચ્ચે મારામારી થતાં એક કાર્યકર ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યુ છે. પ્રદેશ કોંગ્રેસે બંને જૂથના નેતાઓને તેડું મોકલી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
હિંમતનગર સ્થિત જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ઉપર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. આ સમયે પૂર્વ જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ અને વર્તમાન જિલ્લા પ્રમુખ અશોક પટેલના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલે વર્તમાન પ્રમુખ અશોક પટેલ ઉપર હુમલો કર્યો હોવાનું મનાઈ રહ્યુ છે. કોંગ્રેસના ત્રણ હોદ્દેદારોએ પૂર્વ શહેર પ્રમુખ સહિત કાર્યકરો પર હુમલો કર્યો હતો.
જિલ્લા કક્ષાના કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે થઈ મારામારી થતાં દોડધામ મચી ગઈ હતી. હુમલાની ઘટના બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. કોંગ્રેસમાં જૂથવાદના કારણે કેટલાક સમયથી માથાકૂટ ચાલતી હતી. તેના પરિણામે બંને જૂથના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં માથાકૂટ થતાં જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. એક કાર્યકરને વધુ ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
હિંમતનગરમાં કોંગ્રેસના જિલ્લા કાર્યાલય પર મારામારી થતાં બંને જૂથના સમર્થકો સામસામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેની પ્રદેશ કોંગ્રેસના નેતાઓને જાણ થતાં બંને જૂથના નેતાઓને પ્રદેશ કાર્યાલય બોલાવાયા છે. બંને જૂથના આગેવાનો અને ઈજાગ્રસ્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે બોલાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ નેતાઓ દ્વારા બંને પક્ષોને સાંભળ્યા બાદ ફરિયાદ દાખલ કરવી કે નહી તે અંગે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?