ગુજરાતના બે ધારાસભ્યોને 21 માર્ચે હાજર રહેવા રાજકોટ કોર્ટનું ફરમાન
ભાજપના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સામે ધરપકડ વોરંટ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ નેતા નીતિન ભારદ્વાજે કરી હતી માનહાનિની ફરિયાદ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ નેતા નીતિન ભારદ્વાજે કરી હતી માનહાનિની ફરિયાદ
ગુજરાતના બે ધારાસભ્યોને રાજકોટ કોર્ટે 21 માર્ચે હાજર રહેવા ફરમાન જારી કર્યુ છે. ભાજપના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સામે ધરપકડ વોરંટ જારી કરીને 21 માર્ચે હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો છે. સી.જે.ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ સામે રૂપિયા 500 કરોડના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. તેના પગલે બંને નેતાઓએ રાજકોટ અને ગાંધીનગરની કોર્ટમાં માનહાનિની ફરિયાદ કરી હતી.
વિજાપુરના ભાજપના ધારાસભ્ય સી.જે.ચાવડા અને દાણીલીમડાના કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર સામે રાજકોટ કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યુ છે. જે તે સમયે કોંગ્રેસના નેતાઓ સી.જે.ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના નેતા નીતિન ભારદ્વાજ સામે રાજકોટના કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ કર્યાનો આક્ષેપ કર્યો હતો.
આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરની કોર્ટમાં અને ભાજપ નેતા નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને સુખરામ રાઠવાના અંગત મદદનીશ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. બાદમાં તમામ નેતાઓ વચ્ચે સમાધાન થઈ જતાં વિજય રૂપાણીએ ગાંધીનગરની કોર્ટમાંથી ફરિયાદ પરત ખેંચી લીધી હતી. જ્યારે નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં કરેલી ફરિયાદ હજુ ચાલી રહી છે. રાજકોટની કોર્ટમાં સુનાવણી દરમિયાન બે મુદત સુધી સી.જે.ચાવડા અને શૈલેષ પરમાર ગેરહાજર રહેતાં કોર્ટે નોટિસ ઈસ્યુ કરી હાજર રહેવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં કોર્ટમાં હાજર નહી રહેતાં રાજકોટ કોર્ટે ગુરૂવારે બંને નેતાઓ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરીને 21 માર્ચે હાજર રહેવા આદેશ કર્યો છે.
આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યુ હતુ કે, બે મુદ્દતમાં અમે લોકો હાજર રહ્યાં હતાં. તેથી, કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હોઈ શકે. જે પણ લીગલ કાર્યવાહી કોર્ટ તરફથી કરવામાં આવશે તેની સામે અમારા વકીલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં સમાધાન થઈ જતાં ગાંધીનગર કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો પરત ખેંચી લીધો છે. તે પ્રકારે રાજકોર્ટ કોર્ટમાં પણ દાવો પરત ખેંચી લેવામાં આવશે,
જ્યારે ભાજપના ધારાસભ્ય સી.જે.ચાવડાએ જણાવ્યુ કે, ગાંધીનગર અને રાજકોટ કોર્ટમાં કેસ ચાલતા હતાં. આ કેસમાં સમાધાન થઈ ગયું છે. આ ધરપકડ વોરંટ નથી. પણ 21 માર્ચના દિવસે કોર્ટમાં હાજર રહેવાની નોટિસ આપી છે.
શું હતો સમગ્ર મામલો?
કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર, સુખરામ રાઠવા અને સી.જે ચાવડાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના નેતા નીતિન ભારદ્વાજ સામે કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી 500 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજે આક્ષેપોને નકારી દીધા હતા. ત્યારબાદ વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટ અને નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. સમાધાન થઈ જતાં વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાંથી પોતાનો દાવો પરત ખેંચી લીધો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?